Get The App

કન્યા-વૃષભ અને આ બે રાશિના જાતકોનો થશે ભાગ્યોદય: પહેલી મે પછી સપનાઓ થશે સાકાર, બની રહ્યો છે શુભ યોગ

Updated: Apr 28th, 2024

GS TEAM


Google News
Google News
કન્યા-વૃષભ અને આ બે રાશિના જાતકોનો થશે ભાગ્યોદય: પહેલી મે પછી સપનાઓ થશે સાકાર, બની રહ્યો છે શુભ યોગ 1 - image
Image Envato 

Horoscope Rashifal : 1લી મેના રોજ ગુરુ પોતાની રાશિ બદલી રહ્યા છે. આ દિવસે ગુરુ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રની ગણતરી પ્રમાણે ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને તેના કારણે કેટલીક રાશિના જાતકો પર વિશેષ કૃપા કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુ બૃહસ્પતિની કૃપા થવાથી વ્યક્તિ ચોક્કસ ભાગ્યશાળી બને છે. દેવગુરુ ગુરુને જ્ઞાન, શિક્ષક, બાળકો, મોટા ભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થાનો, સંપત્તિ, દાન, પુણ્ય અને વૃદ્ધિ વગેરેનો ગ્રહ કહેવામાં આવે છે. 27 નક્ષત્રોમાં ગુરુ પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી હોય છે. તો કેટલીક રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. તો આવો જાણીએ કે ગુરુ ગ્રહની રાશિ પરિવર્તનને કારણે કઈ રાશિઓ ભાગ્યોદય થઈ રહ્યો છે. 

વૃષભ રાશિ

ગુરુનો વૃષભ રાશિમાં પ્રવેશ વૃષભ રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. ગુરુની કૃપાથી તમને આર્થિક લાભ થઈ શકે છે. આ સમય દરમિયાન તમે તમારા કાર્યમાં ગતિ કરી શકશો અને તમને તમારી મહેનતનું પૂરુ પરિણામ મળશે. તમારું વ્યાવસાયિક જીવન સારું રહેશે. તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળાઓ માટે ગુરુ કારકિર્દી સંબંધિત સંભાવનાઓ લાવી શકે છે. તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળી રહેશે. ઉપલા અધિકારીઓ દ્વારા તમારા કામની પ્રશંસા કરવામાં આવશે. તમને તમારી મહેનતનું ફળ મળી રહે. ગુરુનો પ્રભાવ તમને વ્યવસાયિક બાબતોમાં ખૂબ આગળ લઈ જશે. કોર્ટના મામલામાં તમને વિજય મળી શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે ગુરુની ચાલ બદલાવાથી શુભ માનવામાં આવે છે. ભાગ્ય તમારી સાથે હોવાને કારણે તમારી સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. નાણાકીય સ્થિરતા  જોવા મળે. જે લોકો માટે કાયદાકીય સમસ્યાઓ મુસીબતનું કારણ બની ગઈ હતી તેમનાથી રાહત મળી શકે છે. સમ્માન અને પ્રશંસા વધવાની સાથે તમારી સામાજિક સ્થિતિ સુધારો જોવા મળી રહે છે. 

ધન રાશિ

ધનુ રાશિના લોકો માટે ગુરુની સીધી ચાલ શુભ સાબિત થઈ શકે છે. શનિની ચાલ કરિયરના મોરચે લાભદાયી બની શકે છે. ગુરુદેવની કૃપાથી તમને પ્રગતિ અને વધુ સારા કામની સંભાવનાઓ જોવા મળી રહી છે. તમને સારી રોજગારીની તકોથી પુરસ્કૃત કરવામાં આવશે.

Tags :