Get The App

તમારા ખરાબ સમયને દૂર કરવા રોજે કરો આટલું

Updated: Apr 25th, 2019

GS TEAM

Google News
Google News
તમારા ખરાબ સમયને દૂર કરવા રોજે કરો આટલું 1 - image

દુનિયામાં એવું કોઈ નથી જેનો ખરાબ સમય નથી આવતો. ખરાબ સમ કોઈને કહીને નથી આવતો. સમય અને સંજોગોને આવવું કે જવું માણસના હાથમાં નથી હોતું. એક વ્યક્તિનો સારો સમય હોય ત્યારે જ કોઈ બીજાનો બહુ ખરાબ સમય પણ હોઈ શકે છે. સારો સમય તો રેતીની જેમ પસાર થઇ જાય છે પણ ખરાબ સમયમાં માણસ પોતાની જાતને સાચવી નથી શકતો. આવામાં કેટલાક કાર્યો નિયમિત કરવાથી તમારો ખરાબ સમય ઓછા સંકટ સાથે પસાર થઇ જાય છે અને જેટલો વખત રહે તેટલો વખત તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા જળવાયેલી રહે છે.


નિયમિત કરો આ કામ

1. શાસ્ત્ર કહે છે કે વ્યક્તિએ સવારે ઉઠીને કોઈનો પણ ચહેરો જોતાં પહેલા પોતાની હથેળીને ચહેરા પર ફેરવીને પછી હાથની રેખાઓ જોવી જોઈએ. હથેળી જોતાં જોતાં ઇશ્વરને પ્રાર્થના કરવી કે તેનો આખો દિવસ સુખપર્વક પસાર થાય.

2.એ પછી સ્નાનાદી પતાવીને ભગવાનની આરાધના કરે અને સૂર્યદેવને જળ ચઢાવો. જો ઘરમાં તુલસીનો છોડ હોય તો રોજે એની પૂજા કરો. સવાર-સાંજ ત્યાં દીવો કરો.

3. રાંધતી વખતે પહેલી રોટલી ગાય માતા માટે બનાવો. ઘી વાળી રોટલી ગાયને આપવાથી માત અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે.

4. રાતે સૂતા પહેલા દિવસ દરમિયાન તમે કરેલા કામોને યાદ કરો અને જો તમે કોઈનું દિલ દુભાવ્યું હોય કે કોઈને તકલીફ પહોંચાડી હોય તો ભગવાન પાસે એની ક્ષમા માગો.