Get The App

નોકરીમાં લાભ, વૈવાહિક સુખ, એક વર્ષ સુધી ધનલાભના યોગ: ગુરુ ગોચરના કારણે 6 રાશિના જાતકોને મળશે ગુડ ન્યૂઝ

Updated: Feb 23rd, 2025

GS TEAM


Google News
Google News
નોકરીમાં લાભ, વૈવાહિક સુખ, એક વર્ષ સુધી ધનલાભના યોગ: ગુરુ ગોચરના કારણે 6 રાશિના જાતકોને મળશે ગુડ ન્યૂઝ 1 - image


Image Source: Freepik

Guru Gochar 2025: જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને શુભ ગ્રહોની શ્રેણીમાં મૂકવામાં આવે છે કારણ કે, દેવગુરુ ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન, સંપત્તિ અને સન્માન આપે છે. ગુરુ ગ્રહ ટૂંક સમયમાં ગોચર કરી રહ્યો છે અને 1 વર્ષ સુધી 6 રાશિના લોકો પર તે પોતાની કૃપા બનાવી રાખશે.

મેષ રાશિ

ગુરુનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે શુભ રહેશે. આ જાતકોને ભાગ્યનો સાથ મળશે અને તેમને યાત્રાથી લાભ થશે. જોકે, માર્ચના અંતથી તેમના પર શનિની સાડાસાતી પણ શરૂ થઈ રહી છે.

આ પણ વાંચો:'ભારત આપણો ફાયદો ઊઠાવે છે, કોઈ મદદ આપવાની જરૂર નથી', ટ્રમ્પ તો પાછળ જ પડી ગયા!

વૃષભ રાશિ

ગુરુનું ગોચર આ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે. અટકેલા કામ અચાનક પૂર્ણ થવા લાગશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તમને તમારા કરિયરમાં ઈચ્છિત પ્રગતિ મળશે. અપરિણીત લોકોના લગ્ન થશે.

મિથુન રાશિ

ગુરુનું ગોચર મિથુન રાશિના જાતકોના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો લાવશે. કાર્યસ્થળ પર તમને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે. ગુરુ એક વર્ષ સુધી મિથુન રાશિમાં રહેશે અને આ રાશિના લોકોને ધન-સન્માન આપશે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો પર ગુરુ ગૃહની કૃપા બની રહેશે. મુશ્કેલીઓમાંથી રાહત મળશે. વેપારીઓને સારો નફો થશે. ધનમાં વધારો થશે.

કન્યા રાશિ

ગુરુ ગોચર કન્યા રાશિના જાતકો માટે ભાગ્યોદય કરનારું સાબિત થઈ શકે છે. તમને મોટી સફળતા મળી શકે છે. નોકરીમાં પરિવર્તનની શક્યતા છે. તમને વૈવાહિક સુખ મળશે.

કુંભ રાશિ

ગુરુના રાશિ પરિવર્તનથી કુંભ રાશિના જાતકોને જબરદસ્ત નાણાકીય લાભ થશે. કારણ કે માર્ચમાં શનિના ગોચર સાથે જ કુંભ રાશિમાંથી સાડાસાતીનો બીજો તબક્કો ખતમ થઈ જશે. તેથી ગુરુનું ગોચર આ રાશિના જાતકોને ડબલ બેનિફિટ આપી શકે છે.

Tags :