Get The App

રાશિ અનુસાર ધારણ કરો રુદ્રાક્ષની માળા, શિવજી કરશે કલ્યાણ

- રાશિ અનુસાર યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરવાથી ગ્રહની ખરાબ અસરથી બચી શકાય છે

- જાણો, કઇ રાશિના લોકોએ કયા પ્રકારની રુદ્રાક્ષની માળા પહેરવી જોઇએ

Updated: Feb 10th, 2018

GS TEAM


Google News
Google News
રાશિ અનુસાર ધારણ કરો રુદ્રાક્ષની માળા, શિવજી કરશે કલ્યાણ 1 - image
અમદાવાદ, તા. 10 ફેબ્રુઆરી 2018, શનિવાર 
 
જે રીતે યોગ્ય રત્ન ધારણ કરવાથી ગ્રહોનો ખરાબ પ્રભાવ ઓછો અથવા ખત્મ કરી શકાય છે ઠીક તેવી જ રીતે યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરવાથી ગ્રહની ખરાબ અસરોથી બચી શકાય છે. જો તમે પણ પોતાનું ભાગ્ય બનાવવા માંગો છો તો તમારે તમારી રાશિ અનુસાર આ રુદ્રાક્ષને ધારણ કરવા જોઇએ. 
 
મેષ રાશિ : મેષ રાશિના લોકોએ પોતાના સૌભાગ્યમાં વધારો કરવા માટે એક મુખી, ત્રણ મુખી અથવા પંચ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઇએ. 
 
વૃષભ રાશિ : પોતાના માન-સન્માનમાં વધારો કરવા માટે ચાર મુખી, છ મુખી અથવા ચૌદ મુખી રુદ્રાક્ષ વૃષભ રાશિના લોકોએ ધારણ કરવું જોઇએ. 
 
મિથુન રાશિ : તમારે સૌભાગ્યમાં વૃદ્ધિ કરવા માટે ચાર મુખી, પંચ મુખી અને તેર મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઇએ. 
 
કર્ક રાશિ : આ રાશિના લોકોએ નોકરી અને બિઝનેસમાં પ્રમોશન મેળવવા માટે ત્રણ મુખી, પંચ મુખી અથવા ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરવું જોઇએ. 
 
સિંહ રાશિ : સિંહ રાશિવાળા લોકોએ એક મુખી, ત્રણ મુખી અને પંચ મુખી રુદ્રાક્ષ પહેરવું જોઇએ તેનાથી વ્યક્તિને ધનલાભ થાય છે. 
 
કન્યા રાશિ : આ રાશિના લોકોએ ચાર મુખી, પંચ મુખી અને તેર મુખી રુદ્રાક્ષની માળા પહેરવી જોઇએ. 
 
તુલા રાશિ : આ રાશિના લોકોએ ચાર મુખી, છ મુખી અને ચૌદ મુખી રુદ્રાક્ષની માળા પહેરવી જોઇએ તેનાથી દરેક પ્રકારના કષ્ટનું નિવારણ આવે છે. 
 
વૃશ્ચિક રાશિ : આ રાશિના લોકોએ ત્રણ મુખી અથવા તો પંચ મુખી રુદ્રાક્ષની માળા પહેરવી જોઇએ. 
 
ધન રાશિ : તમારે સૌભાગ્યની વૃદ્ધિ માટે ચાર મુખી, પંચ મુખી અને તેર મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઇએ. 
 
મકર રાશિ : મકર રાશિવાળા લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે ચાર મુખી, ત્રણ મુખી અથવા ચૌદ મુખી રુદ્રાક્ષની માળા ધારણ કરવી જોઇએ. 
 
કુંભ રાશિ : કુંભ રાશિવાળા લોકોએ પોતાના સૌભાગ્યમાં વૃદ્ધિ કરવા માટે એક મુખી, ત્રણ મુખી અથવા પંચ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઇએ. 
 
મીન રાશિ : પોતાના માન-સન્માનમાં વધારો કરવા માટઇ ચાર મુખી, છ મુખી અથવા ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઇએ. 
Tags :