Get The App

ઇન્ડોનેશિયામાં મુસલમાન પણ રામાયાણ વાંચે છે

- ઇન્ડોનેશિયામાં રામાયણને શિક્ષણના ભાગરૂપે ભણાવવામાં આવે છે

- જાણો, સૌથી વધારે મુસલમાનોની વસતી ધરાવતા દેશનું રામાયણ સાથેના કનેક્શન વિશે

Updated: Jan 28th, 2018

GS TEAM

Google News
Google News
ઇન્ડોનેશિયામાં મુસલમાન પણ રામાયાણ વાંચે છે 1 - image
નવી દિલ્હી, તા. 28 જાન્યુઆરી 2018, રવિવાર 
 
આસિયન મૈત્રી શિખર સંમેલન માટે દક્ષિણ પૂર્વ એશિયાના 10 દેશના વડાઓ ભારત આવ્યા. આ દસ દેશમાં ઇન્ડોનેશિયા સૌથી મોટો દેશ છે. દુનિયામાં સૌથી વધારે મુસલમાન ઇન્ડોનેશિયામાં રહે છે. ઇન્ડોનેશિયાનો ધર્મ તો ઇસ્લામ છે પરંતુ રામાયણ ત્યાંની સંસ્કૃતિ છે. 
 
ઇન્ડોનેશિયામાં શ્રેષ્ઠ વ્યક્તિ બનવા માટે મુસલમાન પણ રામાયણ વાંચે છે. રામાયણ ત્યાંની શાળામાં એક શિક્ષણના ભાગરૂપે છે. ઇન્ડોનેશિયા પર આજે પણ રામાયણનો પ્રભાવ છે. ઇન્ડોનેશિયાના જાવા અને સુમાત્રા દ્વીપનો વાલ્મીકિ રચિત રામાયણમાં ઉલ્લેખ છે. એટલે કે રામાયણ દક્ષિણ-પૂર્વ એશિયાનો પહેલો લેખિત ઇતિહાસ છે. 
 
લગભગ પાંચ હજાર વર્ષ પહેલા ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ રામનો જન્મ થયો હતો. મહર્ષિ વાલ્મીકિ ભારત વર્ષના આદિકવિ છે. તેમના જ આશ્રમમાં માતા સીતાએ શરણ લીધા હતા અને ત્યાં જ લવ-કુશે શિક્ષા-દીક્ષા લીધી હતી. મહર્ષિ વાલ્મીકિએ સંસ્કૃત ભાષામાં રામાયણની રચના કરી છે. જ્યારે રાવણ માતા સીતાનું હરણ કરી લે છે ત્યારે શ્રીરામ તેમની શોધમાં પોતાના કેટલાય દૂત મોકલે છે. આ દૂત દુનિયાના કેટલાય હિસ્સામાં જાય છે. 
 
શ્રીરામની પરવાનગી બાદ વાનર રાજ બાલિ, માતા સીતાની શોધમાં જે દૂતને અલગ-અલગ વિસ્તારમાં મોકલે છે હકિકતમાં તે એશિયાનું તત્કાલીન ભૂગોળ છે. વાલ્મીકિ રામાયણમાં વર્ણિત સ્થળોને આજે દુનિયાના આધુનિક નક્શા પર પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 
 
પોતાના દૂતમાં કહેવામાં આવ્યું છે કે સાત રાજ્યોથી સુશોભિત જાવા દ્વીપ અને સુવર્ણ દ્વીપ (સુમાત્રા)માં જઇને માતા સીતાની શોધખોળ કરો. સુગ્રીવ જાણકારી આપતા કહે છે કે આ દ્વિપ આગળ શિશિત નામનો પર્વત છે જેનું શિખર સ્વર્ગને સ્પર્શે છે. આ શિખર ઉપર દેવ અને દાનવ નિવાસ કરે છે. 
 
આ સંવાદને મહર્ષિ વાલમીકિ રામાયણમાં લખે છે : 
 
यनिवन्तों यव द्वीपम् सप्तराज्योपशोभितम् ।
सुवर्ण रूप्यक द्वीपम् सुवर्णाकर मंडितम् ।
जवद्वीप अतिक्रम्य शिशरो नाम पर्वत: ।
दिवं स्पृशयति श्रृंगं देवदानव सेवित: ।
 
વાલ્મીકિ રચિત રામાયણમાં ઇન્ડોનેશિયાના જાવા અને સુમાત્રા દ્વીપનું વર્ણન કરતા જણાવે છે કે લગભગ પાંચ હજાર વર્ષ પહેલા તેનો ભારત સાથે સંપર્ક થયો હતો. એટલે કે રામાયણ એક ધાર્મિક ગ્રંથ હોવાની સાથે-સાથે પ્રાચીન કાળના લેખિત ડૉક્યુમેન્ટ્સ પણ છે. ઇન્ડોનેશિયાના બોર્નિયો દ્વીપમાં આજે પણ એક શિલાલેખ છે જે સંસ્કૃતમાં છે. ત્રીજી શતાબ્દીમાં અહીં ભારતીય સંસ્કૃતિના પ્રમાણ મળ્યા છે. ઇન્ડોનેશિયા પહેલા એક હિન્દુ રાજ્ય હતું. રામાયણ અહીંની સંસ્કૃતિમાં સામેલ છે. આઠમી શતાબ્દીમાં અહીં મુસ્લિમ વેપારીઓની અવર-જવર શરૂ થઇ હતી. ધીમે-ધીમે મુસ્લિમ વેપારીઓએ જ ઇન્ડોનેશિયામાં ઇસ્લામ ધર્મને ફેલાવી દીધો. 
 
આજે ઇન્ડૉનેશિયા મુસલમાનોનો સૌથી મોટો દેશ છે પરંતુ ત્યારબાદ પણ ત્યાં રામાયણનો પ્રભાવ કાયમ છે. આ દેશના 20 હજાર રૂપિયાના નોટ પર પણ ભગવાન ગણેશજીની તસ્વીર છે. ઇન્ડોનેશિયામાં રામાયણને રામાયણ કકવિન કહેવામાં આવે છે. કકવિનનો અર્થ છે કવિતા. રામાયણની ઇન્ડોનેશિયાઇ આવૃત્તિ સાતમી શતાબ્દીમાં લખવામાં આવી હતી. આ સમયે ત્યાં હિન્દુ મેદાંગ રાજવંશનું શાસન હતું. અહીં રામાયણના પ્રભાવ વિશે ફાધર કામિલ બુલ્કેએ 1982માં લખ્યુ હતુ કે, 35 વર્ષ પહેલા મારો એક મિત્ર જાવા ગયો હતો. તેમણે જાવામાં એક મુસલમાન શિક્ષકને રામાયણ વાંચતા જોયા. મિત્રે તે મુસલમાન શિક્ષકને પૂછ્યુ કે તમે રામાયણ કેમ વાંચી રહ્યા છો? તો જવાબમાં તેમણે કહ્યું, હું સારો વ્યક્તિ બનવા માટે રામાયણ વાંચું છું. 
 
રામાયણનો પ્રસંગ ઇન્ડૉનેશિયાના સરકારી શાળામાં ભણાવવામાં આવે છે. શાળાના બાળકો રામાયણના પ્રસંગ પર નાટક પણ કરે છે. ઇન્ડોનેશિયા મુસ્લિમ દેશ છે તેમછતા પણ અહીં રામલીલા ખૂબ જ પ્રચલિત છે. ઇન્ડોનેશિયાએ નરેન્દ્ર મોદી સરકારને પ્રસ્તાવ આપ્યો છે કે બંને દેશની રામલીલા મંડળી એકબીજાના દેશમાં જઇને પોતાની કળા પ્રદર્શિત કરે.