Get The App

2026માં મંગળ-ગુરુ અને શનિ થશે અસ્ત, 5 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે!

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
2026માં મંગળ-ગુરુ અને શનિ થશે અસ્ત, 5 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે! 1 - image

Mangal Shani Guru Asta 2026: વર્ષ 2026 શરૂ થઈ ગયું છે. આ વર્ષની શરૂઆત સાથે જ ઘણા મોટા ગ્રહોનું ગોચર થયું છે. કેટલાક ગ્રહોનો વર્ષ 2026માં ઉદય અને અસ્ત પણ થશે, જેમાં મંગળ, શનિ અને ગુરુ ગ્રહ સામેલ છે. દ્રિક પંચાંગ પ્રમાણે વર્ષ 2026માં મંગળ 2 મેના રોજ અસ્ત થશે. ગુરુ 12 ઓગસ્ટ, 2026ના રોજ અસ્ત થશે અને શનિ 22 એપ્રિલ, 2026ના રોજ અસ્ત થશે. કુલ મળીને આ ત્રણ મોટા ગ્રહો 2026માં અસ્ત થશે.

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના અસ્તને સામાન્ય રીતે પડકારજનક માનવામાં આવે છે, પરંતુ દરેક સ્થિતિ બધા માટે નકારાત્મક હોય તે જરૂરી નથી. કેટલીકવાર  ગ્રહોનું અસ્ત હોવું પણ કેટલીક રાશિના જાતકોના જીવનમાં અચાનક લાભ, સ્થિરતા અને મોટા ફેરફારો લઈને આવે છે. આ ખગોળીય પરિવર્તન જ્યાં કેટલાક લોકોને એલર્ટ રહેવાનો સંકેત આપે છે, તો બીજી તરફ કેટલીક રાશિના જાતકો માટે આ સમય કરિયર, ધન અને પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ અત્યંત અનુકૂળ સાબિત થઈ શકે છે. ચાલો જોઈએ કે આ ગ્રહોના અસ્તથી કઈ રાશિના જાતકોને ખાસ લાભ મળવાનો યોગ બની રહ્યો છે. 

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સમય આર્થિક રાહત આપનારો રહેશે. આવક ધીમે-ધીમે વધશે. ખોટા ખર્ચા પર નિયંત્રણ રહેશે. પરિવારમાં આર્થિક બાબતોને લઈને ચાલી રહેલી ચિંતાઓ ઓછી થશે. શેર માર્કેટ અથવા રોકાણમાં ઉતાવળ ન કરવી, પરંતુ અગાઉ કરેલા રોકાણોથી ફાયદો મળી શકે છે. એકંદરે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થવા લાગશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે અથવા અચાનક ધન લાભના યોગ બનશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે અને પૈસાના મામલે પરસ્પર સહમતિ બનશે. શેર, મ્યુચ્યુઅલ ફંડ અથવા લોન્ગ-ટર્મ રોકાણથી સારું રિટર્ન મળવાની શક્યતા છે. તમારી બચત વધારવાનો આ યોગ્ય સમય છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ સમય ધન સંચયનો સમય રહેશે. આવકની સાથે-સાથે બચત પણ વધશે. પરિવાર તરફથી આર્થિક સહયોગ મળશે, અને ઘર સાથે સંબંધિત કોઈ નિર્ણય તમારા પક્ષમાં જઈ શકે છે. વિચારપૂર્વકના રોકાણના નિર્ણયો લાંબા ગાળે લાભ આપશે. શેર બજારમાં જોખમ ઓછું લો, પરંતુ સ્થિર લાભ શક્ય છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને આર્થિક મજબૂતી અને સ્થિરતાનો લાભ મળશે. પગારમાં વધારો અથવા આવકના નવા સ્ત્રોત બનવાના યોગ છે. પરિવારમાં ધન સાથે સબંધિત મામલે તમારા નિર્ણયો મહત્વપૂર્ણ રહેશે. શેર અને રોકાણો અંગે અગાઉથી કરવામાં આવેલું પ્લાનિંગ કામ આવશે. પ્રોપર્ટી અથવા મોટા રોકાણો સાથે સંબંધિત વાત આગળ વધી શકે છે.

આ પણ વાંચો: 2026માં 3 વખત વક્રી થશે બુધ, આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં મળશે એનું ફળ

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે આ સમય કરિયર ની સાથે-સાથે પૈસામાં સુધારો લઈને આવશે. પરિવારનો સહયોગ મળવાથી આર્થિક દબાણ હળવું થશે. રોકાણના નિર્ણયો નફાકારક સાબિત થઈ શકે છે, ખાસ કરીને લોન્ગ-ટર્મ પ્લાનિંગમાં. શેર બજારમાં વિચારપૂર્વક કરવામાં આવેલું રોકાણ લાભ આપશે અને ભવિષ્યને સુરક્ષિત કરશે.