Chandra Grahan 2025: જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રગ્રહણ એક મહત્ત્વપૂર્ણ ખગોળીય અને જ્યોતિષીય ઘટના માનવામાં આવે છે. આજે રાત્રે એટલે કે 7મી સપ્ટેમ્બર, 2025ના રોજ ભાદરવા સુદ પૂનમે ખગ્રાસ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાશે, જે ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આ ચંદ્રગ્રહણ પહેલા અને પછી શું કરવું તેમજ શું ન કરવું તે જાણીએ.
ખગોળીય ગણતરી મુજબ, આ ગ્રહણ રાત્રે 21.57 કલાકે શરૂ થશે અને તેનો મોક્ષ રાત્રે 25.26 (એટલે કે બીજા દિવસે સવારે 1.26 કલાકે) થશે. ગ્રહણનો વેધ બપોરના 12.57 કલાકથી શરૂ થશે. આ ગ્રહણ કુંભ રાશિ અને શતતારા નક્ષત્રમાં થવાનું હોવાથી તેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે.

સૂતક કાળ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે?
સૂતક શરૂ થશે: 7 સપ્ટેમ્બર 2025, બપોરે 12.57 વાગ્યે
સુતક સમાપ્ત થશે: 8 સપ્ટેમ્બર 2025, રાત્રે 1.27 વાગ્યે
સૂતક કાળ દરમિયાન શું ન કરવું જોઈએ?
- સૂતક કાળને અશુદ્ધ સમય માનવામાં આવે છે અને આ સમય દરમિયાન ઘણા ધાર્મિક નિષેધ લાગુ પડે છે. આ સમય એવો છે જ્યારે વ્યક્તિએ પોતાના આચરણ અને દિનચર્યા પર ખાસ સંયમ રાખવો જોઈએ.
- ખોરાક અને પાણીનું સેવન ન કરવું જોઈએ.
- વાળ અને નખ કાપવા જોઈએ નહીં.
- લગ્ન, મુંડન કે ગૃહસ્થી જેવા કોઈ ધાર્મિક કે શુભ કાર્ય ન કરવા જોઈએ.
- મંદિરોના દરવાજા બંધ રાખવા જોઈએ.
- ગર્ભવતી મહિલાઓએ આ સમય દરમિયાન ખાસ સાવચેતી રાખવી જોઈએ, જેમ કે છરી, કાતર, સોય જેવી તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો.
- મોબાઇલ, ટીવી પર મનોરંજન ટાળવાની પણ સલાહ આપવામાં આવે છે.
- જોકે, બીમાર, વૃદ્ધો અને બાળકોને આ નિયમોમાંથી થોડી છૂટ આપવામાં આવે છે, પરંતુ સામાન્ય રીતે આ નિયમોનું પાલન આધ્યાત્મિક રીતે સારું માનવામાં આવે છે.
સૂતક કાળ દરમિયાન શું કરવું
- ઓમ નમઃ શિવાય, ઓમ ગણ ગણપતયે નમઃ જેવા મંત્રોનો જાપ કરો.
- સંતાન રક્ષા મંત્ર અથવા વિશેષ શાંતિ મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ.
- ગીતા, રામચરિતમાનસ અથવા દુર્ગા ચાલીસા જેવા ધાર્મિક ગ્રંથોનો પાઠ કરો.
- શક્ય હોય તો મૌન પાળો અને માનસિક જપ કરો.
- નકારાત્મક વિચારોથી દૂર રહો અને સકારાત્મક વિચારોનું ચિંતન કરો.
ગ્રહણ સમાપ્ત થયા પછી શું કરવું જોઈએ?
- સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો.
- ઘર અને પૂજાના સ્થળની સફાઈ કરો.
- ભગવાનને ભોજન અર્પણ કરો અને દીવો પ્રગટાવો.
- બચેલા ખોરાકનો ત્યાગ કરો. ગ્રહણ પહેલાં તેમાં તુલસી કે કુશના પાન ઉમેરવામાં આવ્યા હોય તો જ તે ખાઓ.
- જરૂરિયાતમંદોને અન્ન, કપડાં કે દક્ષિણાનું દાન કરો.
ગ્રહણ રાશિફળ
મેષ: વ્યવહાર અને વ્યવસાયમાં અનુકૂળતા રહેશે. કોઈ લાભની આશા ફળી શકે છે.
વૃષભ: સુખ અને શાંતિમાં વધારો થશે. પોતાના મનની ઈચ્છા પૂરી થાય તેવી કોઈ તક પણ મળી શકે છે.
મિથુન: સ્વમાન જાળવવામાં ક્યાંય જીદ્દી ન થવાય તેનું ધ્યાન રાખવું. જેટલા સરળ બનશો તેટલું સારું રહેશે.
કર્ક: કોઈ અચાનક સારા સમાચાર કે તક મળી શકે છે. મુસાફરી પણ થઈ શકે છે. ધીરજ રાખવી.
સિંહ: જાહેર જીવનમાં તમારા કોઈ કાર્યની નોંધ લેવાશે. કોઈની સાથે દલીલ ન કરવી.
આ પણ વાંચો: 7 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ: પિતૃદોષ દૂર કરવા જરૂર કરો આ ઉપાય
કન્યા: પરિચિતો સાથે સુમેળ વધશે. કોઈ પસંદગીની વાત સાંભળવા મળી શકે છે.
આ પણ વાંચો: ચંદ્રગ્રહણ પછી કરો 2 વસ્તુઓનું દાન, બૅન્ક બેલેન્સમાં થવા લાગશે વધારો!
તુલા: મતભેદથી બચવું. વધુ પડતા માનસિક વિચારોથી દૂર રહેવું, જેથી શાંતિનો અનુભવ થાય.
વૃશ્ચિક: વાતચીત નિયંત્રણમાં રાખવાથી પરિસ્થિતિ હળવી રહેશે. મોજશોખ પર નિયંત્રણ રાખવું.
ધન: અટકેલા નાણાં કે કામ અંગે પ્રયત્ન કરવાથી લાભ સંભવિત છે. મુલાકાતો વધી શકે છે.
મકર: ધીરજ અને અનુભવથી કામ કરવાથી લાભ થશે. વ્યવહારુ અભિગમ સારો રહેશે.
કુંભ: સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી લાભ અપાવશે. ધીરજ અને પરિશ્રમ સારું ફળ આપશે.
મીન: વાતચીત અને વ્યવહારમાં જેટલું ધ્યાન આપશો તે મુજબ ફળ પ્રાપ્ત થશે. શાંતિ જાળવવી.


