Get The App

તમારી કુંડળીમાં રાજ યોગ છે કે નહીં આ સરળ રીતે જાણો

Updated: Feb 5th, 2020

GS TEAM

Google News
Google News
તમારી કુંડળીમાં રાજ યોગ છે કે નહીં આ સરળ રીતે જાણો 1 - image


નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2020, બુધવાર

જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક યોગોને રાજયોગ કહેવામાં આવ્યા છે. આ યોગ એટલા શુભ હોય છે કે જેની કુંડળીમાં તે હોય તે રાજા જેવું જીવન જીવે છે. એટલે કે તેને તેના જીવનમાં દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. પરંતુ પ્રશ્ન એ થાય કે કુંડળીમાં રાજયોગ છે કે નહીં તે કેવી રીતે જાણવું. તો ચાલો આજે તમને જણાવીએ રાજ યોગ વિશે જાણવાની સરળ રીત. આ રીતે તમે જાતે જ જાણી શકશો કે તમારી કુંડળીમાં રાજયોગ છે કે નહીં.

1. મહર્ષિ ભૃગુ અનુસાર જે લોકોની કુંડળીમાં બધા જ ગ્રહ બીજા, ત્રીજા, છઠ્ઠા, આઠમા કે બારમા સ્થાનમાં હોય તે વ્યક્તિ મહાન રાજયોગ સાથે જન્મેલો હોય છે. આવા યોગને સિંહાસન યોગ કહેવાય છે. આ યોગના કારણે વ્યક્તિ રાજગાદી સમાન સ્થાન પ્રાપ્ત કરે છે. વર્તમાન સમયમાં વાત કરીએ તો આવો યોગ હોય તે વ્યક્તિ સરકારમાં ઉચ્ચ સ્થાને અથવા અન્ય ઉચ્ચ પદ પર બિરાજે છે. 

2. જે વ્યક્તિની કુંડળીમાં આઠમા સ્થાનમાં અશુભ ગ્રહ શનિ, સૂર્ય, રાહુ હોય અને શુભ ગ્રહ જેવા કે ગુરુ, ચંદ્ર, શુક્ર જન્મ સ્થાન એટલે પહેલા ઘરમાં હોય તેઓ પણ ભાગ્યશાળી હોય છે. આવા લોકોના ભાગ્યમાં ધ્વજ યોગ હોય છે. આવા લોકો સમાજમાં આદરણીય હોય છે અને મોટા રાજનેતા બને છે. 

3. જેમની કુંડળીમાં ગુરુ પોતાની રાશિ મીન કે ધનમાં હોય. શુક્ર તુલા રાશિમાં અને મંગળ ઉચ્ચ રાશિ મેષમાં હોય તો તે ધન સંપત્તિની બાબતોમાં ભાગ્યશાળી હોય છે. આવા લોકો રાજા સમાન વૈભવ ભોગવે છે. 

4. કુંડળીમાં ચંદ્ર અગિયારમાં ઘરમાં અને ગુરુ ત્રીજા સ્થાનમાં હોય તો પણ રાજયોગ બને છે. આ યોગમાં જન્મેલી વ્યક્તિ રાજા સમાન જીવન જીવે છે. તેઓ સમાજમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે અને ધનવાન બને છે. આ જ રીતે કુંડળીના પાંચમા ઘરમાં બુધ અને દસમા ઘરમાં ચંદ્ર હોય તો રાજયોગનું ફળ પ્રાપ્ત થાય છે. 

5. કુંડળીમાં ગુરુ કર્ક લગ્નમાં હોય એટલે કે ગુરુ ઉચ્ચનો હોય તો વ્યક્તિ જ્ઞાની અને સાહસી હોય છે. આવી વ્યક્તિ સમાજમાં આદર પ્રાપ્ત કરે છે અને રાજા સમાન સુખ પ્રાપ્ત કરે છે. 

6. જેમની કુંડળીમાં બુધ અને ચંદ્ર બંને એક સાથે વૃષભ રાશિમાં કે કન્યા રાશિમાં હોય તો તેઓ વાણી અને ચતુરાઈથી જીવનમાં સફળતા સરળતાથી પ્રાપ્ત કરે છે. આવા લોકો રાજકારણમાં સફળ થાય છે. 


Tags :