Get The App

ધનતેરસની સંપુર્ણ વિધિ વિધાન જાણી આ રીતે કરો લક્ષ્મીજીને પ્રસન્ન ।

Updated: Oct 21st, 2022

GS TEAM


Google News
Google News
ધનતેરસની સંપુર્ણ વિધિ વિધાન જાણી આ રીતે કરો લક્ષ્મીજીને પ્રસન્ન  । 1 - image

અમદાવાદ,તા.21 ઓક્ટોબર 2022,શુક્રવાર

મહાલક્ષ્મી માતા ધન્વંતરિ દેવ અને  કુબેર દેવની ઉપાસના કરવાથી વર્ષ પર્યંત ધન સમૃદ્ધિ એશ્વર્ય પ્રાપ્ત થાય છે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે પ્રાચિન સમયથી શાસ્ત્રો માં ધનતેરસનો વિશેષ મહિમા વર્ણવ્યો છે શાસ્ત્ર અનુસાર ધનતેરસને સિદ્ધ રાત્રિ અને દિવસ કહયા છે તેથી જ ધનતેરસએ કરેલી દેવિલક્ષ્મીની પૂજા સહસ્ત્ર ગણી ફળદાયી બને છે માટે અનાદી કાળથી ધનતેરસે માંલક્ષ્મીનું અર્ચન પૂજન કરાય છે પરંતુ સાથે જ ધનતેરસે ધન્વંતરી દેવનું અને કુબેર દેવનું પણ પૂજન કરવું અનિવાર્ય છે તેઓ સમૃદ્ધિ અને ઐશ્વર્યના દેવ છે અને આરોગ્ય સુખાકારીના દેવ ધન્વંતરી છે,  લક્ષ્મીકૃપા અને કુબેર કૃપા તેની જ સાર્થક કહેવાય જેનું આરોગ્ય સારું હોય અને તે ધન એશ્વર્ય અને સુખ સમૃદ્ધિ ભોગવી શકે માટે જ આ દિવસે લક્ષ્મી પૂજન સાથે આ બંને દેવોની આરાધના કરવાનો મહિમા છે 

પારંપારિક રીતે કરાતી મહાલક્ષ્મી પૂજામાં પણ માતા લક્ષ્મીને પ્રિય હોય તેવા પુષ્પ પ્રસાદ પૂજાપો સુગંધ અને વિશેષ મંત્રો દ્વારા કરેલ પૂજાથી અવશ્ય લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે લક્ષ્મી પૂજામાં મા લક્ષ્મીને રિઝવવાની નીચેના પ્રયોગો કરવાથી પણ અચૂક ફળની પ્રાપ્તિ થાય છે

શુભ મુહર્ત સમય 

ધનતેરસ-ધનપૂજા-કુબેરપૂજા ચોપડા લાવવા  આસો વદ-૧૨  શનિવાર તા.૨૨-૧૦-૨૨ આ દિવસે તેરસ સાજે ૬-૦૨ મિનિટ થી શરૂ થશે માટે ત્યારબાદના શુભ મુહૂર્ત માં લક્ષ્મી પૂજન કરાય 

લક્ષ્મી પૂજાના શ્રેષ્ઠ મુહૂર્ત 

સમય  સાંજે ૬-૦૭ થી ૭-૪૧  લાભ  રાત્રે ૯-૧૬ થી ૧૦-૫૦ શુભ

રાત્રે ૧૦-૫૧ થી ૧૨-૨૪ અમૃત

રાત્રે ૧૨-૨૫ થી ૦૧-૫૮ ચલ 

માતાજીને પ્રિય પુજન સામગ્રી 

માતાજીને કમળના પુષ્પ ગુલાબના પુષ્પો અને શ્વેત સુગંધિત પુષ્પો અતિપ્રિય છે તેમજ ગાયના દૂધમાંથી બનાવેલી કોઈપણ મીઠાઈ એમને અતિપ્રિય છે

ગુલાબની સુગંધ મોગરાની સુગંધ કે ચંદનની સુગંધ તેમને અતિ પ્રિય છે તેથી તે અત્તર કપુરી પાન કે સેવન ના પાન સાથે  ખાસ અબીલ ગુલાલ સિંદુર કુમકુમ અક્ષત મીઠા ફળ ફળાદી તેમજ પંચામૃત કેસરબદામ દૂધ  કમળ કાકડી , ગંગાજળ કપૂર, ધૂપ અગરબત્તી ઘીનો દીપક તેલનો દિપક  વગેરે પૂજામાં અવશ્ય રાખવું અને ઉપરોક્ત સામગ્રી સાથે ધામ ધૂમ થી થાળ આરતી વગેરે કરી માતાજીનું પૂજન અર્ચન કરવું 

ખાસ વાત મહાલક્ષ્મી તેમજ કુબેર દેવ  મંત્ર ના જાપ કમળકાકડીની માળા સ્ફટિક ની માળા કે તુલસી ની માળા થી જાપ કરવાથી શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે

1 - મહાલક્ષ્મી પ્રસિદ્ધ બીજ મંત્ર પ્રયોગ

 લક્ષ્મી પૂજા કરતા સમયે સતત તેનો જાપ પૂજા કરનાર એ અને પૂજામાં સાથે બેઠેલ ઘરના સભ્યોએ કરવો કરવો તેમજ મહા  લક્ષ્મીની કૃપા આપણા પર બની રહે તેના માટે પ્રાર્થના પૂર્વક નીચેના મંત્રોમાંથી કોઇપણ મંત્રની ત્રણ માળા  કરવાથી વર્ષ પર્યંત મહાલક્ષ્મી માતાની કૃપા બની રહે છે અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે 

 ૐ  શ્રીં હ્રીં મહાલક્ષ્મયે નમઃ

 ૐ હ્રીં શ્રીં  મહાલક્ષ્મયે નમઃ

2 - લક્ષ્મીપૂજન માંજ ધનવંતરી દેવનું આહવાન

લક્ષ્મીપૂજન માંજ ધનવંતરી દેવનું આહવાન કરી તજ લવિંગ ઈલાયચી મધ કે કપુરી પાન જેવી ઔષધિ પૂજામાં મૂકી અહીં આપેલ મંત્રની એક માળા કરવાથી  ધન્વંતરિ દેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સુંદર સ્વસ્થ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય છે 

ૐ ધન્વંતરયે નમઃ 

ધનતેરસની સંપુર્ણ વિધિ વિધાન જાણી આ રીતે કરો લક્ષ્મીજીને પ્રસન્ન  । 2 - image

3 - કુબેર મહા મંત્ર પ્રયોગ

શાસ્ત્રમાં કહ્યું છે કે કુબેરજી ના આશીર્વાદ હોય તો જ  સુખ-સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે ધન હોય છતાં પણ તેનું ઐશ્વર્ય ભોગવી શકાય છે 

કુબેર મંત્ર જાપ પ્રયોગ

પારંપારિક મહાલક્ષ્મી પૂજન કરી લીધા બાદ ધનતેરસે  જ  કુબેરજી ના ફોટા મૂર્તિ કે યંત્ર સમક્ષ બેસી કમળ કાકડી કે સ્ફટિકની માળાથી અહી દર્શાવેલ કોઈપણ મંત્ર ની 1,કે 3, માળા  કરવી  કુબેર દેવને પ્રાર્થના કરવી કે તેમના આશીર્વાદથી સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્ય ની પ્રાપ્તિ થાય આ મંત્ર ના અચૂક પ્રભાવથી શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં એશ્વર્યા સુખ સમૃદ્ધિ ની પ્રાપ્તિ રહે છે

મંત્ર. 

મંત્ર ૧ : ૐ શ્રી કુબેરાય નમઃ 

મંત્ર ૨:  ૐ  શ્રી યક્ષાય નમઃ

મંત્ર ૩ : ૐ યક્ષાય કુબેરાય વૈષ્ણવણાય ધન ધાન્યાદિ  પતયે ધન ધાન્ય સમૃદ્ધિ મેં દેહિ દાયપ સ્વાહા ! 

આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલ જણાવ્યું કે આ સિવાય પણ ધનતેરસ એ અન્ય કામનાઓ સિદ્ધ કરવા માતાજીની આરાધના કરાય છે

4 - ધંધાવ્યાપાર ઉન્નતિ લક્ષ્મી મંત્ર પ્રયોગ

ૐ ક્લી" વ્યાપારોન્નતિ હ્રીં નમઃ

ધનતેરસ એ વેપાર ધંધા ના  સ્થાને બેસી ઘીનો દીપક તેમજ અગરબત્તીનો ધૂપ કરી તુલસીની માળાથી માંલક્ષ્મી સમક્ષ બેસી અહીં આપેલ મંત્રની ત્રણ માળા કરવી ત્યારબાદ દર શુક્રવારે એક માળા કરવી જ્યાં સુધી વેપાર-ધંધાની ઉન્નતિ ન થાય ત્યાં સુધી આ પ્રયોગ કરવો મહાલક્ષ્મીના મંત્ર પ્રભાવ થી  વેપાર-ધંધાની ઉન્નતિ થાય છે

5 - કાર્યોની સફળતા માટે લક્ષ્મી મંત્ર 

 ૐ હ્રીં કામરૂપીણ્યે શ્રીં નમઃ

ધનતેરસ એ યથાશક્તિ  ઍક ત્રણ કે પાંચ માળા જાપ સંકલ્પ કરી ધરની પૂજામાં ધીનો દીપક કરી સ્ફટિક ની માળાથી કરેલા મંત્ર જાપથી રોકાયેલા કાર્યો પાર પડે છે અને કાર્યોમાં સફળતા મળે છે સાથે જ મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સફળતા અને ધન મળે છે 

ધનતેરસના  દિવસે શુભ મુહર્ત  માં નવા વર્ષ ના ચોપડા સોનું-ચાંદી સિક્કા ઝવેરાત લેવાથી પણ વર્ષ પર્યંત ધન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે

જ્યોતિષી - ચેતન પટેલ

Tags :