Get The App

ખરમાસથી 3 રાશિના જાતકોનું બજેટ બગડશે, જીવનમાં અનેક તકલીફોનું થશે આગમન

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
ખરમાસથી 3 રાશિના જાતકોનું બજેટ બગડશે, જીવનમાં અનેક તકલીફોનું થશે આગમન 1 - image

Kharmas 2025: ગ્રહોના પિતા અને રાજા સૂર્ય સમયાંતરે પોતાની ચાલમાં પરિવર્તન કરે છે. પરંતુ દર વર્ષે ડિસેમ્બરમાં સૂર્યનો ધનુ રાશિમાં પ્રવેશ એ ખૂબ જ અદ્ભૂત ઘટના માનવામાં આવે છે. વાસ્તવમાં જ્યારે સૂર્ય ધન રાશિમાં ગોચર કરે છે ત્યારે ખરમાસની શરૂઆત થઈ જાય છે. જ્યોતિષીઓના મતે આ દરમિયાન સૂર્યનું તેજ ઓછું થઈ જાય છે, કારણ કે આ દરમિયાન સૂર્ય ગુરુના ઘરમાં પ્રવેશ કરે છે, જેના કારણે તેનો પ્રભાવ એકદમ મર્યાદિત થઈ જાય છે.

દ્રિક પંચાગ પ્રમાણે સૂર્ય 16 ડિસેમ્બરે સવારે 4:27 વાગ્યે ધન રાશિમાં પ્રવેશ કરશે. આ જ કારણે ખરમાસની શરૂઆત થઈ જશે. ખરમાસની શરૂઆત થતાં જ માંગલિક કાર્યો પર રોક લાગી જાય છે. તો ચાલો જાણીએ કે ખરમાસ દરમિયાન કઈ રાશિના જાતકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.

વૃષભ રાશિ

ખરમાસથી વૃષભ રાશિના જાતકોએ સાવચેત રહેવું પડશે. કાર્યોમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે. નવી જવાબદારીઓમાં તણાવ વધી શકે છે. આનાથી સહકાર્યકરો સાથે વિવાદ પણ થઈ શકે છે. કોઈપણ નવા બિઝનેસમાં રોકાણ કરવાનું ટાળો. સંબંધોમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેનાથી લગ્ન જીવનમાં તકરાર થઈ શકે છે. દુર્ઘટના પણ ઘટી શકે છે.

મકર રાશિ

ખરમાસથી મકર રાશિના જાતકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, કારણ કે આ દરમિયાન તમને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો નહીં તો તમે વિવાદમાં ફસાઈ શકો છો. તમારે માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે. પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે. વિદેશ પ્રવાસ ટાળો.

આ પણ વાંચો: ખરમાસથી માંગલિક કાર્યો અટકી જશે! જાણો ક્યારથી શરૂ થશે લગ્નના શુભ મૂહુર્ત

મીન રાશિ

ખરમાસ મીન રાશિના જાતકો માટે ખૂબ જ કષ્ટકારક માનવામાં આવી રહ્યો છે. ખર્ચ વધી શકે છે અને બિનજરૂરી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. નોકરીથી લઈને શિક્ષણ ક્ષેત્રમાં વધુ પડતી મહેનત કરવી પડશે, નહીંતર સફળતા હાથ નહીં લાગશે. નોકરી કરતા વ્યક્તિઓએ કાર્યક્ષેત્રમાં ઓફિસ પોલિટિક્સથી બચવુ.