કારતક માસની પૂનમને આ કારણે કહે છે 'દેવ દિવાળી', જાણો તેની પૌરાણિક કથા
નવી દિલ્હી, 11 નવેમ્બર 2019, સોમવાર
કારતક માસની પૂર્ણિમાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવએ ત્રિપુરાસુર નામના રાક્ષસનો સંહાર કર્યો હતો. તેના વધની ખુશી મનાવવા દેવોએ આ દિવસે ઉત્સવ ઉજવ્યો હતો. ત્યારબાદ દર વર્ષે કારતક માસની પૂનમના દિવસને દેવોની દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત માન્યતા એવી પણ છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ ધરતી પર મતસ્યાવતાર લીધો હતો. આ દિવસે ગંગા સહિતની નદીઓમાં સ્નાન કરવું પુણ્યશાળી મનાઈ છે.
આ વર્ષે કારતર માસની પૂનમ 12 નવેમ્બર 2019ના રોજ ઉજવાશે. પૂર્ણિમાની તિથિ 11 નવેમ્બરના રોજ સાંજે 6 કલાક અને 2 મિનિટથી પ્રારંભ થશે અને 12 નવેમ્બરની સાંજે 7 કલાક સુધી રહેશે.
કારતક પૂનમની કથા
પૌરાણિક કથા અનુસાર તારકાસુર નામનો એક રાક્ષસ હતો. તેના તારકક્ષ, કમલાક્ષ અન વિદ્યુન્માલી નામના ત્રણ પુત્ર હતા. ભગવાન શિવના પુત્ર કાર્તિકેયએ તેનો વધ કર્યો હતો. પિતાના વધથી ત્રણેય પુત્રો ક્રોધિત થયા અને ઘોર તપ કર્યું. તેમણે તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને અમર થવાનું વરદાન માંગ્યું. બ્રહ્માજીએ તેમને અમરત્વ સિવાય અન્ય કોઈ વર માંગવા કહ્યું. ત્રણેયએ મળી અને વરદાન માંગ્યું કે તેમના માટે ત્રણ અલગ અલગ નગર બનાવવામાં આવે જ્યાં બેસી તેઓ પૃથ્વી અને આકાશમાં ફરી શકે અને જ્યારે તે ત્રણેય એક સાથે હોય અને કોઈ તેને એક બાણથી જ મારે તો જ તેનું મૃત્યુ થાય. બ્રહ્માજીએ તેમને આ વરદાન આપ્યું.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
ત્રણેય વરદાન મેળવી ખુશ થયા. વરદાન અનુસાર તારકક્ષ માટે સોનાનો, કમલા માટે ચાંદી અને વિદ્યુન્માલી માટે લોઢાનું નગર બનાવાયું. ત્રણેયએ પોતાના નગરોમાં અધિકાર જમાવ્યો અને ચોતરફ હાહાકાર મચાવ્યો. દેવતાઓ આ દાનવોથી ત્રસ્ત થયા અને શિવજીની શરણે ગયા. શિવજીએ આ દાનવોનો નાશ કરવા એક દિવ્ય રથ બનાવ્યો. આ રથમાં ચંદ્ર અને સૂર્ય પૈડા બન્યા, ઈંદ્ર, વરુણ, યમ અને કુબેર કથના ઘોડા બનાય. હિમાલય ધનુષ અને શેષનાગ પ્રત્યંચા બન્યા. ભગવાન શિવ બાણ બન્યા અને અગ્નિદેવ બાણની ધાર બન્યા. ભગવાન અને ત્રણ દાનવો વચ્ચે યુદ્ધ શરૂ થયું અને જ્યારે ત્રણેય દાનવોના રથ એક સીધમાં આવ્યા ત્યારે ભગવાન શિવએ બાણ છોડ્યું અને દાનવોનો વધ થયો. ત્યારથી ભગવાન શિવ ત્રિપુરારી કહેવાયા અને દેવોએ દિવાળી જેવો ઉત્સવ ઉજવ્યો.