For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જ્યોતિ અરોરાએ જીત્યો 'મિસિસ ઈન્ડિયા 2023'નો ખિતાબ, જાણો કોણ છે આ મહિલા

તેમની ભવિષ્યવાણીમાં રાજનીતિ, રમત ગમત તેમજ ફિલ્મ ક્ષેત્રે ઘણા કલાકારોમાં તેમની પાસેનો લાભ મેળવ્યો છે.

જ્યોતિએ ટેરોકાર્ડ રીડર અને જ્યોતિષીમાં પોતાનુ કેરિયર બનાવ્યું છે.

Updated: Mar 19th, 2023


મુંબઈ, તા. 19 માર્ચ 2023, રવિવાર  

અગિયાર વર્ષથી સુંદરતામાં વિવિધતા પર જસ્ન મનાવતા મિસિસ ઈન્ડિયા પેકેજ માં કેટલીયે મહિલાઓએ તાજ પહેર્યો છે. મિસિસ ઈન્ડિયા પેકેજ ભારતીય વિવાહિત મહિલાની સુંદરતા, પ્રતિભા, ગ્લેમર અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવાનો એક મંચ છે. જ્યા મહિલાઓ પોતાના ટેલેન્ટથી લાખો-કરોડો મહિલાઓને પ્રેરિત કરે છે. આ વર્ષે આ ઈવેન્ટ દિલ્હીની એરોસ હોટલમાં આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યા મિસિસ ઈન્ડિયા ની વિનર જ્યોતિ અરોરા બની હતી. 

જ્યોતિ અરોરા બની મિસિસ ઈન્ડિયા 

18 માર્ચ 2023ના રોજ આયોજિત થયેલ મિસિસ ઈન્ડિયા બ્યુટિ પેકેજ માં એસ્ટ્રોલોઝર અને ફેંગ સુઈ માસ્ટર જ્યોતિ અરોરાને ક્લાસિક કેટેગરીમાં મિસિસ ઈન્ડિયા નો ખિતાબ પોતાના નામે જીત્યો હતો. આ દરમ્યાન તેના માથા પર વિનરનો તાજ પહેરાવ્યો હતો.જેમાં આ ઈવેન્ટ દરમ્યાન મિસિસ ઈન્ડિયાના ડાયરેક્ટર દીપાલી ફડનીસ, પુર્વ ક્વીન્સ અને રનિંગ ક્વીન્સ સાથે સ્પોન્સરમાં સામેલ થયા હતા. 

કોણ છે જ્યોતિ અરોરા

જ્યોતિ મીડિયા ઈન્ડસ્ટ્રીમાં એક મોટુ નામ માનવામાં આવે છે. જ્યોતિ ભારત અને આંતરરાષ્ટ્રીય લેવલે પોતાનુ કામ કરી ચુક્યા છે. તેમણે જ્યોતિષ, ટેરોકાર્ડ રીડર અને ફેંગ સુઈના કાર્યક્રમમાં નેશનલ ટેલીવિઝન  ચેનલ્સ પર કાફી પોપ્યુર છે. તેમની ભવિષ્યવાણી, રાજનીતિ, રમત ગમત તેમજ ફિલ્મ કલાકારોમાં તેમની પાસેનો લાભ મેળવ્યો હતો. જ્યોતિ છોકરીઓ માટે શિક્ષણમાં છોકરાની સમકક્ષ અધિકાર આપવાની વાત કરે છે. તેમણે એન્જીનિયરીંગમાં અભ્યાસ કર્યા છે અને 13 વર્ષ સુધી કોર્પોરેટ ઓફિસમાં કામ કર્યુ છે. આ પછી જ્યોતિએ ટેરોકાર્ડ રીડર અને જ્યોતિષીમાં પોતાનુ કેરિયર બનાવ્યું છે. 

Gujarat