જાણો જ્યોતિષ શાસ્ત્રનું સત્ય શું છે?
- જે 12 રાશિઓની ચર્ચા થાય છે તેમનું નામકરણ યુનાનમાં થયું હતું, ભારતમાં નહીં
અમદાવાદ, તા. 15 મે 2022, રવિવાર
ધ વર્લ્ડ બુક એન્સાઈક્લોપીડિયા પ્રમાણે જ્યોતિષ વિદ્યા એટલે 'આકાશના ગ્રહોની સ્થિતિ દ્વારા મનુષ્યનો સ્વભાવ કે પછી તેના ભાવિ ઉપર થનારી શુભ-અશુભ અસરો જાણવાનું શાસ્ત્ર.'
ચાલો જાણીએ જ્યોતિષ સંબંધી 5 મજેદાર તથ્યોઃ
1. કોઈ પણ જ્યોતિષ (એસ્ટ્રોલોજર) ભવિષ્ય અંગે ત્યારે જ જણાવી શકે છે, જ્યારે આપણું ભવિષ્ય નિશ્ચિત હોય! પણ જો ભવિષ્ય કોઈ ટોટકા, ઉપાયો કે પુરૂષાર્થ વડે બદલી શકાય છે તો આ બદલાઈ શકે તેવું ભવિષ્ય જ્યોતિષના સિદ્ધાંતથી કેવી રીતે બતાવી શકાય છે?
2. જે જ્યોતિષ વેદની આંખ તરીકે બતાવાયું છે તે ફક્ત સૂર્ય અને ચન્દ્રમાની નક્ષત્રીય સ્થિતિ જ્ઞાત કરવા માટે એટલે કે, જાણવા માટે હતું જેથી યોગ્ય સમયે કૃષિ કાર્ય અને યજ્ઞ કરી શકાય. તે જ્યોતિષને આજકાલ એસ્ટ્રોનોમી (ખગોળશાસ્ત્ર) તરીકે ઓળખવામાં આવે છે.
3. જે 12 રાશિઓની ચર્ચા થાય છે તેમનું નામકરણ યુનાનમાં થયું હતું, ભારતમાં નહીં. યુનાની જ્ઞાન સાથે આપણો સંપર્ક સિકંદરના હુમલા બાદ થયો હતો.
4. યુનાનીઓએ આપણા ઋષિઓ દ્વારા માન્ય કરવામાં આવેલા 5 તત્વમાંથી માત્ર 4 જ તત્વને માન્ય કરીને તેમને રાશિઓ સાથએ સંબંધીત કર્યા. તેમણે આકાશ તત્વને સામેલ ન કર્યું.
5. મોટા ભાગે તમે જે જ્યોતિષને ઓળખતા હોવ છો તે તમને કહેતા હોય છે કે, 99% એસ્ટ્રોલોજર ખોટા છે, ઝોલાછાપ છે, તેમના કારણે જ જ્યોતિષ વિદ્યા બદનામ થઈ રહી છે.