દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે વર્ષ ઉતાર- ચઢાવવાળું રહે.
- વર્ષનો પ્રારંભ સારો રહે.
- પરંતુ માગસર માસથી અધિક જેઠ માસ સુધીનો સમય તેમના માટે કપરો રહે !
- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તેમણે વિશેષ સાવધાની રાખવી પડે !
- દેશના રાજ્યોમાં આંતરવિગ્રહના કારણે દેશની ચિંતામાં વધારો થાય !
- રાજકોષીય ખાધ વધતા આર્થિક સ્થિરતા સાચવવાની, વિકાસ વૃદ્ધિની તેમની ચિંતામાં વધારો થાય !
- પક્ષમાં પદની ખેંચતાણમાં, વાદ-વિવાદમાં, આંતરકલહમાં વધારો થાય!
- પક્ષના અનુભવી નેતાઓની સુષુપ્તાવસ્થા કે તેમનો બળવો તેમની ચિંતામાં વધારો કરે !
- દેશને સાચવવો કે પક્ષને સાચવવો તેની દ્વિધા અનુભવાય.
- પરંતુ દ્વિતીય જેઠ માસથી આસો માસ સુધીનો સમય તેમના માટે સારો રહે.
- તેમના યશ, પ્રતિષ્ઠામાં વધારો થાય
- તેમના પ્રયત્નોથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સુધારો થાય ! સંબંધો વધુ સુદ્રઢ બને !
- પક્ષના અસંતુષ્ટો શાંત થાય !
- તેમના અંતરંગ સહયોગીઓ મંત્રીઓ કાર્યકરોનો તમને સાથ- સહકાર મળી રહે !
- આંતરરાષ્ટ્રીય પ્રવાસો, નેતાઓ સાથેની મુલાકાતો દ્વારા ભારતમાં આંતરરાષ્ટ્રીય રોકાણમાં વધારો કરાવી શકે !
- ભારતના આયાત- નિકાસના વ્યાપારમાં વૃદ્ધિ લાવી શકે !
પરંતુ વર્ષ દરમ્યાન તેમણે
- પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેકાળજી રાખવી નહીં.
- તે સિવાય વિપક્ષ દ્વારા તેમના પર કે પક્ષ પર ભ્રષ્ટાચાર, નાણાંકીય ગોટાળાનો આક્ષેપ લગાવવામાં આવે !
- વિપક્ષ દ્વારા તેમના કાર્યમાં સતત કોઈને કોઈ વિઘ્ન ઉભું કરવાના પ્રયાસો થાય !
- આમ વર્ષની મધ્ય સુધીનો સમય તેમના માટે થોડો વધુ મુશ્કેલીવાળો રહે પરંતુ વર્ષનો અંત તેમના માટે સારો રહે.
ગુજરાતમાં મહત્વના ઉદ્યોગો એન્ટ્રી મારે : રોકાણ વધે
ગુજરાત રાજ્ય માટે વર્ષ સારું રહે. વર્ષ દરમ્યાન ગ્રહોની પરિસ્થિતિ જોતાં -
- ગુજરાત રાજ્યની યશ- પ્રતિષ્ઠામાં વધારો થાય !
- મહત્ત્વના પ્રોજેક્ટ ઉદ્યોગો કંપનીઓ ગુજરાતમાં આવે !
- દુનિયાના દેશો ગુજરાતમાં રોકાણ કરે
- આંતર રાજ્ય- આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સુધારો જણાય
- પ્રજાની વચ્ચે સત્તાધારી પક્ષની પ્રતિષ્ઠામાં વધારો થાય !
- રાજ્યમાં કુદરતી સંપત્તિનો ખજાનો પ્રાપ્ત થાય તેવા સંજોગો ઉભા થાય !
- વર્ષ પસાર થાય તેમ રાજ્યની સંપત્તિમાં વધારો થાય !
- પ્રજાની સુખાકારી વધે !
- પ્રજાની આવકમાં વધારો થાય !
- અનાજ- તેલીબીયાનું સારું ઉત્પાદન થતા નિકાસમાં વધારો થાય !
- પ્રજા વચ્ચેનો સુમેળ વધે !
- પરંતુ સત્તાધારી પક્ષે આંતરિક વિવાદ અને ઉતાવળિયા નિર્ણયોથી સાચવવું પડે.
- પરંતુ પોષ માસના અંતથી ચૈત્ર માસના પ્રારંભિક સપ્તાહ સુધીનો સમય રાજ્ય માટે ચિંતાજનક રહે !
- પ્રજાની પીડામાં વધારો થાય !
- રાજકીય અસ્થિરતાનો માહોલ સર્જાય !
- નેતૃત્વ પરિવર્તનની વાતો સંભળાય કે નેતૃત્વ પરિવર્તન થાય !
ભાજપ પ્રતિષ્ઠા દાવ પર લાગે
ભારતીય જનતા પક્ષ માટે વર્ષ આરોહ- અવરોહનું રહે. વર્ષનો પ્રારંભ સારો રહે પરંતુ માગશર માસથી અધિક જેઠ માસ સુધીનો સમય વધુ કપરો રહે !
- પક્ષની પ્રતિષ્ઠા દાવ પર લાગે !
- પક્ષના વિવિધ નેતાઓનો વાણી-વિલાસ ભ્રષ્ટાચાર અને તેને છાવરવાની ઉચ્ચ નેતાઓની નીતિ પક્ષની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે !
- પ્રજાની વચ્ચે પક્ષ પ્રત્યે અસંતોષનું વાતાવરણ સર્જાય, પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં સ્થિતિમાં સુધારો થતો જાય !
'કોંગ્રેસ' પક્ષને બદલે 'પરિવાર' પક્ષ લાગે
કોંગ્રેસ પક્ષ માટે વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ મધ્યમ રહે ! વર્ષની શરૂઆત સારી થાય પરંતુ માગશરથી અધિક જેઠ માસ સુધીનો સમય મધ્યમ રહે પક્ષમાં બળવો થાય ! આંતરકલહ વધે, સાથી પક્ષોની વચ્ચે પ્રભુત્વ ઘટતું જાય ! પક્ષની નેતાગીરી સામે પ્રશ્નો ઉભા થાય ! નવા ચહેરાઓને, યુવાશક્તિને તક આપવી પડે ! એક કુટુંબ કે પરિવારને અનુસરવાથી 'કોંગ્રેસ' પક્ષને બદલે 'પરિવાર' પક્ષ લાગે. જો કે, વર્ષના ઉત્તરાર્ધમાં સમય સુધરતો જાય, પરિસ્થિતિમાં સુધારો જોવા મળે.
વિશ્વના દેશો વચ્ચે ભારતની પ્રતિષ્ઠામાં વધારો થાય : દેશમાં આંતરિક કલહ- વિગ્રહ જણાય
આઝાદ ભારતની કુંડળી પ્રમાણે સંવત ૨૦૮૨નું વર્ષ મધ્યમ રહે.
- વર્ષારંભે દેશમાં આંતરિક કલહ- વિગ્રહ જણાય !
- આકસ્મિક આપત્તિઓને લીધે ખર્ચમાં વધારો થાય !
- રાજકોષમાં ઘટાડો થાય !
- વૈશ્વિક દેવું વધે !
- પરંતુ વર્ષની મધ્યથી દેશ માટે સારો સમય આવે !
- પડોશી દેશો સાથેના સંબંધમાં સુધારો જણાય !
- વિશ્વના દેશો વચ્ચે ભારતની પ્રતિષ્ઠામાં વધારો થાય !
- આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વિકાસ જોવા મળે !
- વિશ્વના દેશો ભારત સાથે આર્થિક વ્યાપારિક સંબંધો બાંધવા આતુર રહે !
- વિશ્વની મહાસત્તાઓ પણ ભારત સાથેના સંબંધો સુધારવા મથે !
- વર્ષ પસાર થતું જાય તેમ આર્થિક વૃદ્ધિ જણાય !
- રાજકોષમાં વધારો થાય ?
- સત્તાધારી પક્ષની રાજ્યો પરની પક્કડમાં વધારો થાય ! પરંતુ ૧૨ ફેબુ્રઆરી ૨૦૨૬થી ૨ એપ્રિલ ૨૦૨૬ સુધીનો સમય કપરો રહે.
- દેશોમાં આંતરિક વિગ્રહ વાદ- વિવાદમાં વધારો થાય !
- અકસ્માત, કુદરતી આપત્તિના લીધે જાન-માલનું નુકસાન થાય !
- પ્રજાની પીડામાં વધારો થાય !
- દ્વિતીય જેઠ માસ દરમ્યાન મોટા નાણાંકીય કૌભાંડથી સંભાળવું પડે !
વિશ્વની મહાસત્તાઓ પણ ભારત સાથેના સંબંધો સુધારવા મથે
આઝાદ ભારતની કુંડળી પ્રમાણે સંવત ૨૦૮૨નું વર્ષ મધ્યમ રહે.
- વર્ષારંભે દેશમાં આંતરિક કલહ- વિગ્રહ જણાય!
- આકસ્મિક આપત્તિઓને લીધે ખર્ચમાં વધારો થાય !
- રાજકોષમાં ઘટાડો થાય !
- વૈશ્વિક દેવું વધે ! પરંતુ વર્ષની મધ્યથી દેશ માટે સારો સમય આવે !
- પડોશી દેશો સાથેના સંબંધમાં સુધારો જણાય!
- વિશ્વના દેશો વચ્ચે ભારતની પ્રતિષ્ઠામાં વધારો થાય !
- આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વિકાસ જોવા મળે!
- વિશ્વના દેશો ભારત સાથે આર્થિક વ્યાપારિક સંબંધો બાંધવા આતુર રહે !
- વિશ્વની મહાસત્તાઓ પણ ભારત સાથેના સંબંધો સુધારવા મથે !
- વર્ષ પસાર થતું જાય તેમ આર્થિક વૃદ્ધિ જણાય!
- રાજકોષમાં વધારો થાય ?
- સત્તાધારી પક્ષની રાજ્યો પરની પક્કડમાં વધારો થાય ! પરંતુ ૧૨ ફેબુ્રઆરી ૨૦૨૬થી ૨ એપ્રિલ ૨૦૨૬ સુધીનો સમય કપરો રહે.
- દેશોમાં આંતરિક વિગ્રહ વાદ- વિવાદમાં વધારો થાય !
- અકસ્માત, કુદરતી આપત્તિના લીધે જાન-માલનું નુકસાન થાય !
- પ્રજાની પીડામાં વધારો થાય !
- દ્વિતીય જેઠ માસ દરમ્યાન મોટા નાણાંકીય કૌભાંડથી સંભાળવું પડે !


