20 એપ્રિલે થનારા સુર્યગ્રહણથી કઈ રાશિ પર કેવો પ્રભાવ રહેશે, જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર
સુર્ય ગ્રહણ સવારે 7 વાગ્યા અને 4 મિનિટથી શરુ થશે અને બપોરે 12 વાગ્યે અને 29 મિનિટ પુરુ થશે.
આ વખતે સૂર્યગ્રહણ મેષ રાશિમાં થઈ રહ્યો છે.
Image Envato |
તા. 17 એપ્રિલ 2023, સોમવાર
આગામી તારીખ 20 એપ્રિલ એટલે કે વૈશાખ વદ અમાવસ્યાના રોજ વર્ષ 2023નું પહેલુ સૂર્યગ્રહણ થશે. આ સુર્ય ગ્રહણ સવારે 7 વાગ્યા અને 4 મિનિટથી શરુ થશે અને બપોરે 12 વાગ્યે અને 29 મિનિટ પુરુ થશે. જો કો આ ગ્રહણ ભારતમાં જોવા મળવાનું નથી. તેથી ભારતમાં તેનું સુતક માન્ય ગણવામાં નહી આવે. સૂર્યગ્રહણના રોજ સેવાર્થ સિદ્ધિ યોગ અને પ્રીતિ જેવા શુભ યોગ બની રહ્યા છે.
આ સૂર્યગ્રહણ ખાસ રહેશે, કારણ કે મેષ રાશિમાં સૂર્યગ્રહણ 19 વર્ષ પછી થઈ રહ્યુ છે. એટલે આ દિવસનું મહત્વ વધી જાય છે. આ વખતે સૂર્યગ્રહણ મેષ રાશિમાં થઈ રહ્યો છે. આ સાથે સૂર્યગ્રહણ હાઈબ્રિડ થશે કારણ કે આ ત્રણ પ્રકારે જોવા મળશે. જેમા આંશિક, પુર્ણ અને કુંડલાકાર સૂર્યગ્રહણનો સમાવેશ થાય છે.
આવો જાણીએ બધી રાશિ પર કેવો પ્રભાવ રહેશે
મેશ રાશિ
મેષ રાશિવાળા જાતકો પોતાના સ્વાસ્થયનું ધ્યાન રાખે. વિવાહિત જીવનમાં સમસ્યા થઈ શકે છે. કારોબાર અને ધંધામાં વિશેષ સાવધાની રાખવી આવશ્યક છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોએ આંખો અને નાના મોટા ઘા વાગવાથી બચવું, મુસાફરી દરમ્યાન વિશેષ ધ્યાન રાખવું. નવા કામની શરુઆતમાં ઉતાવળ ના કરવી.
મિથુન રાશિ
મોટા મોટા કાર્યોમાં સફળતા મળશે. માન સન્માન, પદ પ્રતિષ્ઠાનો લાભ પણ મળી શકે છે. અનુકુળ સ્થાન પરિવર્તન થઈ શકે છે.
કર્ક રાશિ
આ સમયમાં કરિયર અને રહેઠાણમાં પરિવર્તન આવી શકે છે. ધનની સ્થિતિમાં જોઈએ તો મોટા લાભ મળતા રહે. પરંતુ માતા-પિતાના બાબતે થોડી ચિંતાનો વિષય છે. તેમને કોઈ નાની મોટી બીમારી થાય.
સિંહ રાશિ
સ્વાસ્થય અને માનસિક પર વધારે ધ્યાન રાખવું, કરિયર બાબતે કોઈ મોટો નિર્ણય કરવા પર જોખમ રહેલુ છે. આ સાથે મહત્વપુર્ણ કામ થોડો સમય માટે રોકાઈ શકે છે.
કન્યા રાશિ
આર્થિક અને પરિવારની સમસ્યા હેરાન કરી શકે છે. વાહન સાવધાની પુર્વક ચલાવવુ. નાની મોટી ઈજાથી બચવુ. આવેશમાં આવીને કોઈ મોટો નિર્ણય ન કરવો.
તુલા રાશિ
પરિવારની સમસ્યા અને કોર્ટ કચેરીના મામલે પરેશાની આવી શકે છે. આ સાથે કોઈ દુર્ઘટના જેવી સ્થિતિ આવી શકે છે. કોર્ટ કચેરીના મામલાથી દુર રહેવું.
વૃશ્ચિક રાશિ
જીવનની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તિ મળે. મહત્વપુર્ણ કામ થવાના શરુ થાય. સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ સારી થાય.
ધન રાશિ
કરિયરમાં વિવાદો અને તણાવથી બચવું. પ્રેમ અને સંબંધોના ચક્કરમાં અપયશ મળી શકે છે. બાળકોના પક્ષે વધુ ધ્યાન રાખવાની જરુર છે.
મકર રાશિ
સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ બાબતે વધુ ધ્યાન રાખવાની જરુર જણાય. પોતાની જગ્યા પરિવર્તનના યોગ થાય પરંતુ તેમા સાવધાની રાખવી. ધનની લેવડ-દેવડ અને રોકાણ બાબતે સતર્ક રહેવુ.
કુંભ રાશિ
સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા હલ થતી જણાય. શત્રુઓ અને વિરોધીઓ પરાસ્ત થશે. રોકાયેલા મહત્વપુર્ણ કામો ઝડપથી પાર પડે.
મીન રાશિ
વિવાહિત જીવનમાં સમસ્યા આવી શકે છે. દુર્ઘટના અને વાદ વિવાદથી સાવધાન રહેવુ. કરિયરની બાબતે કોઈ લાપરવાહી ના કરવી.