Get The App

શરીર પર જો આ જગ્યાએ તલ હોય તો સમજી લેવું કે...

- શરીરના ખાસ ભાગો પરના તલ તમારા ભવિષ્ય અને વ્યક્તિત્વને દર્શાવે છે.

Updated: Jul 9th, 2019

GS TEAM


Google News
Google News
શરીર પર જો આ જગ્યાએ તલ હોય તો સમજી લેવું કે... 1 - image

અમદાવાદ, તા. 9 જુલાઇ 2019, મંગળવાર

શરીરના ઘણા ભાગો પર તલના નિશાન જોવા મળે છે. કેટલાક તલ જન્મથી હોય છે, તો કેટલાક જેમ ઉંમર પસાર થાય તેમ દેખાય છે. આ તલ અને મસાની નિશાની કેટલાક સંકેતો દર્શાવે છે. જો આ તલ શરીરના કેટલાક ખાસ ભાગો પર હોય તો, તમારા ભવિષ્ય અને વ્યક્તિત્વ તરફ ઇશારો કરે છે. 

સમુદ્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર પણ આ તલ વિશે સચોટ માહિતી આપે છે. ઘણી વખત આ તલ તમારી સુંદરતામાં પણ વધારો કરે છે. ચહેરો, આંખ, નાક, ગળા અને બીજા કોઇ શરીરના ભાગો પરના તલની વિશેષતા વિશે જાણીએ,

1. જો તમારી કમર પર તલ હોય તો તેનો અર્થ એ થાય છે કે, તમારું જીવન સંઘર્ષમય છે. તમારે કોઇ કાર્ય પૂર્ણ કરવા માટે ઘણી મહેનત કરવી પડશે.

2. જો તમારા પેટ ઉપર તલ હશે તો તમે ખાવાના શોખીન હશો, અને તમે ખાવા પર વધુ ખર્ચ કરશો.

3. તમારી પીઠ પર તલ હોય તો તમે સ્વભાવે ચંચળ હશો. તમને ખૂબ પ્રવાસ કરવો ગમશે.

4. જો તમારા પગના તળીયામાં અંગુઠાની નીચે તલ હોય તો તમે વધુ વિદેશ યાત્રા કરશો. એટલું જ નહીં કેટલીકવાર વિદેશમાં વસવાના સંકેત પણ આપે છે.

5. જેના નાક પર તલ હોય એ વ્યક્તિ થોડા જિદ્દી હોય છે. જયારે જે સ્ત્રીઓના નાક પર તલ હોય એ ભાગ્યશાળી હોય છે.

6. જેના માથા પર તલ હોય એ વ્યક્તિનું સમાજમાં બહુ સન્માનિય સ્થાન હોય છે. તેમને દરેક જગ્યાએ માન મળે છે. જે વ્યક્તિના  માથાની જમણી બાજુ તલ હોય એ બહુ પૈસાદાર હોય છે. અને જો બંને નેણની વચ્ચેના ભાગમાં તલ હોય તો તે વ્યક્તિ ઘરથી દૂર વિદેશમાં નિવાસ કરે છે.

7. જેના હોઠ પર તલ હોય એ સ્વભાવે પ્રેમી પ્રકૃતિના હોય છે, પરંતુ જેના હોઠ નીચે તલ હોય એ બહુ ખર્ચાળ સ્વભાવના હોય છે.

8. જો તમારા ગાલ પર તલ હોય તો તે તમારું જીવન સંઘર્ષપૂર્ણ દર્શાવે છે.

9. જો આંખની કિકિ પર તલ હોય તો તે લોકો બહુ ભાવુક હોય છે. જયારે ડાબી આંખની કિકિ પર તલ હોય તો તે વ્યક્તિ ઉચ્ચ વિચારધારા વાળું છે, તેમ કહી શકાય.

જો શરીર પર તલ અને મસાનું પ્રમાણ વધારે હોય તો તે શારીરીક ખામી હોવાનું દર્શાવે છે. પરંતુ જો શરીર પર વધારે તલ બનતા હોય તો તમારે ડૉકટરનો સંપર્ક કરવો જોઇએ.     

Tags :