Get The App

મંગળનું મહાગોચર: 5 રાશિના જાતકોના જીવનમાં થશે ઉથલપાથલ, 47 દિવસ ખાસ સાચવજો!

Updated: Oct 24th, 2025

GS TEAM

Google News
Google News
મંગળનું મહાગોચર: 5 રાશિના જાતકોના જીવનમાં થશે ઉથલપાથલ, 47 દિવસ ખાસ સાચવજો! 1 - image

Mangal Gochar 2025:  27 ઑક્ટોબરથી મંગળનું વૃશ્ચિક રાશિમાં ગોચર થવા જઈ રહ્યું છે. મંગળનું આ પરિવર્તન ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે, કારણ કે, તે પોતાની રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ દેવતાને દરેક ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે. આ સાથે તેમને સાહસ, પરાક્રમ, ઊર્જા, શક્તિ, ભૂમિ, સંપત્તિ અને યુદ્ધ જેવા વિષયોના કારક માનવામા આવે છે. જ્યારે કુંડળીમાં મંગળની સ્થિતિ શુભ હોય છે, તો વ્યક્તિ નીડર અને સાહસી હોય છે. તો મંગળની સ્થિતિ અશુભ હોવાથી વ્યક્તિને લોહી સંબંધિત સમસ્યાઓ અને જીવનમાં તકલીફો સહન કરવી પડે છે. તો આવો જાણીએ 27 ઑક્ટોબરથી થઈ રહેલા મંગળના ગોચરથી કઈ કઈ રાશિઓને સાવધાન રહેવાની જરુર છે. 

આ પણ વાંચો : ઘરના મંદિરમાં વાસ્તુ સંબંધિત આ ભૂલ ન કરશો નહીંતર પ્રગતિના માર્ગો બંધ થઇ જશે

1. મેષ રાશિ

મંગળનું ગોચર મેષ રાશિવાળાઓનો આત્મવિશ્વાસ વધારવાની સાથે સાથે અંહકાર પણ વધારી શકે છે. આ સમયે ગુસ્સા પર કાબુ રાખવો ખૂબ જ જરુરી છે. કોઈ વાદ વિવાદ અથવા કાયદાકીય કેસમાં ન પડશો. કાર્યક્ષેત્રમાં ઝઘડાની સ્થિતિ બની શકે છે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી કારણ કે દુર્ઘટનાની સંભાવના રહેલી છે. 

2. વૃષભ રાશિ

આ ગોચર દરમિયાન ખર્ચમાં અચાનક વધારો શક્ય છે. કેટલાક જૂના રોકાણોમાં નુકસાન આવી શકે છે. કૌટુંબિક સંબંધોમાં સંઘર્ષ અથવા વાતચીતનો અભાવ માનસિક તણાવનું કારણ બની શકે છે. આ સમય સ્વાસ્થ્ય માટે પણ સારો માનવામાં આવતો નથી. ધીરજ અને સંયમ જાળવી કામ કરો. મુસાફરી કરતી વખતે સાવચેત રહો. ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળવું. વ્યવસાયિક ભાગીદારી તૂટી શકે છે અથવા ઝઘડાની સ્થિતિ ઊભી થઈ શકે છે. 

3. કર્ક રાશિ

મંગળનું ગોચર કાર્યસ્થળનું વાતાવરણ તમારા વિરુદ્ધનું કરી શકે છે. સહકાર્યકરો સાથે વિવાદ અથવા તમારા બોસ સાથે મતભેદ થઈ શકે છે. માનસિક તણાવમાં વધારો થઈ શકે છે, જે ઊંઘ અને સ્વાસ્થ્ય બંનેને અસર કરે છે. ઘરેલું જવાબદારીઓમાં પણ વધારો થઈ શકે છે, તેથી આત્મ-નિયંત્રણ જાળવવું મહત્ત્વપૂર્ણ છે. આ ઉપરાંત તમને નાણાકીય નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો : ભારતમાં પ્રદૂષિત હવાને લીધે વર્ષમાં 20 લાખ લોકોના મોત, અકાળે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ

4. તુલા રાશિ

મંગળનું ગોચર તુલા રાશિના લોકોના નાણાકીય અને આત્મસન્માન પર નકારાત્મક અસર કરી શકે છે. ખર્ચ વધશે અને આવકમાં અવરોધ આવી શકે છે. ગુસ્સાને કારણે ખોટા નિર્ણયો લેવા પડી શકે છે. વ્યવસાયમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. પરિવારના સભ્યો સાથે મતભેદ શક્ય છે. ફક્ત સંયમ અને બચત જ રાહત આપશે. ગુસ્સામાં કોઈ પણ પગલું ભરવાનું ટાળવું, નહીંતર પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

5. ધન રાશિ 

આ ગોચર તમારા ખર્ચ અને માનસિક શાંતિ બંનેને અસર કરી શકે છે. નાણાકીય યોજનાઓ ખોરવાઈ શકે છે, અને બિનજરૂરી ખર્ચાઓ વધશે. જૂના રોકાણમાં નુકસાન થવાની શક્યતા રહેલી છે. પરિવારમાં પણ કોઈ નાની નાની બાબતોમાં મતભેદ થઈ શકે છે.


Tags :