જન્માષ્ટમી પર આપની રાશિ પ્રમાણે કરો વિશેષ પૂજા, તમામ મનોકામના થશે પૂર્ણ
અમદાવાદ, તા. 1 સપ્ટેમ્બર 2018 શનિવાર
ભગવાન કૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની આઠમના દિવસે થયો હતો. જેથી દર વર્ષે ભાદરવા માસની કૃષ્ણ અષ્ટમીને જન્માષ્ટમી કહેવામાં આવે છે અને આ દિવસે કૃષ્ણ જન્મોત્સવ મનાવામાં આવે છે.
આ તહેવાર સમગ્ર દેશમાં ધામ ધૂમથી ઉજવવામાં આવે છે. આઠમે રાતે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવે છે અને પૂજા-આરતી કરવામાં આવે છે. દેવકીનંદનની પૂજા તમામ વિધિ-વિધાનથી કરવામાં આવે છે. આ દિવસે સવારે જલ્દી સ્નાન કરીને કાન્હાજી માટે પારણાં સજાવવામાં આવે છે. તેમજ તે પારણામાં સુગંધિત પુષ્પનો ઉપયોગ કરવામાં આવે છે. આ દિવસે કાન્હાજીને માખણ મિશ્રી સિવાય બીજા ઘણા વિશેષ પ્રકારના ભોગ લગાવવામાં આવે છે.
જન્માષ્ટમીના દિવસે આ રીતે કરો કૃષ્ણની પૂજા
કાન્હાજીની પૂજા કરવાથી વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. તેમજ ભગવાન શ્રીકૃષ્ણનું આ દિવસે શુદ્ધ જળથી સ્નાન કરવામાં આવે છે તેના પછી દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ અને પંચામૃતથી સ્નાન કરવામાં આવે છે. બધા સ્નાન પછી શુદ્ધ જળથી સ્નાન કરાવીને દૂધથી અભિષેક કરીને ભગવાનને વસ્ત્રો પહેરાવામાં આવે છે.
ગોપાલજીની આ રીતે પૂજા કરવાથી તમારી તમામ મનોકામના પૂરી થાય છે તેમજ તમારું જીવન સુખમય રહે છે. પરંતુ રાતે 12 વાગ્યા સુધી ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજા માટે જન્મ આરતી કરવી અને તેને રાશિ પ્રમાણે સજાવવાથી તમારી જે પણ ઈચ્છા હશે તે પૂરી થશે.
પોતાની રાશિ પ્રમાણે કરો ભગવાન કૃષ્ણની પૂજા
મેષ- આ રાશિના જાતકે કાન્હાજીને લાલ વસ્ત્ર પહેરાવવા અને તેમને કંકુનું તિલક લગાવવુ
વૃષભ- આ રાશિના જાતકોએ કૃષ્ણને ચાંદીના વરખથી શ્રૃંગાર કરવો અને સફેદ ચંદનનું તિલક કરવુ
મિથુન- આ રાશિના લોકોએ ગોપાલજીને લહેરિયા વસ્ત્ર પહેરાવવા અને ચંદનનું તિલક કરવુ
કર્ક- કર્ક રાશિના જાતકોએ કૃષ્ણને સફેદ રંગના વસ્ત્ર પહેરાવવા અને દૂધનો ભોગ લગાવવો
સિંહ- આ રાશિના લોકોએ કૃષ્ણને ગુલાબી રંગના વસ્ત્ર પહેરાવવા અને અષ્ટગંધનું તિલક કરવુ
કન્યા- દેવકી નંદનને લીલા વસ્ત્રો પહેરાવવા અને માવા મિશ્રીનો ભોગ લગાવવો
તુલા- આ રાશિના જાતકે ગોપાલજીને કેસરિયા વસ્ત્રો પહેરાવવા અને માખણનો ભોગ લગાવવો
વૃશ્ચિક- આ રાશિના જાતકે નંદલાલને લાલ વસ્ત્રો પહેરાવવા અને દૂધમાંથી બનાવેલી મીઠાઈનો ભોગ લગાવવો
ધન- આ લોકોએ કૃષ્ણને પીળા વસ્ત્રો પહેરાવવા અને પીળી રંગની મીઠાઈનો ભોગ લગાવવો
મકર- આ રાશિના જાતકોએ ગોપાલજીને સોનેરી રંગના વસ્ત્રો પહેરાવવા અને મિશ્રીનો ભોગ લગાવવો
કુંભ- આ રાશિના જાતકોએ કૃષ્ણને વાદળી રંગના વસ્ત્રો પહેરાવવા અને માવા મિશ્રીનો ભોગ લગાવવો
મીન- આ રાશિના જાતકોએ કાન્હાજીને ગુલાબી રંગના વસ્ત્રો પહેરાવવા અને લાડવાનો ભોગ ધરાવવો