Get The App

ગુડ ન્યૂઝ! માઘ પૂર્ણિમાએ 5 દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોની કિસ્મત પલટાશે

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
ગુડ ન્યૂઝ! માઘ પૂર્ણિમાએ 5 દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોની કિસ્મત પલટાશે 1 - image

Magh Purnima 2026: આ વર્ષે માઘ પૂર્ણિમા રવિવાર, 1 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે. તેને માઘી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. દ્રિક પંચાંગ પ્રમાણે પૂર્ણિમાની તિથિ આ વખતે સવારે 5:52 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે સવારે 3:38 વાગ્યે સમાપ્ત થશે. જ્યોતિષીઓના મતે આ વખતે માઘ પૂર્ણિમા ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે, આ દિવસે ઘણા શુભ યોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે. માઘ પૂર્ણિમાની શરૂઆત આ વખતે પ્રીતિ યોગથી થશે અને પછી આયુષ્માન યોગનો પ્રભાવ દેખાશે. આ સાથે જ આ દિવસે પુષ્ય નક્ષત્ર, રવિ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનશે. ગ્રહોની દ્રષ્ટિએ ચંદ્ર કર્ક રાશિમાં અને સૂર્ય મકર રાશિમાં રહેશે, જેની કેટલીક રાશિઓ પર વિશેષ કૃપા માનવામાં આવી રહી છે. 

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે માઘ પૂર્ણિમાનો દિવસ સકારાત્મકતા લઈને આવી શકે છે. તમે જે કામમાં મહેનત કરો છો તેમાં સારા પરિણામો મળવાની શક્યતા છે. ખાસ કરીને સર્જનાત્મક કાર્ય સાથે જોડાયેલા જાતકોને પોતાની પ્રતિભા દેખાડવાની તક મળી શકે છે. કોઈ નવો આઈડિયા અથવા પ્લાન આગળ વધી શકે છે, જેનાથી આત્મવિશ્વાસ પણ વધશે. 

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ દિવસ કરિયર અને વ્યવસાયની દ્રષ્ટિએ સારો સંકેત આપી રહ્યો છે. નોકરીમાં નવી તક મળી શકે છે અથવા તમારી જવાબદારીઓ વધી શકે છે. તમારા શબ્દો અસરકારક રહેશે, જોનાથી જરૂરી કામો સરળતાથી પૂર્ણ થઈ શકે છે. પરિવાર અને મિત્રો સાથે સારો સમય વિતાવશો અને માહોલ સારો રહેશે. 

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે માઘ પૂર્ણિમા કોઈ ખાસ સંદેશ અથવા સલાહ લઈને આવી શકે છે, જે આગળ ચાલીને ફાયદાકાર સાબિત થઈ શકે છે. નોકરી અથવા બિઝનેસમાં યોગ્ય દિશા મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. જો તમે તમારા લક્ષ્ય પર અડગ રહેશો અને મહેનત ચાલુ રાખશો તો લાભની સારી તકો મળી શકે છે. 

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે આ દિવસ નવા દરવાજા ખોલી શકે છે. મિત્રો અથવા પરિચિતોની મદદથી તમને સારી ઓફર અથવા ડીલ મળી શકે છે. જે લોકો નવું સાહસ શરૂ કરવા માગે છે તેમના માટે આ અનુકૂળ સમય છે.રોકાણના નિર્ણયો પણ સમજી-વિચારીને લેવાથી ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરિવાર અને પ્રિયજનો સાથે સમય વિતાવવાથી આનંદ મળશે.