Get The App

કાળી ચૌદશની રાત્રિનો ખાસ ઉપાય: દૂર થશે અકાળ મૃત્યુનો ભય, આયુષ્ય વધતું હોવાની પણ માન્યતા

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
કાળી ચૌદશની રાત્રિનો ખાસ ઉપાય: દૂર થશે અકાળ મૃત્યુનો ભય, આયુષ્ય વધતું હોવાની પણ માન્યતા 1 - image

Choti Diwali:  કાળી ચૌદશ જેને છોટી દિવાળી પણ કહેવાય છે. હિન્દુ પંચાંગ પ્રમાણે આજે રવિવારના રોજ છોટી દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. છોટી દિવાળીને નરક ચતુર્દશીના નામે મનાવવામાં આવે છે. નરક ચતુર્દશીના દિવસે અકાલ મૃત્યુથી બચવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે છે. નરક ચતુર્દશીના દિવસે મોતના દેવતા યમરાજાની વિશેષ પૂજા કરવામાં આવે છે. કેટલાક લોકો આ દિવસે દિવા પ્રગટાવે છે. આજે 19 ઓક્ટોબરે દિવસ કરતાં રાત્રિનું વધુ મહત્ત્વ રહેલું છે. આજે રાત્રે કેટલાક વિશેષ ઉપાય કરવાથી લાંબા આયુષ્યનું વરદાન પ્રાપ્ત થઈ શકે છે. 

આ પણ વાંચો: Diwali 2025: દિવાળીમાં લક્ષ્મી પૂજનમાં શંખ કેમ જરૂરી? જાણો ધાર્મિક મહત્ત્વ

આજે ચૂપચાપ કરો આ નાનો ઉપાય 

અકાલ મૃત્યુનો ડર ઓછો કરવા માટે અને દિર્ઘાયુની કામના માટે આજે રાત્રે યમનો દીપક પ્રગટાવવો જોઈએ. તમે પ્રદોષકાળના સમયે પણ દીપદાન કરી શકો છો. પરંતુ આ વખતે એટલુ ધ્યાન રાખવું જરુરી છે કે, દીપક પ્રગટાવતી વખતે તમને કોઈ જોઈ ન લે. 

કેવી રીતે કરશો યમ દીપદાન 

  • નરક ચતુર્દશીના દિવસે ઘરના સૌથી મોટા વ્યક્તિએ યમના નામનો એક દીપક પ્રગટાવવો જોઈએ.
  • આ દીવાને ઘરના દરેક ખૂણામાં ફેરવવો જોઈએ.
  • ઘરમાં અન્ય સભ્યોએ આ દરમિયાન ઘરની અંદર રહેવું જોઈએ અને તેમને દીવા સામે ન જોવું.
  • હવે આ  દીવાને ઘરની બહાર ક્યાંક દૂર મુકી આવો. 

કઈ દિશામાં પ્રગટાવશો યમનો દીવો 

નરક ચતુર્દશીના દિવસે યમનો દીપક દક્ષિણ દિશામાં પ્રગટાવવો જોઈએ. 

આ પણ વાંચો: દિવાળી પહેલા ઘરે લઈ આવો 4 પવિત્ર વસ્તુઓ — વાસ્તુ મુજબ સૌભાગ્ય અને સમૃદ્ધિનો રાજમાર્ગ

યમનો દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ?

હિન્દુ પંચાંગ પ્રમાણે દીવો પ્રગટાવવાનો શ્રેષ્ઠ સમય 20 ઓક્ટોબર, નરક ચતુર્દશીની રાત્રે 11:41 થી 12:31 વાગ્યા સુધીનો છે. તમે સાંજે 5:47 થી 6:13 વાગ્યા સુધી ગોધૂળી દરમિયાન પણ દીવો પ્રગટાવી શકો છો.