Angarak Yog: વૈદિક જ્યોતિષ પ્રમાણે 2026માં ગ્રહોની ચાલ ઘણા લોકોના જીવન પર ઊંડી અસર કરી શકે છે. 23 ફેબ્રુઆરી, 2026ના રોજ ગ્રહોના સેનાપતિ મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ખાસ વાત એ છે કે, આ રાશિમાં રાહુ પહેલાથી જ હાજર હશે. મંગળ અને રાહુની એક જ રાશિમાં હાજરીથી અંગારક યોગનું નિર્માણ થશે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને ઉગ્ર અને અશુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ યોગ વ્યક્તિના જીવનમાં તણાવ, ક્રોધ, મૂંઝવણ અને અચાનક મુશ્કેલીમાં વધારો કરી શકે છે.
અંગારક યોગનો પ્રભાવ દરેક રાશિઓ પર સમાન નથી હોતો, પરંતુ ત્રણ રાશિઓ માટે આ સમય ખાસ કરીને પડકારજનક માનવામાં આવી રહ્યો છે. આ સમય દરમિયાન આ રાશિઓને કરિયર, ધન અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે અંગારક યોગ મુશ્કેલી વધારનારો સાબિત થઈ શકે છે. 22 ફેબ્રુઆરી સુધીનો સમયગાળો તમારા માટે અનુકૂળ રહેશે, પરંતુ 23 ફેબ્રુઆરી પછી પરિસ્થિતિ બદલાઈ શકે છે. કામકાજમાં અવરોધો આવી શકે છે. કરિયરને લઈને તણાવ વધશે. તમારી આર્થિક સ્થિતિ પણ ડગમગવા લાગી શકે છે. અચાનક ખર્ચમાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે, તેથી બેદરકારીથી બચવું જરૂરી છે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે આ યોગ ધન અને કરિયર બંને મામલે સાવધાની રાખવાની માગ કરે છે. આ સમય દરમિયાન આર્થિક નુકસાન થવાની આશંકા બની રહેશે. નોકરી અથવા બિઝનેસમાં અવરોધો આવી શકે છે. કામનું દબાણ વધશે અને માનસિક તણાવ અનુભવાશે. સ્વાસ્થ્યને લઈને પણ સાવધાન રહેવાની જરૂર છે. વૈવાહિક જીવનમાં પણ મતભેદ અને તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે.
મીન રાશિ
મીન રાશિના જાતકોના જીવનમાં આ યોગના કારણે ઉથલપાથલ મચી શકે છે. કરિયરમાં અસ્થિરતા રહેશે. નોકરી બદલવાનો કે ગુમાવવાનો ભય રહી શકે છે. બિઝનેસ કરતા જાતકોને નુકસાન થવાની શક્યતા છે. આ સમય દરમિયાન કોઈ પર આંધળો વિશ્વાસ કરવો મોંઘો સાબિત થઈ શકે છે. નિર્ણય લેતી વખતે ખૂબ સતર્ક રહેવું.
આ પણ વાંચો: કોણ છે 'મોહમ્મદ દીપક' જેને રાહુલ ગાંધીએ ગણાવ્યો હીરો, બજરંગ દળે ધમકાવ્યો હતો
અંગારક યોગથી બચવાના ઉપાય
અંગારક યોગના નકારાત્મક પ્રભાવને ઘટાડવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે. નિયમિતપણે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો. મંગળવારે વ્રત રાખવું એ શુભ માનવામાં આવે છે. તાંબું અથવા લાલ રંગની વસ્તુઓનું દાન કરો અને લાલ ગાયને ગોળ ખવડાવો. આ ઉપાયોથી માનસિક શાંતિ મળશે અને નકારાત્મક પ્રભાવો ઘટી શકે છે.


