Holi Sanyog : આ વર્ષે હોળીનો તહેવાર 14 માર્ચ, શુક્રવારના રોજ મનાવવામાં આવશે. હિન્દુ પંચાંગ પ્રમાણે ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂનમ તિથિને હોળીનો તહેવાર મનાવવામાં આવશે. આ હોળી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે, કારણ કે, આ દિવસ શુક્ર અને મંગળનો સંયોગ બની રહ્યો છે.
જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે હોળીથી કેટલીક રાશિઓની સારા દિવસો શરુ થવા જઈ રહ્યા છે. તેમના જીવનમાં ખુશીઓ આવવાની છે. આવો આપણે હોળીની લક્કી રાશિઓ વિશે જાણીએ.
મેષ રાશિ
મેષ રાશિવાળાઓ માટે હોળીનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. મેષ રાશિવાળાઓના જીવનમાં ખુશીઓ રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધનનો લાભ થશે. મેષરાશિવાળાઓના જીવનમાં કોઈ નવી ખુશખબરી આવી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા માટે હોળી ખૂબ શુભ માનવામાં આવી રહી છે. સમાજમાં માન સમ્માન વધશે. નોકરીમાં સારી આવક મળશે. સંબંધોમાં સુધારો જોવા મળશે. પ્રમોશન થશે. તમે તમારા કરિયરમાં ઊંચાઈ પ્રાપ્ત કરશો. સિંહ રાશિવાળાઓ સારી નોકરી પ્રાપ્ત થઈ શકે છે. જીવનામાં આવી રહેલી મુશ્કેલીઓથી મુક્તિ મળશે.
ધન રાશિ
હોળીથી ધન રાશિવાળાઓને આર્થિક લાભ મળશે. જે લોકો વ્યાપાર કરી રહ્યા છે, તેમના માટે સફળતા મળશે. ધન લાભનો સંયોગ બની રહ્યો છે. આર્થિક તંગીમાંથી છુટકારો મળશે.


