Get The App

5 ડિસેમ્બરથી કન્યા-મેષ સહિત આ 4 રાશિના જાતકો માટે સફળતાના યોગ, એક પછી એક 3 ગ્રહોનું ગોચર

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
5 ડિસેમ્બરથી કન્યા-મેષ સહિત આ 4 રાશિના જાતકો માટે સફળતાના યોગ, એક પછી એક 3 ગ્રહોનું ગોચર 1 - image

Mangal Budh Guru Gochar 2026: ડિસેમ્બર મહિનામાં એક ખૂબ જ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. વાસ્તવમાં આ મહિનાની 5, 6 અને 7 તારીખે એક પછી એક 3 ગ્રહોનું ગોચર થઈ રહ્યું છે. હિન્દુ પંચાગ પ્રમાણે 5 ડિસેમ્બરે ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ 6 ડિસેમ્બરે બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ 7 ડિસેમ્બરે મંગળ ધન રાશિમાં ગોચર કરશે. જ્યોતિષીઓનું કહવું છે કે ત્રણ દિવસમાં ત્રણ મોટા ગ્રહોનું ગોચર ચાર રાશિના જાતકોને ભાગ્યશાળી બનાવી શકે છે. 

મેષ રાશિ

ડિસેમ્બરમા એક પછી એક થઈ રહેલું ગ્રહોનું ગોચર મેષ રાશિના જાતકો માટે સારા સમયનો સંકેત આપી રહ્યું છે. તમારી આવકમાં વધારો થશે. નોકરી અને વ્યવસાય સંબંધિત પ્રયત્નો સફળ થશે. આત્મવિશ્વાસમાં વધારો થવાથી કારકિર્દીમાં મોટો લાભ મળશે. જે લોકો લાંબા સમયથી રોજગાર શોધી રહ્યા છે તેમને કોઈ સારા સમાચાર મળી શકે છે. અપરિણીત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને પ્રોપર્ટી મામલે ફાયદો મળી શકે છે. તમારા વ્યાવસાયિક જીવનમાં મોટી પ્રસંશા થશે. આ સાથે જ દેવાનો બોજ ઓછો થશે. ક્યાંકથી તમને આર્થિક મદદ મળી શકે છે. તમારા લગભગ તમામ પ્રયાસો સફળ થશે. તમારું કોઈ જૂનું કનેક્શન અથવા સંબંધ તમને ખૂબ કામ આવી શકે છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં જોડાવાથી માનસિક શાંતિ મળશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે આ દુર્લભ સંયોગ ખૂબ જ શાનદાર માનવામાં આવી રહ્યો છે. બિઝનેસમાં કોઈ મોટી ડીલથી લાભ મળવાની શક્યતા છે. નવું કામ શરૂ કરવા માટે આ સારો સમય છે. અચાનક ધન પ્રાપ્તિના યોગ બનશે. નોકરી કરતા જાતકોને સિનિયર્સનો સહયોગ મળશે. પત્ની સાથે રોમેન્ટિક ક્ષણોનો આનંદ માણશો. ઘરમાં ખુશીનો માહોલ રહેશે. 

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે ગ્રહોની આવી સ્થિતિ લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ લઈને આવશે. ક્યાંક ફસાયેલા પૈસા પાછા મળી શકે છે. કારકિર્દીમાં પ્રગતિ અને વૃદ્ધિ માટે નવી તકો ઉભરી આવશે. બિઝનેસ કરતા લોકો માટે સ્થિતિ સારી થઈ શકે છે. મીડિયા, લેખન, સંદેશાવ્યવહાર અથવા કોઈપણ ક્રિએટીવ ફિલ્ડમાં કામ કરતા લોકો ખૂબ લાભ મળી શકે છે. સ્વાસ્થ્યમાં પણ રાહત મળશે અને જૂની સમસ્યાઓ ઓછી થશે.