Get The App

ઘરની 4 દિશાઓમાં રાખી દો આ વસ્તુઓ, ચારેય બાજુથી થશે ધનની આવક

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
ઘરની 4 દિશાઓમાં રાખી દો આ વસ્તુઓ, ચારેય બાજુથી થશે ધનની આવક 1 - image


Vastushatra : વાસ્તુશાસ્ત્ર ઘરને સ્વર્ગથી પણ સુંદર અને ખુશહાલ બનાવી શકે છે, તો વાસ્તુદોષ સુંદર ઘરને નરક પણ બનાવી શકે છે. જો આર્થિક તંગી, નકારાત્મકતા અને મુશ્કેલીઓ તમારો પીછો નથી છોડી રહી તો ઘરમાં વાસ્તુનો ઉપાય જરુર કરાવો.

આ ઉપાય કરવાથી ઘરમાં ધનનો પ્રવાહ વધશે. તમારું જીવન સુખ-સમૃદ્ધિથી ભરેલું રહેશે. તેના માટે તમારે ઘરની ચારેય દિશામાં કેટલીક ખાસ વસ્તુઓ રાખવી પડશે.

ઘરની ઉત્તર દિશા 

ઉત્તર દિશા કુબેર ભગવાનની દિશા કહેવામાં આવે છે. ઘરની ઉત્તર દિશામાં કુબેર ભગવાનની એક મૂર્તિ સ્થાપિત કરી દો. આવું કરવાથી કુબેર ભગવાનની કૃપાથી તિજોરીમાં ધનની વૃદ્ધિ થાય છે. 

આ પણ વાંચો: નિવૃત્તિ પછી કોઈ પણ પદ નહીં સંભાળું, CJI ખન્નાએ જણાવ્યો રિટાયરમેન્ટ પ્લાન

ઘરની દક્ષિણ દિશા

ઘરની દક્ષિણ દિશામાં એક પાત્રમાં પીળા રંગની કોડિયો ભરીને રાખી દો. આવું કરવાથી ઘરમાંથી આર્થિક તંગી દૂર થશે અને નાણાની બચત થશે. 

ઘરની પશ્ચિમ દિશા

ઘરની પશ્ચિમ દિશામાં હનુમાનજીની એક નાની ગદા રાખી દો. આવું કરવાથી ઘર તમામ મુશ્કેલીઓ અને અવરોધોથી સુરક્ષિત રહે છે.

ઘરની પૂર્વ દિશા

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની પૂર્વ દિશામાં નાની સ્ફટિકની માછલી અથવા ચાંદીની માછલી રાખો. આવુ કરવાથી ઘરમાં ઝડપથી ધનનો વિકાસ થશે. વાસ્તુશાસ્ત્રમાં માછલીને શુભ માનવામાં આવે છે.

Tags :