| (AI IMAGE) |
Shani Ketu 2026: જ્યોતિષીય ગણતરીઓ મુજબ, આગામી વર્ષ 2S026 સિંહ રાશિના જાતકો માટે કસોટીની એરણે રહેવાનું છે. સૂર્યના આધિપત્ય વાળી આ રાશિ માટે નવું વર્ષ અનેક પડકારો લઈને આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને કરિયર, આર્થિક સ્થિતિ અને પારિવારિક સંબંધોમાં ભારે સાવધાની રાખવાની જરૂર પડશે.
શનિ-કેતુની અશુભ યુતિ: આકસ્મિક આફતોની પ્રબળ શક્યતા
વર્ષ 2026માં સિંહ રાશિ પર શનિની પનોતીનો પ્રભાવ તો રહેશે જ, પરંતુ સાથે સાથે કેતુનું ભ્રમણ પણ આ રાશિમાં જ હોવાથી મુશ્કેલીઓ વધી શકે છે. 4 ડિસેમ્બર સુધી કેતુ સિંહ રાશિમાં સ્થિર રહેશે, જેના કારણે શનિ અને કેતુની આ અશુભ યુતિ જાતકો માટે મોટી આફતો નોતરી શકે છે. જ્યોતિષવિદોના મતે આ વર્ષે નાની એવી બેદરકારી પણ મોટું નુકસાન કરાવી શકે છે, તેથી સિંહ રાશિના લોકોએ દરેક પગલું વિચારીને ભરવું હિતાવહ છે.
રોકાણમાં જોખમ: શેરબજાર અને પ્રોપર્ટીમાં સાવધાની રાખવી જરૂરી
વ્યવસાયિક મોરચે જોઈએ તો 2026નું વર્ષ ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે. નોકરીયાત વર્ગને અસ્થિરતાનો સામનો કરવો પડી શકે છે અને રોજગાર સંબંધિત સમસ્યાઓ ઉભી થઈ શકે છે. ધંધા-રોજગારમાં પણ મંદીનો માહોલ જોવા મળી શકે છે, જેના કારણે ધમધોખાર ચાલતા વેપારમાં અચાનક રુકાવટ આવવાની શક્યતા છે. આર્થિક બાબતોમાં ભાગ્યનો સાથ ઓછો મળશે, તેથી જમીન-મકાન કે શેરબજારમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી ખૂબ જરૂરી છે. ઉધાર આપેલા નાણાં પાછા મેળવવામાં મુશ્કેલી પડશે અને કોઈ નજીકની વ્યક્તિ દ્વારા જ દગો થવાની ભીતિ છે.
આ પણ વાંચો: સંક્રાંતિ અગાઉ 3 રાશિના જાતકો પર શુક્ર મહેરબાન, ધન-વૈભવનું વરદાન મળશે!
સ્વાસ્થ્ય અને સંપત્તિની કસોટી: 2026માં બેવડી તકેદારી જરૂરી
પારિવારિક જીવનમાં પણ આ વર્ષે સંબંધોમાં ખટાશ આવવાની સંભાવના પ્રબળ છે. દામ્પત્ય જીવનમાં મતભેદો અને માનસિક તણાવ વધવાથી ઘરનું વાતાવરણ અશાંત રહી શકે છે. ખાસ કરીને પિતા-પુત્રના સંબંધોમાં વિખવાદ અને પૈતૃક મિલકતને લઈને મોટા પારિવારિક ઝઘડાઓ થવાના યોગ બની રહ્યા છે. સંતાનોની પ્રગતિ અને સુરક્ષાને લઈને પણ ચિંતામાં વધારો થશે. એકંદરે, 2026માં સિંહ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય અને સંપત્તિ બંને બાબતે સતર્ક રહીને શાંતિથી સમય પસાર કરવો પડશે.


