Mahalaxmi Vrat 2020 : આજથી શરૂ થઇ રહ્યું છે મહાલક્ષ્મી વ્રત, જાણો શુભ મુહૂર્ત
- ભાદરવા મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી 16 દિવસ માટે મહાલક્ષ્મી વ્રત રાખવામાં આવે છે
નવી દિલ્હી, તા. 25 ઓગષ્ટ 2020, મંગળવાર
આજે એટલે કે 25 ઓગષ્ટથી મહાલક્ષ્મી વ્રત આરંભ થઇ રહ્યો છે. હિન્દૂ પંચાંગ અનુસાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ પર મહાલક્ષ્મી વ્રતનો પ્રથમ દિવસ હોય છે. આ તિથિ શરૂ થયાના 16 દિવસ સુધી મહાલક્ષ્મી વ્રત ચાલે છે. આ ઉપરાંત ભાદરવા મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ રાધા અષ્ટમી પણ મનાવવામાં આવે છે. આ તિથિને દૂર્વા અષ્ટમી પણ કહેવામાં આવે છે. જેમાં દૂર્વા ઘાસની પૂજા કરવામાં આવે છે. આ વ્રત કરવાથી મા લક્ષ્મી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરે છે.
મહાલક્ષ્મી વ્રત રાખવા પર ઘરની સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રત 16 દિવસ સુધી ચાલે છે. જેમાંથી મોટાભાગની પરણિત મહિલાપ 16 દિવસ સુધી વ્રત રાખે છે. જે મહિલાઓ 16 દિવસ સુધી વ્રત રાખી શકતી નથી તેઓ 3 અથવા છેલ્લા દિવસે વ્રત રાખે છે.
મહાલક્ષ્મી વ્રત પૂજન વિધિ :
આ દિવસે પૂજા સ્થળ પર હળદરથી કમળ બનાવીને તેની ઉપર માતા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરો અને મૂર્તિની સામે શ્રીયંત્ર, સોના-ચાંદીના સિક્કા અને ફળ-ફૂલ રાખો. ત્યારબાદ માતા લક્ષ્મીના આઠ સ્વરૂપોના મંત્રો સાથે કુમકુમ, ચોખા અને ફૂલ ચઢાવતા પૂજા કરો. મહાલક્ષ્મી વ્રતમાં માતા લક્ષ્મીના હાથી પર બેઠેલી મૂર્તિને લાલ કપડાની સાથે વિધિ-વિધાનથી તેની સ્થાપના કરો અને પૂજા કરો. મહાલક્ષ્મી વ્રતના દિવસે શ્રીયંત્ર અથવા મહાલક્ષ્મી યંત્રને માતા લક્ષ્મીની સામે સ્થાપિત કરો અને તેની પૂજા કરો. આ ચમત્કારી યંત્ર ધન વૃદ્ધિ માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ યંત્રની પૂજાથી પરેશાનિઓ અને દરિદ્રતા દૂર થઇ જાય છે.
મહાલક્ષ્મી વ્રતમાં દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ અને દૂધ નાંખીને દેવી લક્ષ્મીની મૂર્તિનો અભિષેક કરવું જોઇએ તેનાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય હોય છે એટલા માટે લક્ષ્મીજીની પૂજામાં આ ફૂલ ચોક્કસથી ચઢાવવું જોઇએ. મહાલક્ષ્મી વ્રત પર કમળના ફૂલોની માળા માતા લક્ષ્મીને ચઢાવો. પૂજા બાદ આ વસ્તુઓને પોતાની તિજોરી અથવા લોકરમાં મુકી દો.
મહાલક્ષ્મી વ્રત મુહૂર્ત
મહાલક્ષ્મી વ્રત પ્રારંભ : 25 ઑગષ્ટ 2020
મહાલક્ષ્મી વ્રત સમાપન : 10 સપ્ટેમ્બર 2020
મહાલક્ષ્મી વ્રત મુહૂર્ત : અષ્ટમી તિથિ પ્રારંભ - બપોરે 12: 26થી 26 ઑગષ્ટ સવારે 10 : 39 વાગ્યા સુધી
મહાલક્ષ્મી વ્રત આરતી :
ॐ जय लक्ष्मी माता, मैया जय लक्ष्मी माता ।
तुमको निशिदिन सेवत, हरि विष्णु विधाता ॥
ॐ जय लक्ष्मी माता ॥
उमा, रमा, ब्रह्माणी, तुम ही जग-माता ।
सूर्य-चन्द्रमा ध्यावत, नारद ऋषि गाता ॥
ॐ जय लक्ष्मी माता ॥
दुर्गा रुप निरंजनी, सुख सम्पत्ति दाता ।
जो कोई तुमको ध्यावत, ऋद्धि-सिद्धि धन पाता ॥
ॐ जय लक्ष्मी माता ॥
तुम पाताल-निवासिनि, तुम ही शुभदाता ।
कर्म-प्रभाव-प्रकाशिनी, भवनिधि की त्राता ॥
ॐ जय लक्ष्मी माता ॥
जिस घर में तुम रहतीं, सब सद्गुण आता ।
सब सम्भव हो जाता, मन नहीं घबराता ॥
ॐ जय लक्ष्मी माता ॥
तुम बिन यज्ञ न होते, वस्त्र न कोई पाता ।
खान-पान का वैभव, सब तुमसे आता ॥
ॐ जय लक्ष्मी माता ॥
शुभ-गुण मन्दिर सुन्दर, क्षीरोदधि-जाता ।
रत्न चतुर्दश तुम बिन, कोई नहीं पाता ॥
ॐ जय लक्ष्मी माता ॥
महालक्ष्मी जी की आरती, जो कोई जन गाता ।
उर आनन्द समाता, पाप उतर जाता ॥
ॐ जय लक्ष्मी माता ॥