Get The App

માઘ પૂર્ણિમા પર ગ્રહો પ્રમાણે દાનનું અનેરું મહત્વ, શનિ-રાહુ-કેતુના દોષ પણ થશે શાંત

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
માઘ પૂર્ણિમા પર ગ્રહો પ્રમાણે દાનનું અનેરું મહત્વ, શનિ-રાહુ-કેતુના દોષ પણ થશે શાંત 1 - image


Magh Purnima 2026: હિન્દુ પંચાંગમાં અત્યંત પવિત્ર તિથિ માઘ પૂર્ણિમા આ વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ઈશ્વરની વિશેષ કૃપાનો લાભ મળે છે.

ગ્રહોને અનુકૂળ બનાવવા દાનનું મહત્વ

જ્યોતિષશાસ્ત્ર મુજબ, માઘ પૂર્ણિમા પર કરવામાં આવેલું દાન માત્ર આધ્યાત્મિક લાભ જ નથી આપતું, પરંતુ કુંડળીમાં રહેલા નવગ્રહોના અશુભ પ્રભાવને શાંત કરવામાં પણ મદદરૂપ થાય છે. જે જાતકોના જીવનમાં ગ્રહ દોષને કારણે અવરોધો આવી રહ્યા હોય, તેઓ આ દિવસે વિશેષ વસ્તુઓનું દાન કરીને ગ્રહોને અનુકૂળ એટલે કે શાંત પાડી શકે છે. 

સુર્ય

ગ્રહ શાંતિના ઉપાયોમાં સૂર્ય દેવની કૃપા મેળવવા માટે ગોળ અને ઘઉંનું દાન કરવું જોઈએ, જે આત્મબળ અને માન-સન્માનમાં વધારો કરે છે. 

ચંદ્ર

માનસિક શાંતિ માટે ચંદ્રને પ્રસન્ન કરવા સફેદ કપડાં, દૂધ કે ચોખાનું દાન શુભ માનવામાં આવે છે. 

મંગળ

મંગળ ગ્રહના અશુભ પ્રભાવથી બચવા અને ક્રોધ પર નિયંત્રણ મેળવવા માટે મસૂરની દાળ કે લાલ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. 

બુધ

બુધ ગ્રહની શાંતિ માટે લીલા શાકભાજી કે મગનું દાન કરવાથી બૌદ્ધિક ક્ષમતા અને એકાગ્રતા વધે છે.

ગુરુ

જીવનમાં ભાગ્ય અને જ્ઞાનની વૃદ્ધિ માટે દેવગુરુ બૃહસ્પતિને પ્રસન્ન કરવા ચણાની દાળ, હળદર કે પીળા વસ્ત્રોનું દાન કરવું ફળદાયી રહે છે. 

શુક્ર

ભૌતિક સુખ-સુવિધાઓ અને સુખી દાંપત્ય જીવન માટે શુક્ર ગ્રહના નિમિત્તે ઘી, દૂધ કે સફેદ તલનું દાન કરવું જોઈએ. 

શનિ

શનિના પ્રકોપને શાંત કરવા માટે કાળા તલ, સરસવનું તેલ કે કાળા વસ્ત્રોનું દાન કરવાની પરંપરા છે. 

રાહુ કેતુ

રાહુ-કેતુના કારણે આવતી અચાનક સમસ્યાઓથી બચવા માટે સાત પ્રકારના અનાજ અથવા કાળા ધાબળાનું દાન કરવું જોઈએ.

આ પણ વાંચો: મકર-મિથુન સહિત 4 રાશિના જાતકોને ફેબ્રુઆરી ફળશે! અઢળક ધનલાભના યોગ

માઘ પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદોને કરવામાં આવેલું આ નિઃસ્વાર્થ દાન જીવનની અનેક મુશ્કેલીઓ દૂર કરી સુખ-સમૃદ્ધિ લાવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, માઘ માસની પૂર્ણિમાએ પવિત્ર નદીઓમાં સ્નાન અને યથાશક્તિ દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. તલ, ધાબળા, અન્ન અને વસ્ત્રદાનનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે માઘ પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુ પોતે ગંગાજળમાં નિવાસ કરે છે, તેથી આ દિવસે કરેલું દાન વ્યક્તિના પાપોનું શમન કરે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.