Margashirsha Purnima : વર્ષની છેલ્લી પૂનમે જાણો સ્નાન, દાનના ખાસ મહત્ત્વ વિશે...
- આ દિવસે ધ્યાન, દાન અને સ્નાન કરવાનું વિશેષ લાભદાયી હોય છે
નવી દિલ્હી, તા. 30 ડિસેમ્બર 2020, બુધવાર
આજ વર્ષ 2020ની અંતિમ પૂનમ છે. પૂનમનો દિવસ અત્યંત પવિત્ર હોય છે. માગશર પૂનમના દિવસે સ્નાન અને દાનનું ખાસ મહત્ત્વ હોય છે. આ તિથિને ચંદ્ર સંપૂર્ણ હોય છે અને સૂર્ય અને ચંદ્ર સમસપ્તક હોય છે. આ તિથિ પર જળ અને વાતાવરણમાં વિશેષ ઊર્જા આવી જાય છે. આ દિવસે સ્નાન, દાન અને ધ્યાન વિશેષ ફળદાયી હોય છે.. ચંદ્રમા આ તિથિના સ્વામી હોય છે, એટલા માટે આ દિવસે દરેક પ્રકારની માનસિક સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે.
માર્ગશીર્ષ પૂનમનું વિશેષ મહત્ત્વ
પૂનમ તિથિ પર ચંદ્ર પૃથ્વી અને જળ તત્ત્વને સંપૂર્ણ પણે અસર કરે છે. આ દિવસને દૈવીયતાનો દિવસ માનવામાં આવે છે. આ પૂનમને મહીનામાં સૌથી પવિત્ર માસનો અંતિમ દિવસ કહેવામાં આવે છે. આ દિવસે ધ્યાન, દાન અને સ્નાન કરવાનું વિશેષ લાભદાયી હોય છે. આ દિવસે શ્રી હરિ અથવા શિવની પૂજા કરવી જોઇએ.. આ દિવસે ચંદ્રમાને અમૃતપાન કરવામાં આવ્યું હતું એટલા માટે આ દિવસે ચંદ્રમાની ઉપાસના પણ કરવી જોઇએ.
આ વર્ષે પૂનમની ખાસ વાત શું છે?
આજે પૂનમના દિવસે ચંદ્રમા મિથુન રાશિમાં વિદ્યમાન રહેશે. સંપત્તિ અને સુરક્ષાના કારણે મંગળ સારી સ્થિતિમાં રહેશે. શુક્ર મંગળની રાશિ અને મંગળની અસરમાં રહેશે જેના કારણે આકર્ષણ, પ્રેમ અને આનંદની વર્ષા થશે. આ પૂનમે સ્નાન અને દાન કરવાથી ચંદ્રમાની પીડાથી મુક્તિ મળશે. તેના પ્રભાવથી આર્થિક પરિસ્થિતિ પણ સારી થતી જશે.
પૂનમના દિવસે આ રીતે કરો સ્નાન અને ધ્યાન
સવારે સ્નાનનો પૂર્વ સંકલ્પ લો અને જળમાં તુલસીના પાંદડાં નાંખો. પહેલા જળને માથા પર લગાવીને પ્રણામ કરો ત્યારબાદ સ્નાન કરવાનું શરૂ કરો. સ્નાન કર્યા બાદ સૂર્યને અર્ધ્ય આપો. સાફ વસ્ત્ર અથવા સફેદ વસ્ત્ર ધારણ કરો, ત્યારબાદ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ બાદ સફેદ વસ્તુઓ અને જળ દાન કરો. રાત્રે ચંદ્રને અર્ધ્ય આપો. ઇચ્છો તો આ દિવસે જળ અને ફળ ગ્રહણ કરીને ઉપવાસ રાખી શકો છો.