Get The App

આવતીકાલે મંગળ શુક્રની રાશિમાં કરશે એન્ટ્રી, જાણો કોનો ગોલ્ડન ટાઇમ નજીક

Updated: Sep 12th, 2025

GS TEAM

Google News
Google News
આવતીકાલે મંગળ શુક્રની રાશિમાં કરશે એન્ટ્રી, જાણો કોનો ગોલ્ડન ટાઇમ નજીક 1 - image


Mangal Rashi Parivartan: ગ્રહોનો સેનાપતિ મંગળ શનિવારે (13મી સપ્ટેમ્બર) રાશિ બદલવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મંગળ લગભગ 45 દિવસમાં એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. શનિવારે મંગળ કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને હિંમત, ઉર્જા, બહાદુરી અને ક્રોધનો કારક માનવામાં આવે છે. જ્યારે મંગળ શુક્રની રાશિ તુલામાં ગોચર કરશે, તેની અસર બધી 12 રાશિઓમાં જોવા મળશે. આ ફેરફાર કેટલીક રાશિઓ માટે ફાયદાકારક હશે. ત્યારે એ જાણીએ કે આ રાશિ પરિવર્તનથી કઈ રાશિઓને લાભ મળશે.

આ રાશિના જાતકોને થશે ફાયદો

•મેષ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે. પરિવારમાં શાંતિ રહેશે. આવકના નવા સ્ત્રોત મળશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. જીવનમાં ખુશીઓ આવશે.

•મંગળનું ગોચર મિથુન રાશિના લોકો માટે સારા સમાચાર લાવશે. નોકરી કરતાં લોકોને પ્રમોશન મળી શકે છે. નાણાકીય લાભ થઈ શકે છે. તમને ભાગ્યનો સાથ મળશે.

•ધનુ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ ફાયદાકારક રહેશે. માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. વ્યવસાયમાં લાભ થશે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. વૈવાહિક જીવનમાં સુધારો થશે.

•મંગળનું ગોચર મકર રાશિના જાતકોને પણ શુભ પરિણામો આપશે. આત્મવિશ્વાસ વધશે. તમને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતા મળશે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે.

Tags :