Get The App

5 રાશિના જાતકોના જીવનમાં સંકટ લાવશે માર્ગશીર્ષ અમાસ, સાવચેત રહેવું ખૂબ જરૂરી!

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
5 રાશિના જાતકોના જીવનમાં સંકટ લાવશે માર્ગશીર્ષ અમાસ, સાવચેત રહેવું ખૂબ જરૂરી! 1 - image

Margshirsha Amavasya 2025: હિન્દુ ધર્મમાં અમાસ તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે આ દિવસને પિતૃઓની પૂજા માટે ખાસ માનવામાં આવે છે.  20 નવેમ્બર એટલે કે, આવતી કાલે માર્ગશીર્ષ અમાસ ઉજવવામાં આવશે. તે દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિએ ઉજવવામાં આવે છે. માર્ગશીર્ષ અમાસને અગહન અમાસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના પિતૃઓના નામનું તર્પણ, સ્નાન અને દાન પણ કરે છે. આ સાથે જ આ દિવસ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. 

જ્યોતિષીઓએ આ વખતે માર્ગશીર્ષ અમાસથી કેટલીક રાશિઓને સાવચેત રહેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. વાસ્તવમાં દ્રિક પંચાંગ પ્રમાણે આ દિવસે ચંદ્ર ગોચર કરીને મંગળની વૃશ્ચિક રાશિ પ્રવેશ કરશે, જે નકારાત્મક ગોચર કહેવાય છે. તો ચાલો જાણીએ કે, કઈ રાશિના જાતકોને સાવચેત રહેવાની જરૂર છે. 

મિથુન રાશિ

માર્ગશીર્ષ અમાસ મિથુન રાશિના જાતકો માટે માનસિક તણાવ, નિર્ણય લેવામાં મૂંઝવણ અને કામની યોજનાને ખરાબ કરવાનો સંકેત આપી રહી છે. નજીકના લોકો સાથે ગેરસમજ વધી શકે છે. નવા કામ શરૂ કરવાનું ટાળો અને જૂની ભૂલોને સુધારો.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોને આ દિવસે આત્મવિશ્વાસનો અભાવ, ખર્ચમાં અચાનક વધારો અને સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના છે. પારિવારિક નિર્ણયો લેવામાં સાવચેતી રાખવી જરૂરી છે. કોઈની વાતો પર તાત્કાલિક પ્રતિક્રિયા આપવી નુકસાન કરી શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ અમાસ ભાવનાત્મક અસ્થિરતા, પારિવારિક વિવાદ અને આર્થિક ઉતાર-ચઢાવનો સમય લાવી શકે છે. જૂના વિવાદો ફરી ઉભા થઈ શકે છે. યાત્રામાં અવરોધો આવી શકે છે. આધ્યાત્મિક સાધના તમને ઉકેલ આપશે. 

આ પણ વાંચો: નવસારીમાં મોડી રાત્રે રફતારનો કહેર: ભયાનક કાર અકસ્માતમાં એકનું કરૂણ મોત, ત્રણ બાળકોને ઈજા

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ અમાસ મહેનત વધુ અને પરિણામો ઓછા આપશે. કાર્યસ્થળ પર વિવાદો, તમારા બોસ અથવા ઉપરી અધિકારીઓ સાથે મતભેદ અને પૈસા અટકી જવા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. કોઈ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો.

મકર રાશિ

મકર રાશિના જાતકોઓ આ સમય દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. માનસિક શાંતિ જાળવી રાખવી પડશે. જૂનો ખર્ચ અથવા દેવું અચાનક સામે આવી શકે છે. મિત્રો સાથેના સંબંધોમાં પણ તણાવ આવી શકે છે.