Makarsankranti 2026 : આગામી 14મી જાન્યુઆરીએ દેશભરમાં મકરસંક્રાંતિનો પર્વ ઉજવાશે. આ વર્ષે મકરસંક્રાંતિના આગલા દિવસે જ દુર્લભ યોગ બની રહ્યો છે. 15મી જાન્યુઆરીએ શુક્ર અને શનિ એકબીજાથી 60 ડિગ્રીના કોણ પર સ્થિર રહી લાભ દૃષ્ટિ યોગનું નિર્માણ કરશે. જ્યોતિષની ગણના અનુસાર 100 વર્ષ બાદ મકરસંક્રાંતિ પર આવો યોગ બની રહ્યો છે. શાસ્ત્રો અનુસાર આ યોગ અત્યંત શુભ માનવામાં આવે છે. આ યોગના કારણે 3 રાશિના જાતકોને લાભ થવાના યોગ છે.
વૃષભ રાશિ
આ રાશિના જાતકોને લાભ દૃષ્ટિ યોગના કારણે ધનલાભની શક્યતાઓ વધી છે. ઓછા પ્રયત્ન પર વધુ આર્થિક લાભના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. લાંબા સમયથી ફસાયેલા નાણાં પણ પાછા મળી શકે છે. મિત્રો અને સગા-સંબંધી સાથે પૈસાને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવી શકે છે. ખર્ચ પર નિયંત્ર રહેશે. કરિયર અને બિઝનેસમાં પણ સુવર્ણ તકો મળવાના યોગ બની રહ્યા છે. લગ્ન નથી થયા તેમને પણ સારા સમાચાર મળી શકે છે. આરોગ્ય પણ સારું રહેશે.
કર્ક રાશિ
આ રાશિના જાતકોને પણ લાભ દૃષ્ટિ યોગના કારણે લાભ થશે. મકરસંક્રાંતિ પછી તમારી આવકના સ્ત્રોત વધવાના યોગ છે. નોકરિયાતોનો પગાર વધી શકે છે. બિઝનેસ કરતાં હોવ તો નફામાં વધારો થશે. તમારા આત્મવિશ્વાસ અને ઉર્જામાં વૃદ્ધિ થશે. નવા સંપર્ક બનશે. લાંબા સમયથી અટકેલાં કામનો નિવેડો આવશે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે સફળતાના દ્વાર ખૂલવાના યોગ છે. નોકરી અને વ્યવસાયમાં ઉન્નતિના યોગ છે. પૈસાની તંગી ધીમે ધીમે દૂર થશે. પૈસાનું રોકાણ કર્યું હોય તેમાં મોટા લાભના યોગ બનશે. વાહન અને સંપત્તિ સુખ મળવાની પ્રબળ સંભાવના છે. કોઈ જૂના મિત્રથી ફરી મુલાકાત થશે. ઘર અને પરિવારમાં સુખદ માહોલ જળવાઈ રહેશે. દાંપત્ય જીવનમાં પણ પ્રેમ અને તાલમેલ વધશે. બાળકો સાથે સમય વિતાવવાનો અવસર મળશે.


