Get The App

ન્યુમરોલોજી અનુસાર તમારું 2026નું વર્ષ કેવું જશે?

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
ન્યુમરોલોજી અનુસાર તમારું 2026નું વર્ષ કેવું જશે? 1 - image

- ભવિષ્યકથન કરવા માટે ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્ર પણ એક રસપ્રદ માધ્યમ છે. જરા જુઓ, તમારા આગામી ૧૨ મહિના દરમિયાન શું શું થવાનું છે ને શું શું થવાનું નથી. 

રજૂઆત દેવેન દવે 

તમારો મૂળાંક

(મૂળ અંક) શું છે તે શી રીતે નક્કી કરશો? 

સાવ સાદી ગણતરી છે. તમારા તમારા જન્મતારીખને ધ્યાનમાં છે. ફક્ત તારીખને, મહિના કે વર્ર્ષેને નહીં. મૂળાંક એટલે જન્મતારીખના અંકોનો સરવાળો. ઉદાહરણ સાથે સમજીએ. ધારો કે તમારો જન્મદિવસ ૧૮-૪-૧૯૯૦ છે. તો તમારી જન્મતારીખ થઈ ૧૮ અને એના અંકોનો સરવાળો એટલે ૧+૮ = ૯. આમ, તમારો મૂળાંક ૯ છે. માનો કે તમારી જન્મતારીખ ૭ માર્ચ છે. તો તમારો મૂળાંક ૭ છે. ટૂંકમાં, તમારે માસ અને વર્ર્ષે ધ્યાનમાં લેવાનાં નથી. તમારી સરળતા ખાતર અહીં પ્રત્યેક વિવરણ પહેલાં મૂળાંકની સાથે કૌંસમાં જન્મતારીખ પણ આપેલી જ છે.

તો પેશ છે...

મૂળાંક 1 (જન્મતારીખઃ ૧, ૧૦, ૧૯, ૨૮)

તમે આ વર્ષે સરસ કમાણી કરશો

અને રાજાની જેમ ખર્ચ કરશો

આ વર્ષ તમારા માટે પ્રણયના મામલામાં સારો રહેશે. પાર્ટનર પર તમારો પ્રભાવ રહે. દાંપત્ય જીવન રોમેન્ટિક બની રહે. 

જે વ્યક્તિની જન્મતારીખ ૧, ૧૦, ૧૯ અને ૨૮ છે તેઓનો મૂળાંક ૧ બનશે. તેમના માટે ૨૦૨૬નું વર્ષ રાજા જેવું સારું રહેશે.

માનસિક પરિસ્થિતિઃ મૂળાંક ૧ ધરાવનાર જાતક સત્તાના શિખર પર પહોંચી માનસિક રીતે શાંતિ અને આનંદ મેળવશે. ઘર, કુટુંબ, મિત્રવર્તુળમાં આ વર્ષ દરમિયાન તમારા નિર્ણયોને રાજાની જેમ માનવામાં આવશે. લોકો તમારી સત્તાને માન આપશે. તેનાથી તમારો અહમ સંતોષાશે.

આરોગ્યઃ આપનું આરોગ્ય આ વર્ષે એવરેજ રહેશે. એસિડિટી અને બ્લડપ્રેશરની તકલીફ રહેશે. માટે ખાવામાં તીખું-તળેલું ટાળવું. ગુસ્સા અને ઝઘડા પર ખાસ કંટ્રોલ કરવો.

આથકઃ આ વર્ષમાં તમે બચત નહીં કરી શકો, પણ આ વર્ષ આથક રીતે સારું રહેશે. તમે કમાણી કરીને રાજાની જેમ ખર્ચ કરશો. યોગ્ય સલાહ વગર નવી જગ્યા પર રોકાણ ન કરવું.

નોકરી/વ્યવસાયઃ સરકારી નોકરી કરનારને આ વર્ષે પોતાની સત્તાનો પૂરેપૂરો ઉપયોગ કરવા મળશે. બિઝનેસ કરતી વ્યક્તિઓ માટે આ વર્ષ સરકારી કોન્ટ્રાક્ટ્સના મામલામાં સારું રહેશે.  

અભ્યાસઃ આ વર્ષમાં જાતકો નામના મળે તેવું સારું રિઝલ્ટ મેળવશે. જો આ વર્ષેમાં ફિલ્ડ પસંદ કરવાનું હોય તો મેડિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનીયરિંગ સારું રહેશે.

પ્રણય/દાંપત્યઃ આ સમય તમારા માટે પ્રણયના મામલામાં સારો રહેશે. પાર્ટનર પર તમારો પ્રભાવ રહે. દાંપત્ય જીવન રોમેન્ટિક બની રહે. 

પ્રગતિઃ આ વર્ષ તમે રાજાની જેમ જીવી લેજો. આ જિંદગીનું યાદગાર વર્ષ રહેશે. તમે સરસ પ્રગતિ કરશો.


મૂળાંક 2 (જન્મતારીખઃ ૨,૧૧,૨૦,૨૯)

ગયા વર્ષે જે વિચારોએ તમને પરેશાન કરી નાખ્યા હતા

તેના પર આખરે પૂર્ણવિરામ મૂકાશે

વારંવાર નોકરી બદલવાના વિચારો બંધ થશે. નોકરી અને વ્યવસાયમાં સ્થિરતા અનુભવશો. 

જે વ્યક્તિની જન્મતારીખ ૨,૧૧,૨૦ અને ૨૯ છે તેમનો મૂળાંક ૨ (બે) બનશે. તેમના માટે ૨૦૨૬નું વર્ષ ખૂબ જ સારું રહેશે.

માનસિક પરિસ્થિતિઃ આ વર્ષ આ મૂળાંકના જાતકો માટે માનસિક રીતે શાંતિ આપનાર રહેશે. જાતકને ગયા વર્ષે જે વિચારોએ પરેશાન કરી નાખ્યા હતા તે હવે અટકશે અને યોગ્ય નિર્ણય લઇ શકાશે.

આથકઃ આ વર્ષ આથક રીતે સારું રહેશે. તમે કમાણી કરી બચત કરી શકશો, પણ લાગણીમાં વહી જઈને કોઈને મોટી રકમ ઉધાર ન આપવાની સલાહ છે.

નોકરી/વ્યવસાયઃ વારંવાર નોકરી બદલવાના વિચારો બંધ થશે. નોકરી અને વ્યવસાયમાં સ્થિરતા અનુભવશો. ઠંડા પીણાં, દૂધ કે અન્ય પ્રવાહી સાથે સંકળાયેલા વ્યવસાયોમાં અનુકૂળતા રહેશે.

અભ્યાસઃ આ વર્ષમાં તમને મહેનત મુજબ જ ફળ મળશે. તેથી મહેનત વધુ કરશો તો ફળ વધુ સારું મળશે. જો આ વર્ષે બ્રાંચ પસંદ કરવાની થતી હોય તો ડેરી એન્જિનિયરિંગ કે સાયકોલોજી પર વિશેષ ધ્યાન આપજો. 

પ્રણય/દાંપત્યઃ આ વર્ષેમાં પ્રણય માટે પસંદગીનું પાત્ર મળવાની શક્યતા રહેશે. લાગણીના સંબંધ બંધાશે. પરિણીત જાતકોએ લગ્નેતર સંબંધના વિચાર સુધ્ધાંથી દૂર રહેવું. 

પ્રગતિઃ આ વર્ષ તમારા માટે પ્રગતિનું રહેવાનું છે. પોતાનું લેવલ યા તો સ્ટાન્ડર્ડ તમે જાળવી શકશો.


મૂળાંક 3 (જન્મતારીખઃ ૩,૧૨,૨૧,૩૦)

આ વર્ષે તમારા ઇગો પર કાબૂ રાખશો તો

સારી એવી પ્રગતિ કરી શકશો

વજન ન વધે અને કોલેસ્ટેરોેલની તકલીફ ન થાય તે માટે ખાવાપીવામાં કાળજી રાખવી. ડાયાબિટીસ થઈ ગયો હોય તો તે કાબૂમાં રહે તે માટે સઘળું કરી છૂટવું. 

જે વ્યક્તિની જન્મતારીખ ૩,૧૨,૨૧ અને ૩૦ છે તેમનો મૂળાંક ૩ બનશે. તેમના માટે ૨૦૨૬નું વર્ષ મધ્યમ રહેશે.

માનસિક પરિસ્થિતિઃ મૂળાંક ૩ ધરાવનાર જાતક ઉચ્ચ સ્થાન પર પહોંચી, માનસિક રીતે શાંતિ મેળવવાના પ્રયત્નોમાં આંશિક સફળતા મેળવશે. ઘર, કુટુંબ, મિત્રવર્તુળમાં આ વર્ષે તમારી સલાહ માનવામાં આવશે. તેને કારણે તમને આનંદ થશે અને તમારો ઇગો સંતોષાશે.

આરોગ્યઃ મૂળાંક ૩ ધરાવનાર જાતકનું આરોગ્ય આ વર્ષે મધ્યમ રહેશે. વજન ન વધે અને કોલેસ્ટેરોેલની તકલીફ ન થાય તે માટે ખાવાપીવામાં કાળજી રાખવી. ડાયાબિટીસ થાય જ નહીં, અને જો થઈ ગયો હોય તો તે કાબૂમાં રહે તે માટે સઘળું કરી છૂટવું. 

આથકઃ આ વર્ષ આપના માટે આથક રીતે મધ્યમ રહેશે. શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા જાતકોને ફાયદો થશે. ફૂડ કંપનીના શેરમાં રોકાણ લાભ આપશે. આ વર્ષમાં તમે થોડી બચત કરી શકશો.

નોકરી/વ્યવસાયઃ મૂળાંક ૩ ધરાવનાર નોકરીયાત જાતકોને આ વર્ષમાં સહકર્મચારી તથા અધિકારી સાથે થોડા ખટરાગ થશે. ફૂડના વ્યવસાય સાથે સંકળાયેલા જાતકોનું આ વર્ષ સરસ જવાનું છે. 

અભ્યાસઃ આ વર્ષે જાતક પોતાની ઇચ્છા મુજબ રિઝલ્ટ મેળવી શકશે. જો આ વર્ષે બ્રાંચ પસંદ કરવાની થતી હોય તો હોટલ મેનેજમેન્ટ વિશે ગંભીરતાથી વિચારજો. 

પ્રણય/દાંપત્યઃ પ્રણયના મામલામાં તમારા માટે આ વર્ષ મધ્યમ રહેશે. પાર્ટનરને વધુ સલાહ-સૂચન ન આપ્યા કરવા. દાંપત્યજીવનમાં એકંદરે સારો સમય રહેશે. 


મૂળાંક 4 (જન્મતારીખઃ ૪,૧૩,૨૨,૩૧)

જીવનસાથી સાથે રોમેન્ટિક ટ્રિપ પર જવા માટે આ સમય સારો છે

આ વર્ષ આપના માટે આર્થિક રીતે ખૂબ સારું રહેશે. આ વર્ષમાં તમે બચત પણ કરી શકશો.

જે વ્યક્તિની જન્મતારીખ ૪,૧૩,૨૨ અને ૩૧ છે તેઓનો મૂળાંક ૪ બનશે. તેમના માટે ૨૦૨૬નું વર્ષ ખૂબ સારું રહેશે.

માનસિક પરિસ્થિતિઃ મૂળાંક ૪ ધરાવનાર જાતક આ વર્ષે ભૌતિક સુખના શિખર પર પહોંચીને આનંદ અને ખુશી મેળવશે. ઘર, કુટુંબ, મિત્રવર્તુળમાં તમારાં માનપાન વધશે. આ વર્ષ દરમિયાન તમે માનસિક સ્તરે ખુશખુશાલ રહેશો.

આરોગ્યઃ આ જાતકોનું આરોગ્ય આ વર્ષે સારું રહેશે. જોકે માથાનો દુખાવો અને બીપીની તકલીફ ન થાય તે માટે ઉજાગરા ટાળવા.

આથકઃ આ વર્ષ આપના માટે આથક રીતે ખૂબ સારું રહેશે. દરેક રોકાણ ફાયદો અપાવશે. શેર સટ્ટાથી તમને ફાયદો રહેશે. આ વર્ષમાં તમે બચત પણ કરી શકશો.

નોકરી/વ્યવસાયઃ મૂળાંક ૪ ધરાવનાર નોકરીયાતોને સહકર્મચારીઓ તથા સિનિયર અધિકારીઓ સાથે મનમેળ રહેશે. શેર સટ્ટા અને બાંધકામના વ્યવસાય માટે પણ આ વર્ષ સારું રહેશે. સરકાર સાથેનાં કામો સારી રીતે પાર પડશે. 

અભ્યાસઃ આ વર્ષે જાતક પોતાની મહેનત કરતાં પણ સારું રીઝલ્ટ મેળવશે. જો આ વર્ષમાં બ્રાંચ પસંદ કરવાની આવે હોય તો ફાર્મસી, એન્જિનીયરીંગ અને આકટેક્ચર વિશે ગંભીરતાથી વિચારજો. 

પ્રણય/દાંપત્યઃ આ વર્ષ તમારા માટે રોમેન્ટિક પસાર થવાનું છે. પાર્ટનર સાથે સારો મનમેળ રહેશે. જીવનસાથી સાથે રોમેન્ટિક ટ્રીપ પર જવા માટે આ સમય સારો છે. 

પ્રગતિઃ સમગ્રપણે આ વર્ષ તમારા માટે બધી રીતે અનુકૂળ રહેશે અને તમે પ્રગતિના પંથે રહેશો.


મૂળાંક 5 (જન્મતારીખઃ ૫,૧૪,૨૩)

આ વર્ષે ખર્ચ ઓછો અને બચત વધારે થશે.

બુદ્ધિપૂર્વક કરેલાં રોકાણ ફાયદો કરાવશે.

પ્રણયસંબંધમાં બુદ્ધિનો વિશેષ ઉપયોગ કરવો. લાગણીમાં છેતરાશો નહી. આ વર્ષે જીવનસાથી સાથે લાંબી મુસાફરી આનંદદાયક સાબિત થશે. 

જે વ્યક્તિની જન્મતારીખ ૫,૧૪ અને ૨૩ છે તેમનો મૂળાંક ૫ (પાંચ) બનશે. તેમના માટે ૨૦૨૬ નું વર્ષ ખૂબ સારું રહેશે.

માનસિક પરિસ્થિતિઃ આ વર્ષ મૂળાંક ૫ ધરાવતા જાતકો માટે માનસિક શાંતિ અને ખુશી આપનારું રહેશે. જાતક પોતાની બુદ્ધિ અને વાક્ચાતુર્યથી ઘર, કુટુંબ, મિત્રવર્તુળમા આ વર્ષે

ખૂબ માન મેળવશે. 

આરોગ્યઃ મૂળાંક ૫ ધરાવનાર જાતકનું આરોગ્ય આ વર્ષે ખૂબ સારું રહેશે. વિટામિનની ઉણપ અને શરદી અંગે કાળજી લેવી.

આથકઃ આ વર્ષ આવક કરતા ખર્ચ ઓછો થશે. એટલે કે ૨૦૨૬માં તમે બચત પણ વધુ કરી શકશો. બુદ્ધિપૂર્વક કરેલાં રોકાણ ખૂબ ફાયદો આપી શકે છે.

નોકરી/વ્યવસાયઃ ૫ મૂળાંક ધરાવતા લેખકો, પત્રકારો અને વક્તાઓ આ વર્ષે પ્રગતિ કરી શકશે. એકાઉન્ટિંગ સાથે સંકળાયેલા વ્યાવસાયિકો માટે પણ આ વર્ષ સારું રહેશે. 

અભ્યાસઃ આ વર્ષે તમને મહેનત મુજબ ફળ મળે. જો આ વર્ષે બ્રાંચ પસંદ કરવાની આવે તો ભાષા અને આર્ટ્સ વિશે ખાસ વિચારજો. 

પ્રણય/દાંપત્યઃ આ વર્ષમા પ્રણયસંબંધમાં બુદ્ધિનો વિશેષ ઉપયોગ કરવો. લાગણીમાં છેતરાશો નહી. દાંપત્ય જીવનમા આ વર્ષે લાંબી મુસાફરી આનંદદાયક સાબિત થશે. 

પ્રગતિઃ આ વર્ષે ૫ મૂળાંક ધરાવતા જાતકો સરસ પ્રગતિ કરશે. શાંતિપૂર્વક બુદ્ધિથી પ્લાનિંગ કરવાથી જિંદગી સુખદ લાગશે. 


મૂળાંક 6 (જન્મતારીખઃ ૬,૧૫,૨૪)

જે લેવલ પર તમે ઓલરેડી પહોંચી ગયા છો તે

આ વર્ષે જાળવી રાખવાનો પ્રયત્ન કરજો

 પ્રેમસંબંધના મામલામાં આ વર્ષે ખોટા નિર્ણય લઈ લેવાની  શક્યતા રહેલી છે. લગ્નજીવનને મોટા વિખવાદોથી બચાવવાનું છે. 

જે વ્યક્તિની જન્મતારીખ ૬,૧૫ અને ૨૪ છે તેમનો મૂળાંક ૬ બનશે. તેમના માટે ૨૦૨૬નું વર્ષ સંઘર્ષભર્યંન રહેશે. 

માનસિક પરિસ્થિતિઃ મૂળાંક ૬ ધરાવનાર જાતક આ વર્ષે મોજશોખ થકી પણ માનસિક રીતે શાંતિ અને આનંદ નહી મેળવી શકે. ઘર, કુટુંબ, મિત્રવર્તુળ પણ મિત્ર એમનું મન બહેલાવી શકશે નહીં. માનસિક બેચેની થયા કરશે. 

આરોગ્યઃ તમારી તબિયત આ વર્ષે ખાસ સંભાળવી. પથરી, ચામડી અને ગુપ્તાંગ સંબંધિત તકલીફ થાય તેવી શક્યતા રહે છે. 

આથકઃ આ વર્ષ આથક રીતે સારું નથી. આ વર્ષે કોઇ પણ રોકાણ તમને ફાયદો નહી કરાવે. આવક ખોટી જગ્યા પર વપરાઈ જાય, એમ બને. તેથી આ વર્ષે બહુ ઉધામા ન કરવા. આ વર્ષે તમે બચત પણ નહી કરી શકો.

નોકરી/વ્યવસાયઃ નોકરીયાત જાતકોને આ વર્ષે સહકર્મચારીઓ સાથે ખૂબ વાદવિવાદ થશે. વ્યવસાય કરનારા જાતકોએ ને આ વર્ષે કોઇ નવું સાહસ ન કરવાની સલાહ છે. લેડીઝ કપડાં, ઘરેણાં અને સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી અન્ય ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા વેપારધંધામાં નુક્સાની થવાનો સંભવ છે. 

અભ્યાસઃ આ વર્ષે જાતક પોતાની ક્ષમતા કરતાં નબળું રિઝલ્ટ મેળવશે. જો આ વર્ષે બ્રાંચ પસંદ કરવાની હોય તો સંગીત, નૃત્ય કે ચિત્રકળા વિશે ગંભીરતાથી વિચારજો. 

પ્રણય/દાંપત્યઃ આ વર્ષે એક કરતાં વધુ પાત્રો સાથે રોમાંસ કરવાનું ટાળજો. પ્રેમસંબંધના મામલામાં આ વર્ષે ખોટા નિર્ણય લઈ લેવાની  શક્યતા રહેલી છે. પરિણીત જાતકોએ લગ્નેતર સંબંધો વિશે વિચારવાનું પણ નથી. લગ્નજીવનને મોટા વિખવાદોથી બચાવવાનું છે. 

પ્રગતિઃ આ વર્ષ તમારે શાંતિથી પસાર કરવા જેવું છે. જે લેવલ યા તો સ્ટાન્ડર્ડ પર તમે ઓલરેડી પહોંચી ગયા છો તે જાળવી રાખવાનો પ્રયત્ન કરજો. પ્રગતિ વિશે વિચારવાનો અવકાશ આ વર્ષે બહુ રહેશે નહીં. 


મૂળાંક 7 (જન્મતારીખઃ ૭,૧૬,૨૫)

આ વર્ષ તમારા માટે બધી રીતે અનુકૂળ છે,

તમે પ્રગતિના પંથે રહેશો ઘર, કુટુંબ, મિત્રવર્તુળમાં આ વર્ષેં તમારા નિર્ણયને વધુ પ્રાધાન્ય મળશે. લોકો તમને ખૂબ માન-પાન આપશે, જેનાથી તમારો અહમ્ સતોષાશે.

જે વ્યક્તિની જન્મતારીખ ૭, ૧૬ અને ૨૫ છે તેમનો મૂળાંક ૭ બનશે. તેમના માટે ૨૦૨૬નું વર્ષ સારું રહેશે.

માનસિક પરિસ્થિતિઃ મૂળાંક ૭ ધરાવનાર જાતક આ વર્ષેં માનસિક રીતે શાંતિ અને સફળતાનો આનંદ મેળવશે. ઘર, કુટુંબ, મિત્રવર્તુળમાં આ વર્ષેં તમારા નિર્ણયને વધુ પ્રાધાન્ય મળશે. લોકો તમને ખૂબ માન આપશે, જેનાથી તમારો અહમ્ સતોષાશે. 

આરોગ્યઃ આપનું આરોગ્ય આ વર્ષેં એકંદરે ખૂબ સારું રહેશે. અલબત્ત, શ્વસનતંત્રની તકલીફ ન થાય તે માટે ખાસ કાળજી રાખવી. વધુ પ્રદૂષણવાળી જગ્યામાં જવાનું ટાળવું.

આથકઃ આ વર્ષેં આથક રીતે સારું રહેશે. જમીન-મકાનમાં રોકાણ ફાયદો અપાવશે. સફેદ ધાતુ યા વસ્તુઓ સંબંધિત કંપનીના શેર તમને ફાયદો કરાવશે. આ વર્ષેં તમે સારી બચત કરી શકશો.

નોકરી/વ્યવસાયઃ આ વર્ષ નોકરી તેમજ બિઝનેસ માટે ખૂબ સારો રહેશે. જમીન, ખાણ અને ધાતુનાં ક્ષેત્રો લાભ કરાવશે. આયાત- નિકાસ, સમુદ્ર સાથે સંબંધ ધરાવતી વસ્તુઓના વેપારમાં સારું લેણું રહેશે.

અભ્યાસઃ આ વર્ષેં તમને મહેનતનું બહેતર સારું ફળ મળશે. જો આ વર્ષેં બ્રાન્ચ પસંદ કરવાની હોય તો ખેતીવાડી, એન્જિનીયરિંગ, બાગાયત વિશે ગંભીરતાપૂર્વક વિચારજો. 

પ્રણય/દાંપત્યઃ આ વર્ષ તમારા માટે ખૂબ રોમેન્ટિક રહેશે. પાર્ટનર પર તમારા સલાહ સૂચનનો પ્રભાવ રહેશે. જીવનસાથી સાથે રોમેન્ટિક ટ્રીપ પ્લાન કરજો - આ દિવસો તમારા માટે ગોલ્ડન ટાઇમ પૂરવાર થશે. 

પ્રગતિઃ ટૂંકમાં, આ વર્ષ તમારા માટે બધી રીતે અનુકૂળ છે, તેથી તમે પ્રગતિના પંથે રહેશો.


મૂળાંક 8 (જન્મતારીખઃ ૮,૧૭,૨૬)

દાંપત્ય જીવનમાં ધીરજથી કામ લેશો તો પ્રતિકૂળ સમય પસાર થઈ જશે

આરોગ્ય આ વર્ષેં એકંદરે ખરાબ રહેશે. એસિડિટી, બીપી અને કોલેસ્ટેરોલની તકલીફ ન થાય તે માટે કાળજી રાખવી

જે વ્યક્તિની જન્મતારીખ ૮, ૧૭ અને ૨૬ છે તેઓનો મૂળાંક ૮ બનશે. તેમના માટે ૨૦૨૬નું વર્ષ હરખાવા જેવું નહીં રહે. 

માનસિક પરિસ્થિતિઃ મૂળાંક ૮ ધરાવનાર જાતક આ વર્ષેં ચીકાશથી કામ કરશે. લગભગ દરેક કામમાં વિલંબવ થવાથી સ્ટ્રેસનો અનુભવ થયા કરશે. ઘર, કુટુંબ, મિત્રવર્તુળમાં આ વર્ષેં તમને મળતા માનમા ઘટાડો થશે. આ વર્ષેં તમારું મન ઉચાટભર્યું અને તંગ રહેશે. 

આરોગ્યઃ મૂળાંક ૮ ધરાવનારા જાતકોનું આરોગ્ય આ વર્ષેં એકંદરે ખરાબ રહેશે. એસિડિટી, બીપી અને કોલેસ્ટેરોલની તકલીફ ન થાય તે માટે કાળજી રાખવી.

આથકઃ આ વર્ષ આપના માટે આથક રીતે એકંદરે ખરાબ રહેશે. કોઈપણ રોકાણ કે શેર-સટ્ટાથી તમને ખાસ ફાયદો નહીં રહે. આ વર્ષેં તમે બચત નહીં કરી શકો.

નોકરી/વ્યવસાયઃ મૂળાંક ૮ ધરાવનારા નોકરીયાતોએ આ વર્ષેં સહકર્મચારીઓ તથા સિનિયર અધિકારીઓ સાથે વાદવિવાદમાં ઉતરવું પડશે. જમીન, ખેતીવાડી, ખાણ અને ખનીજ પદાર્થોના ધંધામાં સારું રહેશે.

અભ્યાસઃ આ વર્ષેં જાતક પોતાની મહેનત મુજબ રિઝલ્ટ નહીં મેળવી શકે. જો આ વર્ષેં બ્રાન્ચ પસંદ કરવાની થતી હોય તો ટેકનિકલ અને ન્યાય ક્ષેત્ર વિશે ગંભીરતાથી વિચારજો. 

પ્રણય/દાંપત્યઃ આ સમય તમારા માટે પ્રણયના મામલામાં સારો નહીં રહે. પાર્ટનર સાથે વધુ પડતું ચીકાશભર્યું વર્તન ન કરવું. દાંપત્ય જીવનમાં ધીરજથી કામ લેશો તો પ્રતિકૂળ સમય પસાર થઈ જશે.

પ્રગતિઃ ટૂંકમાં આ વર્ષ તમારા માટે અનુકૂળ ન હોવાથી બિનજરુરી ચીકાશ પર કાબુ રાખશો તો યોગ્ય રીતે પ્રગતિ કરી શકશો.


મૂળાંક 9 (જન્મતારીખઃ ૯, ૧૮, ૨૭)

આ વર્ષેં શિખર પર પહોંચીને ક્યારેક ખુશી તો ક્યારેક ગમ અનુભવશો

એસિડિટી અને બીપીની તકલીફ ન થાય તે માટે ખાસ કાળજી રાખવી. ગુસ્સા ઉપર પણ ખાસ કાબૂ રાખવો.

જે વ્યક્તિની જન્મતારીખ ૯, ૧૮ અને ૨૭ છે તેમનો મૂળાંક ૯ બનશે. તેમના માટે ૨૦૨૬નું વર્ષ મધ્યમ રહેશે.

માનસિક પરિસ્થિતિઃ મૂળાંક ૯ ધરાવનાર જાતક આ વર્ષેં લડાયકતાથી સત્તાના શિખર પર પહોંચીને માનસિક રીતે ક્યારેક ખુશી તો ક્યારેક ગમ મેળવશે. ઘર, કુટુંબ, મિત્રવર્તુળમાં આ વર્ષેં તમને મળતા માન-સન્માનમાં વધઘટ થયા કરશે. આ વર્ષેં તમારી માનસિક પરિસ્થિતિ ઠીકઠાક રહેશે.

આરોગ્યઃ આપનું આરોગ્ય આ વર્ષેં એવરેજ રહેશે. એસિડિટી અને બીપીની તકલીફ ના થાય તે માટે ખાસ કાળજી રાખવી. ગુસ્સા ઉપર પણ ખાસ કાબૂ રાખવો.

આથકઃ આ વર્ષ આથક રીતે એવરેજ રહેશે. જમીનમાં રોકાણ ઠીક-ઠાક ફાયદો અપાવશે. ગોલ્ડ, દવા તેમજ રસાયણને લગતી કંપનીના શેર તમને ઠીક-ઠાક ફાયદો કરાવશે. આ વર્ષેં તમે થોડી બચત કરી શકશો.

નોકરી/વ્યવસાયઃ નોકરીયાત જાતકોના સહકર્મચારીઓ તથા સિનિયરો સાથેના સંબંધો ઠીકઠાક રહેશે. હા, ગુસ્સા પર કાબૂ રાખવો. જમીન, યંત્રનાં ઉત્પાદનનો, દવા તેમજ રસાયણના હોલસેલ વેપાર બાબતે આ વર્ષ સારું રહેશે.

અભ્યાસઃ આ વર્ષેં જાતક એવરેજ પરિણામ મેળવશે. જો આ વર્ષેં બ્રાન્ચ પસંદ કરવાની થતી હોય તો મિકેનિકલ, રેડિયો એન્જિનીયરિંગ, ફાર્મસી અને મેડિકલ વિશે ગંભીરતાપૂર્વક વિચારવું. 

પ્રણય/દાંપત્યઃ આ વર્ષ પ્રણયના મામલામાં એવરેજ રહેશે. પાર્ટનરના કારણે બીજા લોકો સાથે ઝઘડા ન કરવા. દાંપત્ય જીવનમાં ગુસ્સો ખલનાયક બની શકે છે. ક્રોધ પર કાબૂ રાખશો તો આ વર્ષ એવરેજ યા તો સારો રહેશે.

પ્રગતિઃ ટૂંકમાં, આ વર્ષ તમારા માટે એવરેજ છે, અનુકૂળ છે. ક્રોધ પર કાબૂ રાખશો તો થોડી પ્રગતિ કરી શકશો.


ભારત માટે ૨૦૨૬નું વર્ષ ૨+૦+૨+૬=૧૦=૧+૦=૧ એટલે કે સૂર્યપ્રધાન રહેશે. દુનિયાભરની મહાસત્તાઓ ૨૦૨૬માં પોતાનું વર્ચસ્વ સ્થાપવા એટલે કે રાજા બનવા માટે કાવાદાવા કરતી જોવા મળશે. ભારતવર્ષ બધા દેશો વચ્ચે વધુ સફળતા મેળવી શકશે.