Get The App

દિવાળી અગાઉ દેવગુરુ બૃહસ્પતિનું ગોચર થશે, આ રાશિના જાતકોનું ભાગ્ય પલટાશે

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
દિવાળી અગાઉ દેવગુરુ બૃહસ્પતિનું ગોચર થશે, આ રાશિના જાતકોનું ભાગ્ય પલટાશે 1 - image
Image source: ai AI-generated

Guru Gochar 2025: હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ ખાસ રીતે ઉજવવામાં આવે છે. આ તહેવારની શરુઆતને હવે અમુક જ દિવસો બાકી રહ્યા છે. આ વખતે દિવાળીનો તહેવાર 20મી ઑક્ટોબર સોમવારથી શરુ થશે. દિવાળીના આ ખાસ ઉત્સવમાં ગ્રહ અને નક્ષત્રની યુતિને કારણે, આ વખતે દેવગુરુ ગુરુ બૃહસ્પતિ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીઓ અનુસાર દેવગુરુ કર્ક રાશિમાં 12 વર્ષ પછી પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગુરુનો ગોચર ઘણો ખાસ અને મહત્ત્વપૂર્ણ હોય છે. ગુરુ ગ્રહ શિક્ષા, જ્ઞાન, ઉચ્ચ શિક્ષા, બુદ્ધિ, ભાગ્ય, ધન, સંતાન, વિવાહ, ધર્મ અને કારકિર્દીના પરિબળ છે. જ્યારે ગુરુ અન્ય કે રાશિમાં પ્રવેશ કરે છે, તો તેની અસર બધી જ રાશિ પર પડે છે. તો ચાલો જાણીએ કે 19 ઑક્ટોબરે ગુરુના ગોચરને કારણે કયા રાશિને લાભ મળશે. 

કર્ક રાશિ 

કર્ક રાશિના જાતકો માટે ગુરુ ભાગ્યનો દરવાજો ખોલશે. આ રાશિના જાતકોના લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. કારકિર્દીમાં પ્રગતિ મેળવવા માટે નવી તકો ઉભરી આવશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વ્યાપારીઓ માટે આ સમયે વેપાર કરવાનો અને નોંધપાત્ર નફો કમાવવાનો રહેશે. પરિવારમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ પણ રહેશે. 

તુલા રાશિ 

તુલા રાશિના જાતકો માટે ગુરુનો ગોચર આર્થિક રીતે મજબૂત બનાવશે. અચાનક ધન લાભ અથવા ઉછીના પૈસા પાછા મળે તેવી શક્યતા છે. આ સમયે તુલા રાશિના જાતકો નવા ઇન્વેસ્ટમેન્ટની યોજના બનાવી શકે છે, જે ભવિષ્યમાં જે ભવિષ્યમાં સારા પરિણામો આપશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ આ સમય દરમિયાન સારા પરિણામો જોવા મળશે.

વૃશ્ચિક રાશિ 

વૃશ્ચિક રાશિના જાતકો માટે ગુરુનું ગોચર આશીર્વાદરૂપ રહેશે. ભાગ્ય તેમના પક્ષમાં રહેશે. બાકી રહેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે. માન-સન્માનમાં મળશે. સ્વાસ્થ્ય સુધરશે. માનસિક શાંતિ પ્રાપ્ત થશે. જે લોકો વિદેશ યાત્રા અથવા નોકરી કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય શુભ તકો લાવશે.

Tags :