Get The App

તુલા (ર.ત.) : વર્ષ દરમ્યાન રાહુ જ પરિભ્રમણ પણ આપને રાહત રખાવે. કમરની તકલીફ હોય તેમને વર્ષ દરમ્યાન ક્યારેક-ક્યારેક દર્દ-પીડા કરાવે

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
તુલા (ર.ત.) : વર્ષ દરમ્યાન રાહુ જ પરિભ્રમણ પણ આપને રાહત રખાવે. કમરની તકલીફ હોય તેમને વર્ષ દરમ્યાન ક્યારેક-ક્યારેક દર્દ-પીડા કરાવે 1 - image

- વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ પ્રતિકુળ રહે છે તેથી આપના હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગ ભેગા મળી આપને મૂશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરે...

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે સારું રહે. ગુરૂનું પરિભ્રમણ આપના માટે સરળતા લાવે. શનિના પરિભ્રમણને લીધે આરોગ્ય બાબતે આપે થોડું ધ્યાન રાખવું પડે.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ આ વર્ષ ગત વર્ષની સરખામણીએ સારું રહે. તેમ છતાં વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ સ્વાસ્થ્યની બાબતમાં આપને થોડી ચિંતા રખાવે. આપે સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. શરીરમાં વીટામીન-આયર્નની ઉણપના લીધે અશક્તિ અનુભવાય. બેચેની રહે. કામ કરવાની ઈચ્છા થાય નહીં. પગમાં દુ:ખાવાની તકલીફ જણાય. 

તા. ૧૫ જાન્યુઆરી થી તા. ૨૩ ફેબુ્રઆરી દરમ્યાન છાતીમાં દર્દ-પીડા જણાય. ગભરામણ, શ્વાસ લેવામાં તકલીફ જેવું લાગ્યા કરે. શરીરમાં લોહીની ઉણપ સર્જાતા હ્ય્દય ઉપર જોર પડતાં મુશ્કેલી વધે. તા. ૧૫ મે થી તા. ૨ ઓગસ્ટ દરમ્યાન આપને ગરમી-એ.સી.ડી.ટીની તકલીફ રહે. પેટ-પેઢુ-ગુદાભાગની તકલીફ જણાય. મસા, ભગંદર, હરણીયાની તકલીફ હોય તેમની પીડામાં વધારો થાય. મો, ખભા, ગરદન-આંખની તકલીફ રહે.

પરંતુ વર્ષ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સારું રહે છે તેથી આપ મોટી બીમારીમાંથી, આપત્તિમાંથી બચી જાવ. સમયસરની દાકતરી સલાહ-સારવાર, દવા અને ખાવા-પીવામાં યોગ્ય કાળજીથી આપને રાહત રહે. વર્ષ દરમ્યાન રાહુ જ પરિભ્રમણ પણ આપને રાહત રખાવે. પરંતુ જેમને કમરની તકલીફ હોય તેમને વર્ષ દરમ્યાન ક્યારેક-ક્યારેક દર્દ-પીડા રખાવે.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિ એ વર્ષ સારું પસાર થાય. આપની આવકમાં વધારો થાય. ખોટા ખર્ચાઓ, આકસ્મિક ખર્ચાઓ ઘટવાથી બચત થઈ શકે. જુની ઊઘરાણીના નાંણા છૂટા થવાથી, અન્યત્ર ક્યાંય ફસાઈ ગયેલા નાંણા છૂટા થવાથી આપને રાહત થતી જાય. પરદેશના કામના કે પરદેશ જવા માટે આપેલા નાંણા ફસાઈ ગયા હોય તો તે ધીમે-ધીમે પાછા આવતાં જાય. વર્ષાન્તે દિવાળી સમયે આપને આકસ્મિક લાભ-ફાયદો મળી જાય. આવકમાં વૃધ્ધિ જણાય. જોકે તા. ૧ જુનથી તા. ૩૧ ઓક્ટોબર સુધીનો સમય આપના માટે થોડો મધ્યમ રહે. નાંણાકીય આયોજન વ્યક્તિગત રીતે કરવું પડે.

વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ આપને થોડા છૂટક-છૂટક આકસ્મિક ખર્ચાઓ  કરાવડાવે. કોર્ટ-કચેરીના કાર્યમાં, રાજકીય-સરકારી-ખાતાકીય કામમાં ખર્ચ જણાય.

પોષના અંતથી ફાગણના પ્રારંભ દરમ્યાન આપને ઘર-પરિવાર માટે, માતા-પિતાના આરોગ્ય બાબતે ખર્ચ જણાય. વાહનમાં, મકાનમાં આકસ્મિક ખર્ચ આવી જાય.

વૈશાખ વદ તેરસથી અષાઢ વદ ચોથ દરમ્યાન આરોગ્ય વિષયક ખર્ચ જણાય. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને, પત્ની માટે ખર્ચ-ચિંતા જણાય. પત્નીના આરોગ્ય માટે ખર્ચ રહે. એકદમ જ આકસ્મિક ખર્ચાઓ આવી જતાં આપનું નાંણાકીય આયોજન ખોરવાઈ જાય. પૈસા ભરેલું પાકીટ ખોવાઈ કે ચોરાઈ ન જાય તેની તકેદારી આપે રાખવી પડે.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક-પારિવારીક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. માગશર વદ એકમથી અધિક જેઠ વદ એકમ દરમ્યાન અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. વર્ષાન્તે દિવાળી સમયે પણ આપના માટે યોગ આવે. સંતાન માટેના પણ યોગ ઉભા થાય.

વર્ષની મધ્યમમાં માતા-પિતાના કામ, અન્ય કૌટુંબિક કામ અંગે દોડધામ-શ્રમ જણાય. તા. ૨૦ જૂન થી તા. ૨ ઓગસ્ટ દરમ્યાન આપને પત્નીના આરોગ્ય આયુષ્ય બાબતે ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય. પત્ની સાથે વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખ થઈ જાય. વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ આપને સંતાનના કામમાં રૂકાવટ-દોડધામ રખાવ્યા કરે. ખર્ચ કરાવડાવે.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

નોકરીમાં સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે મધ્યમ રહે. વર્ષના પ્રારંભથી માગશર વદ એકમ સુધી અને અધિક જેઠ વદ એકમથી આસો વદ છઠ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ મધ્યમ રહેશે. તેથી કેટલાક અગત્યના કામમાં એકદમ સરળતા જણાય તો કેટલાક કાર્યમાં આપને રૂકાવટનો અનુભવ થાય. કામકાજ અંગેની આપની વ્યવસ્તતામાં વધારો થાય. આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. જમીન-મકાન-વાહનના કામકાજ રહે. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં આપે ધ્યાન રાખવું પડે.

તા. ૫ ડીસેમ્બરથી તા. ૧ જુન દરમ્યાન ગુરૂ આપના માટે સાનુકુળ રહેતાં આપના કામમાં સરળતા થતી જાય. આપને નવી કોઈ તક પ્રાપ્ત થાય. નોકરીના સ્થળેથી આપને પરદેશ મોકલવાની કાર્યવાહી થાય. બઢતી બદલીના કાર્યમાં પ્રગતિ જણાય. નોકરીનું સ્થળ દૂર હોવાથી ત્યાં રહેતા હોય કે અપડાઉન કરતાં હોય તો પુન:પરિવાર સાથે પોતાના શહેરમાં રહેવાની તક પ્રાપ્ત થાય. જો કે વર્ષ દરમ્યાન આપની પ્રગતિની ઈર્ષ્યા કરનાર વ્યક્તિઓ આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરે.

તા. ૧૫ મે થી તા. ૨ ઓગસ્ટ દરમ્યાન આપને સ્વાસ્થ્ય સંબંધી તકલીફોના લીધે કામમાં વિલંબ-રૂકાવટ જણાય. કૌટુંબિક-પારિવારીક પ્રશ્નોના લીધે કામમાં મન લાગે નહીં. નાંણાકીય જવાબદારીવાળું કાર્ય સંભાળનારે વિશેષ સાવધાની રાખવી પડે. કોઈના ભરોસે રહેવું નહીં. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. પોતાના કામ સાથે કામ રાખી બીજા સાથે વિવાદમાં ઉતરવું નહીં.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે મધ્યમ રહેશે. વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ પ્રતિકુળ રહે છે તેથી આપના હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગ ભેગા મળી આપને મૂશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરે. આપના કાર્યની સાથે બીજા કામ આવી જવાને લીધે આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય. રાહુના પરિભ્રમણને લીધે આપને મહત્ત્વના નિર્ણયો લેવામાં મુશ્કેલી જણાય. વાણીની મીઠાશ રાખીને પોતાનું કામકાજ કરવું.

વર્ષના પ્રારંભથી તા. ૫ ડીસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂન થી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુરૂનું પરિભ્રમણ આપના માટે મધ્યમ રહે છે. તેથી કામમાં જોઈએ તેવી પ્રગતિ જણાય નહીં. આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામ કે અન્ય કામકાજના લીધે દોડધામ-વ્યસ્તતા અનુભવાય. નફામાં નુકસાન ભોગવવું પડે.

પરંતુ તા. ૫ ડીસેમ્બરથી તા. ૧ જૂન તેમજ તા. ૩૧ ઓક્ટોબરથી વર્ષના અંત સુધી ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ રહેતાં આપના કામનો ફટાફટ ઉકેલ આવતો જાય. નવું કોઈ ધંધાકીય આયોજન કરી રહ્યા હોવ, ધંધો વધારવાનું વિચારી રહ્યા હોય તો તેમાં પ્રગતિ જણાય. આપને સાનુકુળતા મળી રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થતાં આનંદ અનુભવો. પરદેશના કામમાં સરળતા થતી જાય. સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. નવો કોઈ ઓર્ડર મળે કે વાતચીત આવે. મિલન-મુલાકાત થઈ શકે.

તા. ૧૫ મે થી તા. ૨ ઓગસ્ટ દરમ્યાન આપે નાંણાકીય નુકસાનીથી સંભાળવું પડે. માલ બગડી જાય, તૂટી જાય, ઓર્ડર કેન્સલ થવાથી આપને નુકસાની જણાય. આ ઉપરાંત આપની સ્વાસ્થ્ય સંબંધી તકલીફોના લીધે ધંધામાં બરોબર ધ્યાન આપી શકો નહીં.

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગ માટે આ વર્ષ ઉતાર-ચઢાવવાળું રહે. ક્યારેક કામકાજમાં એકદમ સરળતા રહે તો ક્યારેક કામ અંગે આપને ચિંતા-ઉચાટ અનુભવાય. પતિ, ઘર-પરિવારનો ક્યારેક સાથ રહે તો ક્યારેક તેમની સાથે વાદ-વિવાદ-ગેરસમજ ઉભી થઈ જાય. વર્ષ દરમ્યાન આપને સંતાનની, સાસરીપક્ષ-મોસાળપક્ષની કોઈ ને કોઈ ચિંતા રહ્યા કરે. ખર્ચ જણાય. નોકરીયાત-વ્યવસાયી મહિલાઓને કામની વચ્ચે સંતુલન જાળવવું પડે. ક્યાં કાર્યને પ્રાથમિકતા આપવી તે નક્કી કરવામાં ક્યારેક મુશ્કેલી જણાય. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. દિવાળીના સમયમાં નવપરણિત, જેમને સંતાન નહોય તેમને સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય. પરંતુ તા. ૧૫-૫ થી તા. ૨-૮ દરમ્યાન આપને કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને કોઈને કોઈ ચિંતા રૂકાવટ-ખર્ચ જણાય. સંયુક્ત માલ-મિલ્કતના પ્રશ્ને સંભાળવું પડે.

વિદ્યાર્થીવર્ગ

વિદ્યાર્થીવર્ગે કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. વર્ષ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ સાનુકુળ-મધ્યમ રહે છે તેથી વર્ષના પ્રારંભથી જ અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી. નાની સફળતાથી અંજાઈ જવું નહીં. વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી જવું નહીં : મિત્ર વર્ગ સાથે હરવા-ફરવામાં, મોજમજામાં સમય બગાડવો નહીં. વ્યસની તેમજ આપનો ઉપયોગ કરી જનારા મિત્રોથી આપે સંભાળવું પડે. રાહુ-શનિના પરિભ્રમણના લીધે મહેનત ખૂબ કરવી પડે તેના પ્રમાણમાં સફળતા ઓછી મળે. થોડાક ગુણ માટે થઈને આપની મનગમતી લાઈન બદલવી પડે તેવું બને. જોકે તા. ૫-૧૨ થી તા. ૧-૬ દરમ્યાન અભ્યાસાર્થે પરદેશ જવા માંગતા વિદ્યાર્થીને સાનુકુળતા મળી રહે. કારકીર્દિનું વર્ષ હોય તેમને પોતાના પરિણામથી આનંદ થાય. ઉચ્ચ અભ્યાસાર્થે બહાર કે બહારગામ જવાની તૈયારી રાખવી પડે. જો કે વર્ષ દરમ્યાન આપે પરીક્ષા સમયે બીમારી, હતાશા-નિરાશાથી સંભાળવું પડે.

ખેડૂતવર્ગ

ખેડૂતવર્ગ માટે વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ મધ્યમ રહે. ખોટા પાક લેવાતા આપના નિર્ણયને લીધે મૂશ્કેલી જણાય. કુદરતી આપત્તિ જેવી કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું, ભૂંકપના લીધે પાકને નુકસાન થાય. પાકમાં જીવાત પડવાને લીધે આપની મહેનત બાતલ જાય. તેમ છતાં વર્ષના પ્રારંભમાં શિયાળુ પાક લેવામાં આપને સરળતા-સાનુકુળતા મળી રહે. પાક સારો ઉતરતાં આપને આનંદ થાય. આવક જણાય. ભાઈભાંડુવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરંતુ પૌત્રાદિક આપના વ્યવસાયથી દૂર રહેતાં આપને ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. તા. ૨૦-૬ થી તા. ૨-૮ દરમ્યાન આપે ખેતરમાં કામ કરતાં સંભાળવું પડે. તે સિવાય કૌટુંબિક-પારિવારીક પ્રશ્નોના લીધે ખેતીમાં ધ્યાન આપી શકો નહીં. નાંણાકીય લેવડ-દેવડમાં આપે સાવધાની રાખવી પડે.

ઉપસંહાર

ટૂંકમાં વિક્રમ સંવત ૨૦૮૨નું આ વર્ષ આપના માટે મધ્યમ રહે. વર્ષ દરમ્યાન શનિની પ્રતિકુળતા આપને પરેશાન કર્યા કરે. રાહુનું પરિભ્રમણ ક્યારેક આકસ્મિક લાભ આપી જાય તો ક્યારેક વિચારોની અસમંજસતા-દ્વિધા રખાવે. સંતાનની અભ્યાસની ચિંતા રખાવડાવે. વર્ષ દરમ્યાન ગુરુનું પરિભ્રમણ આપના માટે ક્યારેક સાનુકુળ રહે છે તો ક્યારેક મધ્યમ રહે છે એટલે આપે સમય-સંજોગો-પરિસ્થિતિ, અનુસાર આગળ વધવું પડે.

સ્ત્રી વર્ગ

સ્ત્રીવર્ગ માટે આ વર્ષ ઉતાર-ચઢાવવાળું રહે. ક્યારેક કામકાજમાં એકદમ સરળતા રહે તો ક્યારેક કામ અંગે આપને ચિંતા-ઉચાટ અનુભવાય. પતિ, ઘર-પરિવારનો ક્યારેક સાથ રહે તો ક્યારેક તેમની સાથે વાદ-વિવાદ-ગેરસમજ ઉભી થઈ જાય. વર્ષ દરમ્યાન આપને સંતાનની, સાસરીપક્ષ-મોસાળપક્ષની કોઈ ને કોઈ ચિંતા રહ્યા કરે. ખર્ચ જણાય. નોકરીયાત-વ્યવસાયી મહિલાઓને કામની વચ્ચે સંતુલન જાળવવું પડે. ક્યાં કાર્યને પ્રાથમિકતા આપવી તે નક્કી કરવામાં ક્યારેક મુશ્કેલી જણાય. 

અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. દિવાળીના સમયમાં નવપરણિત, જેમને સંતાન નહોય તેમને સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય.