Get The App

આજથી કમુરતા-ખરમાસ શરૂ, એક મહિના સુધી માંગલિક-શુભ કાર્ય બંધ રહેશે

Updated: Dec 15th, 2024

GS TEAM

Google News
Google News
આજથી કમુરતા-ખરમાસ શરૂ, એક મહિના સુધી માંગલિક-શુભ કાર્ય બંધ રહેશે 1 - image

Kamurta-Kharamas begins from today : 15મી ડિસેમ્બરે એટલે કે આજે રાત્રે 10.19 કલાકે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં સૂર્યના પ્રવેશવાની સાથે જ શુભ કાર્યો બંધ થઈ જશે. તેને ખરમાસ અથવા તો કમુરતા કહેવામાં આવે છે. આ સ્થિતિ લગભગ એક મહિના સુધી ચાલુ રહેશે. આ સમયે જ્યોતિષીય કારણોસર શુભ કાર્યો કરી શકાતા નથી. સૂર્ય ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે, પછી જ શુભ કાર્યો શરૂ થઈ શકે છે. 15 જાન્યુઆરીએ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે.  

એક મહિના સુધી માંગલિક કે શુભ કાર્ય કેમ નથી કરી શકાતા?

હકીકતમાં સૂર્ય ધન રાશિમાં પ્રવેશયા બાદ સૂર્યનો પ્રકાશ અને સ્થિતિ બંનેની સ્થિતિ નબળી પડી જાય છે. સૂર્યને તમામ ગ્રહોમાંથી સૌથી બળવાન ગ્રહ માનવામાં આવે છે. તેથી  કોઈપણ શુભ અને માંગલિક કાર્ય માટે સૂર્યનું તેજ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ જ કારણે ખરમાસ દરમિયાન લગ્ન અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. સૂર્ય પિતા પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે તેથી તેમનું તેજ ઓછું થવું માંગલિક કાર્યો કરવા માટે ઉત્તમ માનવામાં આવતું નથી. સૂર્યને લીધે ગુરુની પણ શક્તિ નબળી પડી જાય છે. જેથી કરીને બે મોટા ગ્રહોની શક્તિ ઘટવાના કારણે દરેક શુભકાર્ય કરવામાં સ્થિરતાનો અભાવ રહે છે. અને માંગલિક અને શુભ કાર્યોમાં સૂર્ય અને ગુરુનું હોવાનું જરૂરી માનવામાં આવે છે. 

આ કાર્યો કમુરતા દરમિયાન ન શરુ કરવા જોઈએ?

ખરમાસ લગ્ન કે લગ્ન સંબંધી શુભ કાર્યો કરી શકાતા નથી. આ સમયગાળા દરમિયાન, નવા મકાનનું નિર્માણ કે ખરીદ-વેંચાણ અને મિલકત સંબંધિત કામ પર પ્રતિબંધ રહે છે. નવો ધંધો શરૂ કરવાને પણ વર્જિત માનવામાં આવે છે. અન્ય શુભ કાર્યો જેવા કે મુંડન વગેરે પણ પ્રતિબંધિત હોય છે. આ સિવાય આ સમયગાળા દરમિયાન કોઈ નવા ઉપવાસ અને પૂજા વિધિ શરૂ કરવાનું પણ ટાળવું જોઈએ. કહેવાય છે કે આવા ઉપવાસ અને પૂજાનું પરિણામ સારું નથી મળતું. કોઈ નવું કામ શરૂ કરવું કે નવી દુકાનનું ઉદ્ઘાટન કરવું એ પણ ખરમાસ દરમિયાન મોકૂફ રાખવી જોઈએ. આ તમારા વ્યવસાયમાં અવરોધ લાવી શકે છે.

રાશીઓ પર શું અસર થશે ખારમાસની?

આજથી બેસી રહેલા ખરમાસની અસર આગામી એક મહિના સુધી બધી જ રાશિઓ પર પડશે. આ પરિવર્તન કેટલીક રાશિઓ માટે અશુભ અને અન્ય રાશિના જાતકો માટે સાધારણ રીતે ફાયદાકારક રહેશે.  મેષ, મિથુન, સિંહ, વૃશ્ચિક અને ધનુ રાશિના લોકો માટે ધનુરાશિ મધ્યમ રહેશે. વૃષભ, કન્યા અને મકર રાશિ માટે આ પરિવર્તન નકારાત્મક રહેશે. જ્યારે કર્ક, તુલા, કુંભ અને મીન રાશિના લોકો માટે તે ખૂબ જ શુભ રહેશે.

ખરમાસમાં નુકસાનથી બચવાના ઉપાયો

ખરમાસના નકારાત્મક પ્રભાવથી બચવા માટે દરરોજ સવારે સૂર્યદેવને હળદર મિશ્રિત જળ ચડાવવું જોઈએ. આ પછી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. તાંબાની વીંટી પહેરવી જોઈએ. દિવસની શરૂઆત ગોળ ખાવાથી કરો. પૂર્વ તરફ માથું રાખીને સૂવાની શરૂઆત કરો. આ સિવાય ખરમાસ દરમિયાન દાન, પુણ્ય, ભક્તિ અને આરાધના કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.

આજથી કમુરતા-ખરમાસ શરૂ, એક મહિના સુધી માંગલિક-શુભ કાર્ય બંધ રહેશે 2 - image



Tags :