Get The App

કરવા ચૌથ પર બનશે અશુભ યોગ, 3 રાશિના જાતકોએ ઍલર્ટ રહેવું

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
કરવા ચૌથ પર બનશે અશુભ યોગ, 3 રાશિના જાતકોએ ઍલર્ટ રહેવું 1 - image

Karwa Chauth 2025: પરિણીત યુગલો માટે કરવા ચૌથનું વ્રત ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. આ દિવસને પતિ-પત્ની વચ્ચેના અતૂટ પ્રેમનું પણ પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્યની કામના માટે નિર્જળા વ્રત રાખે છે અને પૂજા-પાઠ કરે છે. દ્રિક પંચાંગ પ્રમાણે આ વર્ષે કરવા ચૌથનું વ્રત શુક્રવાર, 10 ઑક્ટોબરના રોજ રાખવામાં આવશે. બીજી તરફ આ વર્ષે ગ્રહો અને નક્ષત્રોના દૃષ્ટિકોણથી પણ કરવા ચૌથ પણ ખૂબ જ ખાસ રહેશે.

વાસ્તવમાં કરવા ચૌથના દિવસે ઘણા સંયોગો અને અશુભ યોગ બનશે, જે માનવ જીવનને પ્રભાવિત કરશે. આ દિવસે વિડાલ યોગ અને વ્યાતીપાત યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેના કારણે ઘણી રાશિઓને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. તો ચાલો જાણીએ કે આગામી એક મહિના સુધી કઈ રાશિઓએ સાવધાન રહેવું પડશે. 

1. મેષ રાશિ

આ વખતે મેષ રાશિના જાતકોએ કરવા ચૌથ પર પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. નાની-નાની બાબતો પર વિવાદ વધી શકે છે, જેનાથી સંબંધોમાં તણાવ આવી શકે છે. કોઈ પણ વાતને લઈને જિદ ન કરો. તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ સાવચેત રહેવું પડશે.

2. મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોએ આર્થિક બાબતો અને સંબંધો બંનેમાં ઍલર્ટ રહેવું પડશે. કોઈ જૂના મુદ્દા પર તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. કોઈ વાતને લઈને મૂંઝવણની સ્થિતિ ઊભી થઈ શકે છે. ઑફિસમાં કામનો બોજ વધશે. માનસિક તણાવ વધી શકે છે.

આ પણ વાંચો: કરવા ચૌથના 1 દિવસ અગાઉ થશે શુક્રનું ગોચર, આ રાશિના જાતકો પર થઇ શકે ધનવર્ષા

3. કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોના જૂના વિવાદો ફરીથી શરુ થઈ શકે છે, જેના કારણે તમે હતાશ રહી શકો છો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પોતાના શબ્દો પર નિયંત્રણ રાખવાની જરૂર છે. તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને દલીલ થઈ શકે છે. નાની-નાની બાબતો તમને પરેશાન કરી શકે છે.

ક્યારે બનશે વિડાલ અને વ્યાતીપાત યોગ

પંચાગ પ્રમાણે કરવા ચૌથ પર વિડાલ યોગ સાંજે 5:31થી 8:20 વાગ્યા સુધી રહેશે. આ વચ્ચે વ્યતીપાત યોગ સાંજે 5:41 વાગ્યે શરુ થશે.