ગણેશ ચતુર્થી 2022: જાણો ગણેશ સ્થાપનાના શુભ મુહૂર્ત અને શ્નીજીને રીઝવવાના મંત્રો
અમદાવાદ,તા.29 ઓગસ્ટ 2022, સોમવાર
ભક્તો ગણેશ ચતુર્થીની તૈયારીઓમાં વ્યસ્ત છે, આ વર્ષે ગણેશ ચતુર્થી 31ઓગસ્ટ બુધવારના રોજ ઉજવાશે. આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે.
જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યુ કે, શાસ્ત્રો અનુસાર વિશેષ રૂપે માટીના ગણપતિ બનાવવાનો અને સ્થાપન કરવાનો ખરો મહિમા છે અને તે જ ઉત્તમ ફળ પ્રદાન કરે છે.
જેથી આ ગણેશ પર્વે ગુજરાત સહિત દેશભરમાં શ્રદ્ધાળુઓ માટીના ભગવાન ગણેશની સ્થાપના કરે છે પોતાના ઘર શહેર નગર શેરી દરેક સ્થાને અને પોતાની શ્રદ્ધા અનુસાર ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે દસ દિવસ સુધી આ વર્ષે અનંત ચતુર્દશી 9 સપ્ટેમ્બર શુક્રવારે રહેશે. જે દિવસે આખરી વિસર્જન કરવામાં આવશે.
ભક્તો માટીના ગણેશજીનું સ્થાપન કરી પુજન અર્ચન કરે છે અને વર્ષ પર્યંત માટે ગણેશજીના આશીર્વાદ મેળવે છે અને અનેક લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.
ભગવાન શ્રી ગણેશને પ્રથમ પૂજ્ય દેવ કહેવાય છે કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીનું નામ લેવામાં આવે છે. ભક્તો દ્વારા ભગવાન શ્રી ગણેશનું પોતાના ઘરમાં ઓફિસમાં ફેક્ટરીમાં સોસાયટીમાં નગરમાં કે ગામમાં સ્વાગત કરીએ છીએ અને વર્ષપર્યંત તેમની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.
ગણેશ સ્થાપનાના શુભ મુહૂર્ત જાણી લો
સવારે 6:23 થી 7:57 લાભ
સવારે 7:57 થી 9:31 અમૃત
બપોરે 11:05 થી 12:40 શુભ
સાજે 5:23 થી 6:57 લાભ
રાત્રે. 8:23 થી 9:48 શુભ
ગણેશજીને રીઝવવાના શ્રેષ્ઠ મંત્રો
- ઓમ ગં ગણપતયે નમઃ
- ઓમ એક દંતાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તનો દંતિ પ્રચોદયાત્
ગણેશજીને પ્રિય પ્રસાદ
- ચુરમાના મોદક
- અનેક પ્રકારના મોદક
- ગોળ
પ્રિય પુષ્પ
- લાલ પીળા જાસુદ
- લાલ ગુલાબના પુષ્પ
- પીળા કેસરી ગલગોટા
પ્રિય ફળ
કેળા, ચીકુ, સીતાફળ સફરજન, પપૈયુ
ગણેશજીને ધરો અતિપ્રિય છે અચૂક તેમને અર્પણ કરવી કહેવાય છે કે, ગણેશજીને ધરોની 21 ગાંઠો અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
ગણેશજીને તુલસી પ્રિય નથી તેથી તેમને અર્પણ કરાય નહિ.
ગણેશ ચોથના ચંદ્ર દર્શન ન કરવા જોઈયે ગણેશજીએ શ્રાપ આપેલો છે એના દર્શન કરવાથી કલંક લાગે છે.