mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગણેશોત્સવ 2023: ભગવાન ગણેશજીની પૂજા દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી નહીંતર મળશે અશુભ ફળ

Updated: Sep 16th, 2023

ગણેશોત્સવ 2023: ભગવાન ગણેશજીની પૂજા દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી નહીંતર મળશે અશુભ ફળ 1 - image


                                              Image Source: Wikipedia 

અમદાવાદ, તા. 16 સપ્ટેમ્બર 2023 શનિવાર

જ્યારે કોઈ શુભ કાર્યની શરૂઆત થાય છે તો સૌથી પહેલા બાપ્પાને યાદ કરવામાં આવે છે જેથી કાર્ય યોગ્યરીતે પૂર્ણ થઈ શકે. સપ્ટેમ્બર મહિનાની 19 તારીખે બાપ્પાનું આગમન થવા જઈ રહ્યુ છે. સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી મનાવવામાં આવે છે. આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલશે. ગણેશજીની પૂજા દરમિયાન સાવધાની રાખવી જોઈએ નહીંતર પૂજા અશુભ સાબિત થઈ શકે છે.

ગણેશજીની સ્થાપના હંમેશા ચંદ્રોદય ચતુર્થીએ જ કરવામાં આવે છે. પૂજા કરવા માટે અમુક નિયમોનું પાલન કરવુ જરૂરી છે નહીંતર જીવનમાં અશુભ પ્રભાવ પડી શકે છે. ગણેશ ઉત્સવમાં અમુક વાતો છે, જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ જેમ કે તુલસી ન તોડવી, તૂટેલા ચોખા અર્પણ ન કરવા વગેરે. 

ગણેશ ઉત્સવમાં આ વાતોનું ધ્યાન રાખો

ગણેશ પૂજામાં તમારાથી કોઈ ભૂલ ન થઈ જાય તેથી અમુક વાતોનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી હોય છે જેમ કે ગણેશ ઉત્સવ દરમિયાન તુલસીનો ઉપયોગ બિલકુલ પણ ન કરવો જોઈએ કેમ કે ભગવાન ગણેશે તુલસીને શ્રાપ આપ્યો હતો. જો તમે ગણેશ ઉત્સવ દરમિયાન તુલસી તોડો છો તો દરિદ્રતા છવાઈ જશે. 

ચંદ્ર સાથે જોડાયેલી વસ્તુનો ઉપયોગ ન કરો

ગણેશ ઉત્સવ દરમિયાન ચંદ્ર સાથે જોડાયેલી વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ કેમ કે ચંદ્રએ ભગવાન ગણેશના સ્વરૂપની મજાક કરી હતી. આ કારણે ભગવાન ગણેશે ચંદ્રને શ્રાપ આપ્યો હતો તેમની સુંદરતા જતી રહે. તેથી ગણેશ ઉત્સવમાં સફેદ ચંદન અને સફેદ વસ્તુઓ ચઢાવવી જોઈએ નહીં.

ગણેશ ઉત્સવમાં તૂટેલા ચોખા ન ચઢાવવા

ગણેશ ઉત્સવ દરમિયાન તૂટેલા ચોખાનો ભોગ કે પછી તૂટેલા ચોખા ભગવાન ગણેશને અર્પન ન કરવા. આનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. ભગવાન ગણેશને દૂર્વા ચઢાવો.

કેતકીના ફૂલ અર્પણ ન કરો

ભગવાન શિવે કેતકીને શ્રાપ આપ્યો હતો તેથી કેતકીનું ફૂલ ભગવાન શિવને અને ભગવાન ગણેશને અર્પણ કરવામાં આવતુ નથી. તેથી ગણેશ ઉત્સવ દરમિયાન કેતકીનું ફૂલ ભગવાન શ્રી ગણેશને ભૂલથી પણ અર્પણ કરવુ જોઈએ નહીં, આનાથી અશુભ પ્રભાવ પડે છે.

Gujarat