Get The App

જાણો વાસ્તુ શાસ્ત્ર અનુસાર વૃક્ષ કાપવાના સાચા નિયમો

Updated: Aug 19th, 2023

GS TEAM

Google News
Google News
જાણો વાસ્તુ શાસ્ત્ર અનુસાર વૃક્ષ કાપવાના સાચા નિયમો 1 - image

                                                               Image Source: Freepik

અમદાવાદ, તા. 19 ઓગસ્ટ 2023 શનિવાર

જે વૃક્ષ સૂકાઈ ગયા હોય, જેમના પાંદડા ખરી ગયા હોય, જેની પર ફળ-ફૂલ વગેરે ન આવતા હોય, જે કોઈ સ્થળમાં અવરોધ નાખી રહ્યા હોય કે કોઈના માટે ઉપયોગી ન હોય એટલે કે અનિચ્છનીય વૃક્ષોને લોકો કાપી નાખતા હોય છે પરંતુ તે લોકો પોતાની સુવિધા અનુસાર કોઈ પણ સમયે આ વૃક્ષોને કાપી નાખતા હોય છે, જે અયોગ્ય છે. કોઈ પણ પ્રકારના વૃક્ષને કાપવા માટે એક યોગ્ય સમય અને એક યોગ્ય વિધિ હોય છે, જેનું પાલન કરવુ જરૂરી હોય છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર નક્ષત્રોના હિસાબે મૃગશિરા, પુનર્વસુ, અનુરાધા, હસ્ત, મૂળ, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, સ્વાતિ અને શ્રવણ નક્ષત્રમાં વૃક્ષોને કાપવા સારા હોય છે. આ સિવાય કોઈ પણ વૃક્ષને કાપવા માટે પહેલા તેનુ પૂજન પણ કરવુ જોઈએ. 

સૌથી પહેલા ગંધ, પુષ્પ અને નૈવેદ્યથી વૃક્ષની પૂજા કરો. પછી તેની ડાળને સ્વચ્છ વસ્ત્રથી ઢાંકીને તેની પર સફેદ રંગનું સુતરાઉ લપેટી દો. પછી વૃક્ષને પ્રાર્થના કરો કે આ વૃક્ષ પર જે પ્રાણી વાસ કરે છે, તેમનુ કલ્યાણ થાય, તેમને મારા વંદન છે. તમે મારા દ્વારા આપવામાં આવેલી ભેટને ગ્રહણ કરો, પોતાના વાસ સ્થાનને કોઈ અન્ય સ્થાને લઈ જાવ. 

સાથે જ કહો- હે વૃક્ષોમાં શ્રેષ્ઠ, તમારુ કલ્યાણ થાવ. ગૃહ અને અન્ય કાર્યોના નિમિત્ત મારી આ પૂજાનો સ્વીકાર કરો. આ પ્રકારે પૂજા કર્યા બાદ જળથી વૃક્ષને સિંચીને મધ અને ઘી લગાવેલી કુહાડીથી પૂર્વથી ઉત્તર દિશા તરફ વૃક્ષની ચારે બાજુ ફરવાના ક્રમમાં શાંતિથી તે વૃક્ષને કાપો. વૃક્ષને ગોળાકારમાં કાપવુ જોઈએ અને પછી તેને પડતુ જોવુ જોઈએ.