ભગવાન શિવજીએ શ્રીકૃષ્ણના મિત્ર સુદામાનો વધ કર્યો હતો, જાણો કારણ...
અમદાવાદ, તા. 18 મે 2018 શુક્રવાર
ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર સુદામા પોતાની મિત્રતાના કારણે શાસ્ત્રોમાં પ્રખ્યાત છે. શ્રી કૃષ્ણના મનમાં પોતાની અલગ જ છબી બનાવનાર સુદામાને દુનિયા આજે પણ મિત્રતાના રૂપમાં યાદ કરે છે. પરંતુ સુદામાનું એક રૂપ એવું હતુ.
જેના કારણે ભગવાન શિવને તેમનો વધ કરવો પડ્યો હતો. આ સત્ય પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે પણ આવુ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. પરંતુ એવું તો શું થયું હતું કે ભગવાન શિવે સુદામાનો વધ કરવો પડ્યો હતો.
શંખચૂર્ણના રૂપમાં થયો હતો સુદામાનો પુર્નજન્મ
સ્વર્ગના ગોકુળમાં સુદામા અને વિરાજા નિવાસ કરતી હતી. સુદામા વિરાજાને પ્રેમ કરતા હતા પરંતુ વિરાજા કૃષ્ણને પ્રેમ કરતી હતી, એક વખત જ્યારે વિરાજા અને કૃષ્ણ પ્રેમમાં લીન હતા, ત્યારે સ્વંય રાધા પ્રગટ થઈ.
રાધાએ વિરાજાને શ્રીકૃષ્ણની સાથે જોઈને વિરાજાને ગૌલોકથી પૃથ્વી પર નિવાસ કરવાનો શ્રાપ આપ્યો અને કોઈ કારણોસર રાધાજીએ સુદામાને પણ પૃથ્વી પર નિવાસ કરવાનો શ્રાપ આપ્યો હતો.
જેનાથી તેમને સ્વર્ગથી પૃથ્વી પર આવવું પડ્યું હતું. મૃત્યુ પછી સુદામાનો જન્મ રાક્ષસ રાજદમ્બના ત્યાં શંખપૂર્ણના રૂપમાં થયો અને વિરાજાનો જન્મ ધર્મરાજાને ત્યાં તુલસીના રૂપમાં થયો હતો.
તુલસી સાથે થયા હતા શંખચૂર્ણના વિવાહ
શંખચૂર્ણ માતા તુલસી સાથે વિવાહ પછી તેમની સાથે પોતાની રાજધાની પરત આવી ગયા હતા. શંખચૂર્ણને ભગવાન બ્રહ્મા દ્વારા વરદાન હતું કે જ્યાર સુધી તુલસી તારા પર વિશ્વાસ કરશે ત્યાં સુધી તને કોઈ હરાવી નહીં શકે. શંખચૂર્ણને રક્ષા માટે એક કવચ પણ આપવામાં આવ્યુ હતુ.
શંખચૂર્ણ ધીમે ધીમે યુદ્ધ જીતીને ત્રણેય લોકનો સ્વામી બની ગયો હતો. શંખચૂર્ણના ક્રૂર અત્યારચારથી પરેશાન દેવતાઓ ભગવાન બ્રહ્મા પાસે તેનાથી છુટકારો મેળવવા માટે ગયા હતા.
બ્રહ્મા આ વિશે ભગવાન વિષ્ણુ પાસે સલાહ માટે ગયા હતા. વિષ્ણુજીએ દેવતાઓને શિવજી પાસેથી સલાહ લેવા માટે કહ્યું.
દેવતાઓની ને સમજતા શિવજીએ શંખપૂર્ણ સાથે યુદ્ધ કરવા માટે પોતાના પુત્ર ગણેશ અને કાર્તિકને મોકલ્યા હતા. તેના પછી ભદ્રકાળીએ પોતાની વિશાળ સેનાની સાથે શંખચૂર્ણ સાથે યુદ્ધ કર્યું હતું પરંતુ શંખચૂર્ણ પર ભગવાન બ્રહ્માનું વરદાન હોવાને કારણે તેનો વધ કરવો મુશ્કેલ હતો.
અંતે ભગવાન વિષ્ણુ યુદ્ધ દરમિયાન પ્રગટ થયા શંખચૂર્ણ પાસેથી તેમનું કવચ માંગ્યુ હતું, જે બ્રહ્માજીએ આપ્યુ હતુ. શંખચૂર્ણએ તરત કવચ ભગવાન વિષ્ણુને આપી દીધુ હતુ.
ભગવાન શિવે કર્યો શંખચૂર્ણનો વધ
ભગવાન વિષ્ણુ તે કવચ પહેરીને માતા તુલસીની સામે શંખચૂર્ણના અવતારમાં ઉપસ્થિત થયા. તેમનું સ્વરૂપ જોઈને માં તુલસી તેમને પોતાનો પતિ માનીને તેમનો આદર સત્કાર કર્યો, અને તેના કારણે માં તુલસીની પતિવ્રતા નષ્ટ થઈ ગઈ.
પત્ની તુલસીની પતિવ્રતામાં શંખચૂર્ણની શક્તિ હતી. વરદાનની શક્તિ પૂરી થઈ જતા ભગવાન શિવે શંખચૂર્ણનો વધ કરી દીધો અને દેવતાઓને તેના અત્યાચારથી મુક્ત કરાવ્યા હતા. એટલા માટે શ્રીકૃષ્ણના મિત્ર સુદામાના પુર્નજન્મ શંખચૂર્ણને ભગવાન શિવે વધ કર્યો હતો.