Get The App

આજે જન્માષ્ટમીના પર્વ પર કરો કૃષ્ણ ચાલીસાના પાઠ, તમામ કામમાં મળશે સફળતા

જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ.

કૃષ્ણ ચાલીસાનો પાઠ કરવાથી મુરલી મનોહરની વિશેષ કૃપા થાય છે

Updated: Sep 6th, 2023

GS TEAM

Google News
Google News
આજે જન્માષ્ટમીના પર્વ પર કરો કૃષ્ણ ચાલીસાના પાઠ, તમામ કામમાં મળશે સફળતા 1 - image
Image Twitter 

તા. 6 સપ્ટેમ્બર 2023, બુધવાર 

જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. માન્યતા પ્રમાણે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણની ચાલીસાનો પાઠ કરવાથી મુરલી મનોહરની વિશેષ કૃપા થાય છે. આ સાથે જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ અને દુખ સમાપ્ત થઈ જાય છે. 

માન્યતા પ્રમાણે કૃષ્ણ ચાલીસાનો પાઠ કરવાથી મુરલી મનોહરની વિશેષ કૃપા થાય છે.

દર વર્ષે શ્રાવણ વદ આઠમ એટલે કૃષ્ણ જન્માષ્ટમી મનાવવામાં આવે છે. આ વર્ષે આજે લોકો 6 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી મનાવે છે તો ક્યાંય 7 સપ્ટેમ્બર રોજ મનાવી રહ્યા છે. જન્માષ્ટમીના દિવસે લોકો વ્રત પણ રાખતા હોય છે અને પૂજા પણ કરતાં હોય છે. માન્યતા પ્રમાણે આ વ્રત કરવાથી વ્યક્તિએ આખામાં વર્ષમાં કરેલા વ્રત જેટલું ફળ મળે છે. આ ઉપરાંત કૃષ્ણ ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. માન્યતા પ્રમાણે કૃષ્ણ ચાલીસાનો પાઠ કરવાથી મુરલી મનોહરની વિશેષ કૃપા થાય છે. આ સાથે જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ અને દુખ સમાપ્ત થઈ જાય છે. 

 શ્રી કૃષ્ણ ચાલીસા 

શ્રી કૃષ્ણાયે નમઃ

 ( દોહરા )

બંસી શોભિત કર મધુર , નીલજલદ તન શ્યામ 

અરુણ અધર જનુબિમ્લ ફલ , નયન કમલ અભિરામ 

પૂર્ણ ઇન્દ્ર અરવિન્દ મુખ , પીતામ્બર શુભ સાજ 

જય મનમોહન મદન છવિ , કૃષ્ણ ચન્દ્ર મહારાજ 

જય યદુનન્દન જય જગવન્દન , જય વસુદેવ દેવકી નન્દન . 

જય યશોદા સુત નન્દદુલારે , જય પ્રભુ ભક્તનકે દંગ તારે . 

જય નંદનાગર નાથ નથઇયા , કૃષ્ણ કન્હૈયા ધેનુ ચરઇયા .  

 પુનિ નખ પર પ્રભુ ગિરિધર ધારો , આઓ દીનન કષ્ટ નિવારો .  

 બેંસી મધુર અધર ધરિ ટેરી , હોવે પૂર્ણ વિનય યહ મેરી . 

આઓ હરિ પુનિ માખન ચાખો , આજ લાજ અમારી રાખો . 

ગોલ કપોલ ચિબુક અરુણા રે , મૃદુ મુસ્કાન મોહિની ડારે . 

રંજિત રાજિવ નયન વિશાલા , મોર મુકુટ વૈજયન્તીમાલા . 

કુડલ શ્રવણ પીતપટ આછે , કટિ કિંકણી કાછન કાછે .   

નીલ જલજ સુન્દર તનુ સોહૈ , છવિ લખિ સુર નર મુનિ મન મોહૈ

 મસ્તક તિલકે અલકે ઘુંઘુરાલે , આઓ કૃષ્ણ બાંસુરી વાલે . 

કરિ પય પાન , પૂતનહિ તાર્યો , અકા બકા કાગા સુર માયો . 

મધુવન જલત અગ્નિવ જ્વાલા , ભયે શીતલ , લખિતહિ નન્દલાલા . 

સુરપતિ જબ બ્રજ ચઢ્યો રિસાઈ , મૂસરધાર વારિ વર્ષાઈ . 

લગત - લગત બ્રજ ચહન બહાયો , ગોવર્ધન નખધારિ બચાયો . 

લખિ યશોદા મન ભ્રમ અધિકાઈ , મુખ મહં ચૌદહ ભુવન દિખાઈ .  

 દુષ્ટ કંસ અતિ ઉધમ મચાયો , કોટિ કમલ જબ ફૂલ મંગાયો . 

નાથિ કાલિયહિં તબ તુમ લીન્હ , ચરનચિહ્ન દેનિર્ભય કીન્હે 

કરિ ગોપિન સંગ રાસ વિલાસા , સબકી પૂરણ કરિ અભિલાષા . 

કેતિક મહા અસુર સંહાર્યો , કંસહિ કેસ પકડિ દે માર્યો . 

માત - પિતાકી બન્દિ છુડાઈ , ઉગ્રસેન કહે રાજ દિલાઈ , 

મહિસે મૃતક છહો સુત લાયો , માતુ દેવકી શોક મિટાયો . 

ભૌમાસુર મુર દૈત્ય સંહારી , લાયે ષટ દસ સહસ્ત્ર કુમારી . 

દૈ ભીમહિ તૃણચીર સંહારા , જરાસંધ રાક્ષસ કહે મારા . 

અસુર બકાસુર આદિક મારયો , ભક્તનકે તબ કષ્ટ નિવારિયો  

દીન સુદામાકે દુઃખ ટારયો , તંદુલ તીન મૂઠિ મુખ ડારયો  

પ્રેમકે સાગ વિદુર ઘર માંગે , દુર્યોધનકે મેવા ત્યાગે   

 લખી પ્રેમકી મહિમા ભારી , ઐસે શ્યામ દીન હિતકારી 

 મારથકે પારથ રથ હાંકે , લિએ ચક્ર કર નહિં બલ થાંકે  

 નિજ ગીતાકે જ્ઞાન સુનાયે , ભક્તન હૃદય સુધા વષૉયે 

મીરાંથી ઐસી મતવાલી , વિષ પી ગઈ બજા કર તાલી 

રાણા ભેજા સાંપ પિટારી , શાલિગ્રામ બને બનવારી 

નિજ માયા તુમ વિધિહિં દિખાયો , ઉરસે સંશય સકલ મિટાયો  

તવ શત નિન્દા કરિ તત્કાલા , જીવન મુક્ત ભયો શિશુપાલા 

 જબહિં દ્રૌપદી ટેર લગાઈ , દીનાનાથ લાજ અબ જાઈ 

તુરતહિ વસન બને નન્દલાલા , બઢે ચીર ભયે અરિ મુંહ કાલા  

અસ અનાથકે નાથ કન્ડેયા , ડૂબત ભંવર બચાવત નઇયા 

‘સુન્દરદાસ ’ આસ ઉર ધારી , દયાદેષ્ટિ કીજૈ બનવારી

 નાથ સકલ મમ કુમતિ નિવારો , ક્ષમહુ બેગિ અપરાધ હમારો 

ખોલો પટ અબ દર્શન દીજૈ , બોલો કૃષ્ણ કનહૈયાકી જૈ 

( દોહરો )   

યહ ચાલીસા કૃષ્ણકા , પાઠ કરે ઉર ધારિ 

અષ્ટ સિદ્ધિ નવનિધિ ફલ , લહૈ પદારથ ચારિ 

કૃષ્ણ કનહૈયાકી જૈ

Tags :