FOLLOW US

હથેળી પર આ પ્રકારની નિશાની જોવા મળે તો વ્યક્તિ અમીર અને મોટા હોદ્દા પર પહોચી શકે છે

તર્જની આંગળી પર ' # ' આવી નિશાની હોય તો આવા લોકો સરકારી સંસ્થાઓમાં કામગીરી કરતા હોવા જોઈએ

મધ્યમા આંગળી પર ' # ' આવી નિશાની જોવા મળે તો તેને ધનની નિશાની માનવામાં આવે છે.

Updated: May 21st, 2023

Image Twitter 

તા. 21 મે 2023, રવિવાર 

જ્યોતિષશાસ્ત્રમાં કોને રસ ન પડે, દરેક લોકોને પોતાના ભવિષ્ય વિશે જાણવાની ઉત્સુકતા હોય છે. અને આમ જોઈએ તો જ્યોતિષશાસ્ત્ર એટલું બધુ ઉંડુ છે કે તેમા જેટલા ઊંડા ઉતરીએ તે઼ટલી વધુ માહિતી પ્રાપ્ત થાય છે. આજે આપણે હથેળીમાં આવેલી રેખા વિશે જાણીએ. હથેળી પર એકબીજને કાપતી અને સળંગ રેખાઓ હોય તેવા લોકો અમીર હોય છે. કેટલીકવાર આ રેખાઓ એક-બીજાને ક્રોસ કરીને હેશટૈગ જેવી દેખાય છે. આવી નિશાની વ્યક્તિ અમીર હોવાની નિશાની દર્શાવે છે. 

ચાઈનીઝ પામેસ્ટ્રીમાં  '# ' આ પ્રકારની નિશાનીને સારા ભાગ્ય અથવા શુભનું પ્રતીક હોવાનું માનવામાં આવે છે. આવો જાણીએ કે આંગળી પર વિવિધ પ્રકારની રેખાઓ અને નિશાનીઓ વિશે જાણીએ. 

જો  '# 'આવી હેસટેગ નિશાની હથેળીના ગુરુપર્વત એટલે કે તર્જની આંગળીની નીચે બનતી હોય તો તે વ્યક્તિ પાસે અઢળક રુપિયા હોય છે. તેની પાસે પૈસાની કોઈ કમી હોતી નથી. અને જો આ નિશાની હથેળીના બુધ પર્વત પરથી એટલે કે કનિષ્કા આંગળીની નીચે હોય તો આવા લોકો સમાજમાં ખૂબ જ માન સન્માન મેળવતા હોય છે. તેમજ હથેળીના શનિ પર્વત એટલે કે મધ્યમાં આંગળીની નીચે આવી નિશાન હોય તો વ્યક્તિ સરકારના કોઈ મોટા હોદ્દા પર હોવો જોઈએ અથવા કોઈ હોદ્દા પર બેસવાની શક્યતા હોય છે. 

આંગળી પર ' # ' આવા નિશાનમાં છુપાયેલુ છે રહસ્ય

તર્જની આંગળી 

જો તર્જની આંગળી પર ' # ' આવી નિશાની હોય તો આવા લોકો સરકારી સંસ્થાઓમાં કામગીરી કરતા હોવા જોઈએ અથવા ભવિષ્યમાં સરકારી નોકરી મેળવી શકવાની સંભાવના રહેલી છે.

મધ્યમા આંગળી 

મધ્યમા આંગળી પર ' # ' આવી નિશાની જોવા મળે તો તેને ધનની નિશાની માનવામાં આવે છે. આવા લોકો કરિયરમા ખૂબ જ આગળ હોય છે. અને આવા લોકોને તેમના ભાગ્યનો સાથ મળતો હોય છે. 

અનામિકા આંગળી 

જે લોકોની અનામિકા આંગળી પર આવી નિશાની જોવા મળે છે તેવા લોકો તેમની બૌદ્ધિકક્ષમતાથી મોટી ઉપલબ્ધીઓ હાંસલ કરતા હોય છે.

કનિષ્કા આંગળી

ખૂબ ઓછા લોકોની કનિષ્કા આંગળી પર આવી નિશાની જોવા મળતી હોય છે. આ નિશાનીવાળા લોકો જીવનમાં ખૂબ જ  મોટી કામયાબી મેળવતા હોય છે. અને અઢળક પૈસા કમાય છે. રાજાશાહી ભોગવતા હોય છે. 

Gujarat
IPL-2023
Magazines