Get The App

'મહાભાગ્ય રાજયોગ' વ્યક્તિને બનાવે છે અખૂટ ધન-સંપત્તિના માલિક, જાણો તમારી કુંડળીમાં છે આ સંયોગ

Updated: Jan 9th, 2024

GS TEAM


Google News
Google News
'મહાભાગ્ય રાજયોગ' વ્યક્તિને બનાવે છે અખૂટ ધન-સંપત્તિના માલિક, જાણો તમારી કુંડળીમાં છે આ સંયોગ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 09 જાન્યુઆરી 2024 મંગળવાર

તમે જોયુ હશે કે કોઈ વ્યક્તિ એક સામાન્ય પરિવારમાં જન્મ લે છે પરંતુ તે અચાનક સફળતાની ઊંચાઈઓને સ્પર્શી લે છે. સાથે જ તે ગ્રહોની શુભ દશામાં ધનવાન થાય છે. જ્યારે તેનું ફેમિલી બેકગ્રાઉન્ડ ખૂબ કમજોર હોય છે. જો આપણે જ્યોતિષના દ્રષ્ટિકોણથી જોઈએ તો આવી વ્યક્તિની કુંડળીમાં ઘણા પ્રકારના રાજયોગ હોય છે અને જે ગ્રહોની યુતિથી આ રાજયોગ બની રહ્યા હોય છે તેમની દશા જ્યારે વ્યક્તિની ઉપર ચાલે છે તો વ્યક્તિને રાજયોગનું પૂર્વ ફળ પ્રાપ્ત થાય છે.

જ્યોતિષમાં શશ, રૂચક, માલવ્ય, ભદ્ર, બુધાદિત્ય, ગજકેસરી, ગજલક્ષ્મી અને મહાભાગ્ય રાજયોગનું વિશેષરીતે વર્ણન મળે છે. જે વ્યક્તિની કુંડળીમાં આ રાજયોગ હોય છે, તે વ્યક્તિ સામાન્ય પરિવારમાં જન્મ લઈને પણ અમીર બને છે. સાથે જ આવી વ્યક્તિ તમામ ભૌતિક સુખોને ભોગવે છે અને અતિ ધનવાન થાય છે. 

કુંડળીમાં આ રીતે બને છે મહાભાગ્ય યોગ

વૈદિક જ્યોતિષ અનુસાર મહાભાગ્ય યોગના નિર્માણ માટે સ્ત્રી જાતક માટે નિયમ અને પુરુષ જાતક માટે નિયમ અલગ છે. પુરુષ અને સ્ત્રી કુંડળીમાં આ અલગ-અલગ ગ્રહોની સ્થિતિઓથી બને છે. આ યોગને બનવા માટે ચાર સ્થિતિઓ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વૈદિક જ્યોતિષ અનુસાર પુરુષનો જન્મ દિવસનો હોય અને સ્ત્રીનો જન્મ રાતનો હોય.

પુરુષનો જન્મ વિષમ લગ્નમાં હોય અને સ્ત્રીનો જન્મ સમ રાશિમાં હોય.

જ્યોતિષ અનુસાર પુરુષની જન્મકુંડળીમાં સૂર્ય વિષમ રાશિમાં હોય. સ્ત્રીની કુંડળીમાં સમ રાશિમાં હોય.

પુરુષોની કુંડળીમાં ચંદ્ર વિષમ રાશિમાં હોય. જ્યારે સ્ત્રીનો જન્મ સમ રાશિમાં હોય.

અખૂટ હોય છે ધન-સંપત્તિ

જ્યોતિષ અનુસાર જો કોઈ પુરુષનો જન્મ દિવસે સમયે થયો હોય અને તેમની જન્મ કુંડળીમાં લગ્ન મતલબ પહેલા સ્થાનમાં, સૂર્ય અને ચંદ્ર ત્રણેય વિષમ રાશિઓ જેમ કે મેષ, મિથુન, સિંહ વગેરેમાં સ્થિત હોય તો આવી કુંડળીમાં મહાભાગ્ય યોગનું નિર્માણ થાય છે. આવી વ્યક્તિ રાજાઓ જેવી જિંદગી જીવે છે. સાથે જ આવી વ્યક્તિ કોઈ મોટુ વહીવટી પદ પ્રાપ્ત કરે છે. સાથે જ તેમને સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. તે અખૂટ ધન-સંપત્તિનો માલિક થાય છે. તે વ્યક્તિ લોકપ્રિય થાય છે. જો કોઈ સ્ત્રીની કુંડળીમાં આ યોગ હોય તો તે સાસરીમાં સારા સુખ મેળવે છે. સાથે જ તે ધનવાન હોય છે. સમાજમાં તે પોતાની અલગ ઓળખ બનાવે છે. 

Tags :