ધાન્યની ઉત્પત્તિ, અનાજની ઉત્પત્તિ સારી થાય !
મા નવદુર્ગા અને એકલિંગજી દાદાની અસીમ કૃપાથી વિક્રમ સંવત ૨૦૮૨ના વર્ષનો પ્રારંભ કારતક સુદ એકમ તા. ૨૨-૧૦-૨૦૨૫ને બુધવારથી થાય છે.
- ત્રણ માસમાં અનાજના ભાવ વધે.
- દુર્ભિક્ષી
- અન્ન-જળ મધ્યમ
- રાજા પોતાના બળથી પ્રભાવથી શત્રુની પૃથ્વીનો ભોગ કરે.
- દેશ અને દુનિયામાં રાજા નેતાઓમાં યુદ્ધ થાય.
- દરેક દેશ પોતાનું પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરે.
- શત્રુ દેશની જમીન પર કબ્જો કરવાના પ્રયાસો કર્યા કરે.
શક સંવત ૧૯૪૮નો પ્રારંભ ફાગણ વદ અમાસ તા. ૧૯-૩-૨૦૨૬ ગુરૂવારથી થઇ રહ્યો છે. એકમનો ક્ષય છે. આમ ચૈત્રીવર્ષની શરૂઆત અમાસ અને ક્ષયતિથિના દિવસે થવાથી દેશને દુનિયા માટે વર્ષ નબળું રહે.
- વરસાદ ઓછો થાય.
- ધન ધાન્ય ઓછા થાય.
- પૃથ્વી પર રોગનું સામ્રાજ્ય રહે.
- પ્રજા જુદા જુદા રોગથી પીડાય.
- પ્રજાના કષ્ટ પીડામાં વધારો થાય.
- રાજા શત્રુ સાથે યુદ્ધ કરે.
- દુનિયાના દેશો એકબીજાના દુશ્મન બને.
- દુનિયા વિવિધ દેશોના જુદા જુદા ગુઠમાં વહેંચાઈ જાય.
કારતક : રસનો ક્ષય થાય અર્થાત્ રસયુક્ત પદાર્થો નાશ પામે ! ફળો ઓછા પાકે!
- ધાન્ય સસ્તુ થાય !
માગશર : પ્રજાવૃદ્ધિ જોવા મળે !
પોષ : મોંઘવારી જોવા મળે !
- પ્રજા મોંઘવારીથી પરેશાન રહે !
- દેશ-દુનિયામા અશુભ ઘટનાઓ બને !
- પ્રજાના કષ્ટ પીડામાં વધારો થાય !
મહા : ધાન્ય-અનાજ સસ્તુ થાય !
- પરંતુ દેશ-દુનિયામાં આગેવાન વ્યક્તિ નેતાનું મૃત્યુ થાય !
ફાગણ : કેરીના પાકને નુકસાન થાય !
- રસ ક્ષય જોવા મળે !
- અનાજ સસ્તુ થાય !
ચૈત્ર : પ્રજાની વૃધ્ધિ થાય !
વૈશાખ : મોંઘવારીમાં વધારો થાય !
અધિક જેઠ : અશુભ ઘટનાઓ બને !
- કુદરતી આફત આવે !
નિજ જેઠ - દેશ-દુનિયામાં રાજનેતા સામાજિક અગ્રણીનું મૃત્યુ થાય !
અષાઢ - રસક્ષય !
શ્રાવણ : ધાન્ય સસ્તુ થાય !
- પ્રજાની વૃધ્ધિ !
ભાદરવો : મોંઘવારીમાં વધારો !
- રોગચાળો ફેલાય !
- પ્રજાને કષ્ટ પિડા !
આસો : દેશ દુનિયા માટે અશુભ !
- પ્રજાની મુશ્કેલીમાં વધારો થાય !
- દેશ-દુનિયામાં અપ્રિય ઘટનાઓ બને !
- કુદરતી આપત્તિઓ આવે !
અધિક માસનું ફળ
હિન્દુ-સનાતન સંસ્કૃતિ અનુસાર દર ત્રણ વર્ષે એક માસ અધિક માસ તરીકે આવે છે. આ વર્ષે જેઠ માસ અધિક માસ તરીકે આવશે.
તેથી -
- ધાન્યની ઉત્પત્તિ, અનાજની ઉત્પત્તિ સારી થાય !
- ચોમાસા સુધી પૃથ્વી પર ધનધાન્યના ભંડાર ભે ગા થાય ! પરંતુ રાજધ્વંસ થાય !
- દેશમાં નવા રાજ્ય અસ્તિત્વમાં આવે !
- દેશના ભાગ પડે !
- દુનિયામાં કેટલાક નવા પ્રદેશ-દેશનું સર્જન થાય !


