Get The App

રાશિ-ભવિષ્ય-2023 : તો શું આ વર્ષે આકસ્મિક ધનલાભ મેળવવા માટે રેડી છો તમે?

Updated: Jan 11th, 2023

GS TEAM

Google News
Google News
રાશિ-ભવિષ્ય-2023 : તો શું આ વર્ષે આકસ્મિક ધનલાભ મેળવવા માટે રેડી છો તમે? 1 - image

Leo (સિંહ)

(૨૧ જુલાઈથી ૨૧ ઓગષ્ટ)

સિંહ રાશીવાળા વ્યક્તિ પ્રભાવશાળી દેખાવવાળા, પડછંદ કાયા, કાળા અને ભરાવદાર વાળ, શાનદાર રહેણીકરણી, નીડર, સાહસિક અને દ્રઢ-નિશ્ચયશક્તિ ધરાવે છે. સમુહમાં સાથે રહેવાની અને બધાને સાથે રાખી જીવન જીવવાની તેઓ વિશેષતા ધરાવે છે. ઈમાનદારી અને ખુમારી તેમના વ્યક્તિત્વની અલગ આત્મા હોય છે. સિંહ રાશિની વ્યક્તિઓનું આત્મબળ ખૂબ જ મજબૂત હોય છે. તેમની જીવનશૈલી અન્યના માટે પ્રેરક બનતી હોય છે.

શરીર, મન અને સ્વાસ્થ્ય

મંગળના પ્રભાવ હેઠળનું જન્મ લગ્ન આ વર્ષમાં આરોગ્યની દ્રષ્ટિએ શુભ પુરવાર થાય. આમ પણ સિંહ રાશિવાળાનું સ્વાસ્થ્ય ધીંગુ હોય છે. વાતાવરણ કે વાયરલ ઈન્ફેકશનની તેમના ઉપર જલદી અસર વર્તાતી નથી. તેમ છતાં છઠ્ઠા સ્થાને. સ્વરાશિનો શનિ જુની અને હઠીલી બીમારીઓમાંથી રાહત અપાવે. સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સારી રહેતાં મનની પ્રફુલ્લિતતા જળવાઈ રહે. જેમને કોઈ મોટી બીમારી હોય તેઓ ઓપરેશન સહિતના આકરા નિર્ણયો મક્કમતાથી લઈ શકશે; જે મોટેભાગે સફળ પુરવાર થાય. એકંદરે તંદુરસ્તી જળવાઈ રહેશે. પરંતુ રોજીંદી અનિયમિતતા અને ખાસ કરીને યુવાવર્ગ માટે વધુ પડતા વ્યસનો પેટના દર્દ, માનસિક તનાવ અને ગુપ્ત દર્દોના શિકાર બનાવી શકે. નવાં જન્મેલાં સંતાનો માટે તંદુરસ્તી સારી રહેશે. માર્ચ-એપ્રિલમાં સાતમા સ્થાને યુતિ કરતા સૂર્ય-શનિ કામગીરીની વ્યસ્તતાને લીધે માનસિક તનાવ પેદા કરે. પત્નીના આરોગ્યને લગતા પ્રશ્નો પણ આ બે મહિનામાં સતાવે.

મારું ઘર, મારો પરિવાર

કુટુંબ અને પરિવારમો એકંદરે સુખ-શાંતિ અનુભવાય. માતા-પિતાની સુખાકારી વધશે. ઓગષ્ટ અને ડિસેમ્બર મહિનો આપને માટે આનંદદાયક પુરવાર થાય. પરિવારમાં કોઈ શુભ પ્રસંગની ઘડી આવે. તેનાથી ઉત્સાહજનક વાતાવરણ સર્જાય, શનિના પ્રભાવ હેઠળ ફેબુ્રઆરીથી મે માસ દરમ્યાન કુટુંબથી દૂર રહેવાનો પ્રસંગ બને. મોસાળ પક્ષથી રાહત અનુભવાય. નાનાં ભાઈ-બહેન માટે ચિંતા ઉપજાવનારો સમય ગણાય.

સ્નેહ, શાદી અને સંતતિ 

૨૦૨૩ નું વર્ષ સંતાન સુખ માટે શુભ દર્શાવે છે. સંતાનોનો સારો વિકાસ થાય. નવા દંપતિ માટે મે'૨૦૨૩ બાદ સંતાન જન્મની ખુશાલી પવર્તે. લગ્નજીવનમાં ડગ માંગવા માંગતા યુગલો માટે એપ્રિલ-મે-ડિસેમ્બરનો સમય શુભ પુરવાર થશે. પ્રેમજીવનમાં દગાખોરી ન થાય તેની ખાસ કાળજી રાખી આગળ વધવું. દામ્પત્યજીવનમાં ખુશનુમા વાતાવરણ રહેશે. નવી જગ્યાએ હરવા ફરવા જવાનો પ્રસંગ ઊભો થાય. પ્રોઢ જીવન જીવતા દાદા-દાદીને પરસ્પરનો સધિયારો મળી રહેશે. સંતાનો પોતાના વડીલોની સારી રીતે સંભાળ રાખી શકશે. વૃદ્ધાશ્રમમાં રહેતા માતા-પિતા, દાદા-દાદીની ખાસ સંભાળ રાખવી અને આશીર્વાદ મેળવવા.

ભણતર અને ગણતર

૨૦૨૩ ના વર્ષમાં એપ્રિલ પછી શરૂ થતા નવા સત્રમાં વિદ્યાર્થીઓમાં આનંદ પ્રવર્તે. પોતે આગલા વર્ષમાં કરેલી મહેનત રંગ લાવી તેનો સંતોષ તેમના ચહેરા ઉપર દેખાય. આ વર્ષે એન્જિનીયરિંગ અને મેડીકલ લાઈનના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉજળી તકો સર્જાઈ શકે છે. ઘણી લાંબા સમયથી વિદેશમાં અભ્યાસ કરવા રાહ જોતા વિદ્યાર્થીઓ માટે મે-જુનમાં સારા સમાચાર મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વર્ષના અંત સુધીમાં સફળતા મળે તેવા યોગ સર્જાઈ રહ્યા છે. સંશોધન ક્ષેત્રે કામ કરતાં ગણિતયજ્ઞાો માટે અઘરા કોયડાનો ઉકેલ મળી શકે. જે વિદ્યાર્થીઓ આકરી મહેનત કરવા માંગતા હોય અને ઘરેથી માતા-પિતા અને વડીલો તરફથી પુરતું પ્રોત્સાહન મળતું હોય તેવા માટે ેંઁજીભ કે ય્ઁજીભ જેવી કારકીર્દીમાં ઝંપલાવવાની સલાહ છે. લાંબે ગાળે તેમાં સફળતા મળે તેવા યોગ છે.

જોબ, બિઝનેસ અને કરીઅર

જે વ્યક્તિઓ IAS, IPS, IFS જેવી ઉચ્ચ કક્ષાની નોકરી કરતા હોય તેવા અધિકારીઓ માટે વર્ષની શરૂઆતમાં બદલી અને બઢતી માટેની તક આવી મળશે. આવા અધિકારીઓને તેમની વફાદારીના ઈનામ માટે સારું પોસ્ટીંગ મળશે. બાકી નોકરી-ધંધા વ્યવસાય ક્ષેત્રે વર્ષની શરૂઆતમાં બેચેની અને હતોત્સાહ પછી ધીરે ધીરે પ્રગતિ સાધી શકાશે. નોકરીયાત વર્ગ માટે માર્ચ-૨૦૨૩ થી નવી તકો ઊભી થશે. પોતાના અભ્યાસ અને અનુભવને અનુલક્ષીને અનુકૂળ કામ મળશે. રોજગારીમાં વધારો થાય. સરકારી-અર્ધ સરકારી અને લિમિટેડ કંપનીઓમાં નવી જગ્યાઓ ઊભી થાય નિવૃત્તિમય જીવન જીવતી વ્યક્તિઓને નવી પ્રવૃત્તિ મળે. ધંધાકીય ક્ષેત્રે વિકાસ થાય. જમીન અને બિલ્ડીંગના વ્યવસાય સાથે સંકળાયેલાઓને જલસા પડી જાય તેવો માહોલ સર્જાશે. શેરબજારમાં રોકાણકારોને વર્ષના અંતે સારું વળતર મળશે. શેરબજાર અને સ્ટોક માર્કેટમાં કામ કરતા માણસોને સારું વળતર મળશે.

પૈસા યે પૈસા

આર્થિક અને નાણાંકીય દ્રષ્ટિએ આ વર્ષ આનંદદાયક રહે. પોતાની આવડત અને વિશિષ્ટ શક્તિઓના સહારે સફળતા મળતી જણાય, તેના પરિણામે આવકમાં વૃદ્ધિ થાય. આકસ્મિક ધનલાભ થવાના ચાન્સ છે. સરકારી ક્ષેત્રે કામ કરતી વ્યક્તિઓને જુલાઈ-ઓગષ્ટમાં પગારમાં વૃદ્ધિ થશે. વ્યવસાય કરનારાઓ માટે ગ્રાહકોને વધુ સંતોષ આપી શકાશે. ધંધાકીય પ્રગતિ સારી રહે પરંતુ ઉગ્રતાભર્યું વર્તન ઘણીવાર બાજી બગાડી શકે. જમીન-મકાન દલાલો માટે નવા સંપર્કો ફાયદો કરાવી આપે. દલાલો માટે આર્થિક સ્થિતિ સુધરશે.

સ્થાવર-જંગમ સંપત્તિ અને વાહનસુખ

વર્ષ ૨૦૨૩ નો ઓકટોબર-નવેમ્બર મહિનો નવી મિલ્કત ખરીદી માટે શુભ છે. જુની મિલ્કતોની મરામત રીપેરીંગની કામગીરી સારી રીતે સંપન્ન કરી શકાશે. વર્ષના અંતભાગમાં જૂનું વાહન બદલીને નવું મોટું વાહન ખરીદવાના યોગ ઉજળા બને છે. મોટા મોટા ઔદ્યોગિક ગૃહોના માલિકોની સંપત્તિમાં અસાધારણ વધારે નોંધાશે.

નારી તું નારાયણી

રાશિ સ્વામી સૂર્ય છે. સિંહ રાશિના સૂર્યની વિદ્યાર્થીનીઓ માટે આ વર્ષ ખુબ જ સફળતા આપનારું છે. આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળથી કામ કરી શકશો. વિવાહિત સ્ત્રીઓ માટે જીવનસાથીને લઈ મતભેદ ઉપસ્થિત થાય. કુંવારી છોકરીઓ માટે બંધનમાં જોડાતાં પહેલાં પુરો વિચાર કરવો, અન્યથા વિવાહભંગની સમસ્યા નડે. પ્રેમ સંબંધમાં સતર્કતા રાખવી. નોકરી-વ્યવસાય કરતી મહિલાઓના કાર્યમાં ઉત્સાહ વર્તાય. પરંતુ ધંધામાં ભાગીદારીથી દૂર રહેવું. અભ્યાસ પુરો કરેલી મહિલાઓ માટે નોકરીની નવી તકો પ્રાપ્ત થાય. સૂર્ય પૂજા કરવી. પીળાં ફૂલ, પીળાં કે તામ્ર રંગના વસ્ત્રો આનંદદાયી રહે. વકીલાત કરતી મહિલાઓ, જજ અને પ્રાધ્યાપિકાઓ માટે આ વર્ષ સફળ રહેશે.

વિશેષ ઉપાય

કાર્ય સફળતા માટે સૂર્ય પૂજા કરવી. સૂર્યને પીળા ફુલ અને અષ્ટ ગંધ યુક્ત જળથી અર્ધ્ય આપવું. આરોગ્ય પ્રાપ્તિ માટે સૂર્યનું સન્મુખ બેસી ધ્યાન કરવું. સૂર્ય કવચ અથવા આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો.

  • મેષ, કર્ક, મિથુન, સિંહ અને ધન રાશિ સાથે આ જાતકોનો સારો મનમેળ રહે.
  • વૃષભ, તુલા, કુંભ, મકર રાશિના જાતકો સાથે સાવચેતીપૂર્વક કામ કરવું.
  • આપનામાં રહેલી સફળ નેતૃત્વ ક્ષમતા આપને પદ અને પ્રતિષ્ઠા અપાવશે.

ટેરો કાર્ડ્સ શું કહે છે? 

Strength : રાશિ ચક્રની સૂર્યની સિંહ રાશિ બાર રાશિમાં શાહી અને વિશિષ્ટ ગણવામાં આવેલી છે. સ્ટ્રેન્થનું કાર્ડ સિંહ રાશિ સાથે સંબંધિત છે. ખૂબ જ શક્તિશાળી અને હિંમતવાન વ્યક્તિઓનો સંબંધ આ રાશિ સાથે છે જેઓનું મનોબળ ખૂબ જ મક્કમ હોય છે.

આરોગ્ય : આરોગ્યની દ્રષ્ટિએ ૨૦૨૩ ના વર્ષ દરમ્યાન મનોબળ સારું જળવાઈ રહેશે. આરોગ્ય સુખાકારી સારી રહેશે. બિમાર વ્યક્તિઓને સાજા થવામાં રાહતરૂપ વર્ષ રહેશે. નબળાઈ અનુભવતી વ્યક્તિઓ માનસિક રીતે સ્વસ્થ થઈ શકશે. મે અને નવેમ્બર માસ દરમ્યાન સામાન્ય પ્રતિકૂળતા અનુભવી શકાશે. હૃદયની સારવાર કરવામાં આવેલી વ્યક્તિઓની મુશ્કેલીઓ દૂર થશે.

નાણાકીય : નાણાકીય દ્રષ્ટિએ આવકમાં વધારો થશે. નવું આયોજન થઈ શકશે. જાન્યુઆરી-ફેબુ્રઆરી તથા જૂનથી ઓકટોબર માસ લાભદાયક નીવડશે. કુટુંબની વ્યક્તિઓ સાથેની ભાગીદારી નાણાંકીય લાભ આપશે. ઉઘરાણીનાં નાણાં સરળતાથી પરત આવશે.

નોકરી-વ્યવસાય : તમારા નોકરી-વ્યવસાય ક્ષેત્રે એપ્રિલ ૨૦૨૨ પછી ઉદભવેલી મુશ્કેલીઓ ૨૦૨૩ ના વર્ષમાં ધીરે ધીરે દૂર થશે. ધંધાકીય બાબતો સાથે સંકળાયેલી વ્યક્તિઓને નવું નાણાંકીય રોકાણ કરવાનું આવશે જેનો લાભ ભવિષ્યમાં મેળવી શકાશે. નવી ભાગીદારી માટે તક મળશે. વિદેશ વ્યાપાર સાથે સંકળાયેલાઓ પોતાના ધંધાને વધુ વિકસિત કરી શકશે. નવયુવાન બિનઅનુભવી રોજગારીની શોધ કરી રહેલી વ્યક્તિઓને પોતાની શૈક્ષણિક લાયકાત પ્રમાણે નોકરી મળી શકશે.

વિદ્યાભ્યાસ : વિદ્યાર્થીઓ માટે પોતાની યોગ્યતા પ્રમાણેનું શુભફળ વિદ્યાભ્યાસમાં મળશે. નબળા વિદ્યાર્થીઓને ઓકટોબર માસ સુધીનો સમય વધુ મહેનતનો રહેશે. નવું એડમીશન મેળવી રહેલા નાનાં ભૂલકાઓના માતા-પિતાને વધુ મહેનત કરવી પડશે. પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહેલી વ્યક્તિઓ માટે વધુ સરળતા રહેશે.

પ્રણય સંબંધ : તમારી મનગમતી વ્યક્તિઓ સાથેના સંબંધોમાં એકબીજાને સમજવાની તૈયારી રાખવી લાભદાયક નીવડશે. નજીવી બાબતોમાં ગેરસમજ મુશ્કેલી ઊભી કરી શકે. તદ્ઉપરાંત શંકાશીલ માનસ ધરાવતી વ્યક્તિઓએ વિશેષ સાવધાની રાખવી અન્યથા નજીક રહેલી વ્યક્તિ સાથેના સંબંધો કાયમ માટે બગડતા વાર નહિ લાગે.