Get The App

સિંહ (મ.ટ.) : પારિવારીક પ્રશ્ને આપને કોઈ ને કોઈ ચિંતા રહ્યા કરે. સાંસારિક જીવનમાં પત્ની સાથે ગેરસમજ, મનદુ:ખ ઉભા થઈ જાય...

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
સિંહ (મ.ટ.) : પારિવારીક પ્રશ્ને આપને કોઈ ને કોઈ ચિંતા રહ્યા કરે. સાંસારિક જીવનમાં પત્ની સાથે  ગેરસમજ, મનદુ:ખ ઉભા થઈ જાય... 1 - image

- તા.૫ ડીસેમ્બરથી તા.૧ જૂન દરમ્યાન આપને સંતાનો સાથ સહકાર મળી રહે. તેની ચિંતા ઓછી થાય

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે મુશ્કેલીવાળું સાબીત થાય. વર્ષ દરમ્યાન શનિની અઢી વર્ષની પનોતી લોખંડના પાયેથી પસાર થઈ રહી છે. ગુરૂનું પરિભ્રમણ પણ ઘણો સમય પ્રતિકૂળ રહેશે જેના લીધે વર્ષ પ્રતિકૂળ રહે.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ નબળું રહે. શનિ આઠમા મૃત્યુસ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે તેથી આપે આરોગ્યનું ધ્યાન રાખવું પડે. આપને કોઈને કોઈ શારીરિક તકલીફ રહ્યા કરે. જૂની બીમારી ફરી ઉથલો મારતાં, વારસાગત, બીમારીમાં સપડાઈ જવાથી આપની મુશ્કેલીમાં વધારો થાય. પેટ-પેઢુની, ગુદા ભાગની, પગની તકલીફથી આપે સંભાળવું પડે. ખાવા-પીવામાં, દવા લેવામાં આપે ધ્યાન રાખવું પડે. બહારનું ખાવામાં ફુડ પોઈઝન થઈ જાય.

વર્ષના પ્રારંભથી તા. ૫ ડીસેમ્બર સુધી તેમજ તા.૧ જૂન થી ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળ રહે છે. આ સમય દરમ્યાન સીઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે. જૂની બીમારીમાં પણ વધારો થાય. આંખોમાં દર્દ-પીડા અનુભવાય. ખર્ચ જણાય.

તા.૧૪/૩ થી ૧૪/૪ સુધી સૂર્ય તેમજ તા.૨/૪ થી તા.૧૧/૫ સુધી મંગળ અષ્ટમ સ્થાનમાં શનિ સાથે પરિભ્રમણ કરશે. આ સમય દરમ્યાન આપને શારિરીક-માનસિક કોઈ ને કોઈ તકલીફ રહે. માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે. આપની શારીરિક કષ્ટ-પીડામાં વધારો થાય. છાતીમાં-કમરમાં દર્દ-પીડા જણાય. આપે બેદરકારી રાખવી નહીં. તે સિવાય પેશાબમાં બળતરા-ઈન્ફેક્શનની તકલીફથી આપે સંભાળવું પડે.

ટૂંકમાં વર્ષ દરમ્યાન આરોગ્યની બાબતમાં આપે ગંભીર રહેવું પડે.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ આપના માટે નબળું રહે. વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ આપને રાહત આપનારું રહેશે. પરંતુ શનિની પ્રતિકૂળતા તેમજ ગુરૂની પ્રતિકૂળતા સાનુકૂળતા આપને નાંણાકીય મુશ્કેલી રખાવે. વર્ષ દરમ્યાન શનિની પ્રતિકૂળતા આપને આરોગ્ય સંબંધી કોઈ ને કોઈ ખર્ચ રખાવે. તે સિવાય કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને પણ  આપને ખર્ચ રહ્યા કરે. સામાજિક-વ્યવહારિક કામમાં આડા-અવળા ખર્ચાઓથી સંભાળવું પડે.

વર્ષના પ્રારંભથી માગશર વદ-છઠ સુધી તેમજ અધિક જેઠ વદ - એકમથી આસો વદ છઠ સુધી આપ બારમા ગુરૂના બંધનમાં રહેશો. આ સમય દરમ્યાન આપને કોઈ ને કોઈ આકસ્મિક ખર્ચ આવ્યા કરે જેને તમે ટાળી ના શકો. જાવકનું પ્રમાણ વધી જતાં આપને નાંણાભીડ અનુભવાય. તે સિવાય મોસાળપક્ષે-સાસરીપક્ષે બીમારી - ચિંતા - ખર્ચનું આવરણ આવી જાય.

તા.૨૨ જૂન થી તા. ૭ જુલાઈ અને તા.૫ ઓગસ્ટથી તા.૨૨ ઓગસ્ટ દરમ્યાન આવક એકદમ બંધ થઈ ગઈ છે તેઓ અહેસાસ થાય. આ સમય દરમ્યાન આપે નાંણાકીય લેવડ દેવડમાં વિશેષ સાવધાની રાખવી પડે. પૈસા ભરેલું પાકીટ ચોરાઈ કે ખોવાઈ ન જાય તેની તકેદારી આપે રાખવી પડે.

તા.૧૮ સપ્ટેમ્બરથી વર્ષના અંત સુધી આપને માતા-પિતાના આરોગ્ય બાબતે ખર્ચ-ખરીદી જણાય. જમીન-મકાન-વાહનની કોઈ ને કોઈ તકલીફના લીધે આકસ્મિક ખર્ચ આવ્યા કરે. આયાત-નિકાસના કાર્યમાં, પરદેશના કામમાં રૂકાવટ-મુશ્કેલી આવી જતાં આપના ખર્ચમાં વધારો જણાય.

ટૂંકમાં વર્ષ દરમ્યાન આપે નાંણાકીય આયોજન ખૂબ જ સમજદારીપૂર્વક અને સંભાળીને કરવું પડે.

પત્ની - સંતાન - પરિવાર

કૌટુંબિક - પારિવારીક પ્રશ્ને વર્ષ દરમ્યાન આપને કોઈ ને કોઈ ચિંતા રહ્યા કરે. સાંસારિક જીવનમાં પત્ની સાથે વાદ-વિવાદ - ગેરસમજ - મન દુ:ખ ઉભા થઈ જાય.

તે સિવાય વર્ષના પ્રારંભથી તા.૫ ડીસેમ્બર તેમજ તા.૧ જૂન થી તા.૩૧ ઓક્ટોબર દરમ્યાન આપને સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ રહ્યા કરે. તેની શારીરિક - માનસિક - અસ્વસ્થતા - અભ્યાસ - કારકીર્દિની ચિંતા આપને સતાવ્યા કરે. સાસરીપક્ષ - મોસાળપક્ષમાં બીમારી - ખર્ચનું આવરણ આવી જાય.

જો કે તા.૫ ડીસેમ્બરથી તા.૧ જૂન દરમ્યાન આપને સંતાનો સાથ સહકાર મળી રહે. તેની ચિંતા ઓછી થાય. અવિવાહીત સંતાનના વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થવાથી આપને આનંદ રહે. પત્ની સાથે પણ મનમેળ સારો રહે.

ચૈત્ર-વૈશાખ માસમાં આપને માતાના આરોગ્યની ચિંતા જણાય.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે મધ્યમ રહેશે. વર્ષ દરમ્યાન શનિની પ્રતિકૂળતાને લીધે આરોગ્ય વિષયક તકલીફોના લીધે કામમાં મન લાગે નહીં. કામ કરવાની ઈચ્છા ન હોવા છતાં અનિચ્છાએ આપે કામ કરવું પડે. જેના લીધે કામમાં ભૂલો થવાથી આપનું કામ વધે અને આપે ઉપરીવર્ગનો ઠપકો સાંભળવો પડે. આપની પ્રગતિની ઈર્ષ્યા કરનાર વર્ગ, હરિફવર્ગ આપને કોઈ ને કોઈ મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસો કર્યા કરે અને આપને મુશ્કેલીમાં જોઈ આનંદ ઉઠાવે. તે સિવાય કામ અંગેની વ્યસ્તતા - દોડધામ - શ્રમ - કામના દબાણ - તણાવની અસર આપના કામ અને સ્વાસ્થ્ય બન્ને પર પડે. બીમારી કે અન્ય કોઈ ને કોઈ કારણસર વારંવાર રજાઓ લેવી પડે અને આપના કામમાં વધારો થતો જાય. ઉપરીવર્ગ - સંચાલક મંડળ પણ આપની વારંવારની રજાઓથી નારાજ રહે.

તે સિવાય વર્ષના પ્રારંભથી તા.૫ ડિસેમ્બર તેમજ તા.૧ જૂન થી તા.૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપની પ્રતિકૂળતા મુશ્કેલીમાં વધારો કરે. આપે વાણીની સંયમતા રાખીને કામ કરવું પડે. વાદ-વિવાદ ગેરસમજ - મન દુ:ખના લીધે કાર્ય સ્થળનું વાતાવરણ તંગ રહે અને આપની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચે. કોર્ટ-કચેરી કે ખાતાકીય તપાસમાં ફસાઈ ન જાવ તેની તકેદારી આપે રાખવી પડે. પહેલેથી જ કોઈ કાર્યવાહી કે કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો આ સિવાય દરમ્યાન આપની મુશ્કેલીમાં વધારો થાય. આપે મૌન રહી ધીરજ અને શાંતિથી દિવસો પસાર કરી લેવા. તેમ છતાં માગશર વદ છઠથી અધિક - જેઠ વદ એકમ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકૂળ રહેતાં આપને રાહત મળી રહે. આપના કામમાં આકસ્મિક સરળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. આપના કેટલાંક અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ અનુભવો. આપને લાભ ફાયદો મળી રહે.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

ધંધાકીય દ્રષ્ટિએ વર્ષ આપના માટે આરોહ-અવરોહવાળું રહે. લોખંડના પાયે ચાલી રહેલી શનિની પનોતી આપને કષ્ટ-પીડા રખાવે. સ્વાસ્થ્ય - સંબંધી તકલીફોના લીધે ધંધામાં પૂરતું ધ્યાન આપી શકો નહીં. માણસોના ભરોસે ધંધો છોડો તો આપે પસ્તાવવું પડે. આપના હરિફવર્ગ - ઈર્ષ્યા કરનાર વર્ગ આપને નુકસાની થાય, મુશ્કેલી પડે તેવા પ્રયત્નો કર્યા કરે. આપના ગ્રાહકવર્ગ ને  તોડવાના પ્રયાસો કરે. જૂના ગ્રાહકો પણ બીજે વળતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. સંયુક્ત ધંધામાં વાદ-વિવાદ - ગેર સમજ, મન દુ:ખ ઉભા થઈ જાય. કૌટુંબિક - પારિવારીક પ્રશ્નોને લીધે ચિંતા-ઉચાટ રહે. ધંધામાં મન લાગે નહીં તેવું બને.

વર્ષના પ્રારંભથી માગશર વદ એકમ સુધી તેમજ અધિક જેઠ વદ એકમ થી આસો વદ છઠ સુધી ગુરૂનું પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળ રહે છે તેથી આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ - મુશ્કેલી રહ્યા કરે. આપના ગણત્રી ધારણા અવળતા  પડતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. માલ બગડી જાય, તૂટી જાય, પાછો આવે કે ઓર્ડર કેન્સલ થવાના લીધે આપે નુકસાનીનો સામનો કરવો પડે. ઉધારીમાં ધંધો કરતાં હોવ તો સમયસર ઉઘરાણી ન આવવાથી, ઉઘરાણીના નાંણા ફસાઈ જવાથી આપના પર નાંણાકીય સંકટ આવી પડે. દેવાનો બોજ વધતો જાય.

પરંતુ તા.૫ ડીસેમ્બરથી તા. ૧ જૂન સુધી ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકૂળ રહે છે તેથી આપને રાહત રહે. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો જણાય. પત્ની-સંતાનનો સાથ સહકાર મળી રહે. આપની બુધ્ધિ અનુભવ - આવડત મહેનતથી ધંધો વધારી શકો. નવા ગ્રાહક બંધાતા આપને આનંદ જણાય. ધંધાકીય મહત્વના નિર્ણયો લઈ શકાય.

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગ વર્ષ દરમ્યાન સ્વાસ્થ્યની કાળજી રાખીને પોતાનું કામકાજ કરવું. સાંસારિક જીવનમાં પતિ સાથે વાદ-વિવાદ - મન દુ:ખ થઈ જાય. તે સિવાય પતિના આરોગ્ય બાબતે આપને ચિંતા જણાય. વર્ષ દરમ્યાન કૌટુંબિક - પારિવારીક પ્રશ્ને આપની ચિંતા - પરેશાનીમાં વધારો થાય. સંયુક્ત માલ-મિલ્કત કે અન્ય પ્રશ્ને આપે મૌન રહી શાંતિ રાખવી. વાદ-વિવાદમાં ઉતરવું નહીં. વ્યવસાયી મહિલાઓને ઘર-પરિવાર અને નોકરી-વ્યવસાયની જવાબદારીઓ એક સાથે સંભાળવામાં મુશ્કેલી જણાય. બન્ને કામ વચ્ચે સંતુલન જાળવવા આપને તકલીફ પડે. ઘણીવાર નોકરી - વ્યવસાય છોડી દેવાની ઈચ્છા થાય, આરોગ્ય પણ આપને સાથ આપે નહીં. તેમ છતાં માગશર વદ થી અધિક જેઠના સુદ સુધીનો સમય આપના માટે થોડો રાહતવાળો રહે. સંતાનનો સહકાર મળી રહે.

વિદ્યાર્થીવર્ગ

વિદ્યાર્થીવર્ગ માટે વર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન સ્વાસ્થ્ય સંબંધી કોઈને કોઈ પરેશાની આપને રહ્યા કરે. લાંબો સમય જાગીને, ઉજાગરા કરીને અભ્યાસ કરવો આપના માટે હિતાવહ રહેશે નહીં. વર્ષના પ્રારંભથી જ આપે અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી. કોઈના ભરોસે રહેવું નહીં. પરીક્ષા સમયે બીમારી - અકસ્માત, હતાશા - નિરાશાથી આપે સંભાળવું પડે. કૌટુંબિક - પારિવારીક વાતાવરણ, પ્રશ્નના લીધે આપના અભ્યાસ પર અસર પડે. કારકીર્દિનું વર્ષ હોય તેમણે ખૂબ જ સાવધાની રાખવી. થોડાક ગુણ માટે લાઈન ના બદલવી પડે તેની તકેદારી રાખવી. જો કે વધુ અભ્યાસ અર્થે પરદેશની કાર્યવાહી કરવા માંગતા હોય તો થઈ શકે.

તા.૫ ડીસેમ્બરથી તા.૧ જૂન દરમ્યાન ગુરૂની સાનુકૂળતા આપને અભ્યાસક્રમમાં સરળતા રખાવે. આપના આયોજન મુજબ અભ્યાસ થઈ શકે. તેથી આ સમયનો મહત્તમ ઉપયોગ કરી લેવો.

ઉપસંહાર

વિક્રમ સંવત ૨૦૮૨નું આ વર્ષ આપના માટે ઉતાર-ચઢાવનું રહેશે. ક્યારેક કામમાં સરળતા મળી રહે તો ક્યારેક કામમાં આપને મુશ્કેલી અનુભવાશે. તેથી આપે ધીરજ અને શાંતિ રાખીને સમય, સંજોગો પરિસ્થિતિ  અનુસાર નિર્ણયો લઈ આગળ વધવું. વર્ષ દરમ્યાન આપે આપના સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું પડે. આપની બેદરકારી, એક ભૂલ આપના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ ઉપરાંત નાંણાકીય આયોજનની બાબતે પણ આપે સંભાળવું પડે.

ખેડૂતવર્ગ

ખેડૂતવર્ગ માટે વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ મધ્યમ રહે. મહેનતના પ્રમાણમાં સફળતા મળે નહીં. પાક ઓછો ઉતરવાને લીધે કે બગડી જવાને લીધે આપની મુશ્કેલીમાં વધારો થાય. નાંણાકીય નુકશાન થઈ જાય. ખેતરમાં કામ કરતી વખતે અગ્નિ-ઈલેક્ટ્રીકથી દાઝવાથી સંભાળવું પડે. ખેતરમાં વધુ પડતી રાસાયણીક દવાનો ઉપયોગ કરવાથી પાક બગડી જાય તેમજ આપના સ્વાસ્થ્ય પર પણ અસર પડે. ખેતીના ઓજાર તૂટી જવાથી, બગડી જવાથી સમયસર કામ થઈ શકે નહીં તે સિવાય આપે પાણી કે અન્ય બાબતોમાં કુદરત કે બહારના માણસના ભરોસે રહ્યા વગર પોતાની જાતે વ્યવસ્થા કરી લેવી. વર્ષના પ્રારંભમાં તેમજ અંતમાં આપે નાંણાકીય નુકશાનીથી સંભાળવું પડે. હરિફવર્ગ - ઈર્ષ્યા કરનાર વર્ગ સાથે વાદ-વિવાદ થઈ જાય.

ઉધારીમાં ધંધો કરતાં હોવ તો સમયસર ઉઘરાણી ન આવવાથી, ઉઘરાણીના નાંણા ફસાય....