Get The App

2026માં હોળીના દિવસે જ ચંદ્રગ્રહણ: આ 5 રાશિના જાતકોએ ખાસ સાચવવું!

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
2026માં હોળીના દિવસે જ ચંદ્રગ્રહણ: આ 5 રાશિના જાતકોએ ખાસ સાચવવું! 1 - image


Holi 2026 with Lunar Eclipse:  આગામી ત્રીજી માર્ચે વર્ષ 2026નો પ્રથમ ચંદ્રગ્રહણ થશે. સંયોગવશ આ જ દિવસે હોળી પણ ઉજવાશે. હિન્દુ પંચાંગ અનુસાર ત્રીજી માર્ચે હોળકા દહન થશે. આ ચંદ્ર ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં થશે. ગ્રહણ ભારતમાં પણ દેખાવાનો હોવાથી સૂતક લાગુ થશે. 

ત્રીજી માર્ચે બપોરે 3 વાગીને 20 મિનિટ ચંદ્ર ગ્રહણ શરૂ થશે. ગ્રહણનું સમાપન સાંજે 6 વાગીને 47 મિનિટે થશે. સૂતક સવારે 6 વાગીને 20 મિનિટ જ લાગુ થઈ જશે. આ ચંદ્ર ગ્રહણ બંગાળ, નાગાલેન્ડ, મિઝોરમ, આસામ જેવા પૂર્વોત્તરના રાજ્યોમાં જ દેખાશે. 

2026માં હોળીના દિવસે જ ચંદ્રગ્રહણ: આ 5 રાશિના જાતકોએ ખાસ સાચવવું! 2 - image

કઈ રાશિના જાતકો પર કેવી અસર થશે?

મેષ: ચંદ્રગ્રહણની મેષ રાશિના જાતકો પર પ્રતિકૂળ અસર પડશે. ખર્ચમાં વધારો થશે. પૈસાની બચત કરવી અઘરી થશે. 

કર્ક: આ રાશિના જાતકો માટે ધન સંબંધિત નુકસાનના યોગ બની રહ્યા છે. ખર્ચમાં વધારો થશે જ્યારે આવકના સ્ત્રોતમાં ઘટાડો થશે. વેપારમાં પણ ખોટ થઈ શેક છે. 

સિંહ: આ રાશિના જાતકોને શારીરિક કષ્ટ મળી શકે છે. ઈજા કે અકસ્માતનો ભય રહેશે. આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે. પૈતૃક સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે. 

વૃશ્ચિક: બીમારીઓથી ખાસ બચીને રહેવું. માનસિક ચિંતાઓ પણ વધી શકે છે. કરિયરમાં સંઘર્ષ વધી શકે છે. ઉછીના પૈસા લેવાથી બચો. 

મીન: આ રાશિના જાતકો પણ ચંદ્ર ગ્રહણથી સાવધાન રહે. તમારા બનતા કામ બગડી શકે છે. પરિવારમાં તણાવ વધશે. સંતાનને લઈને ચિંતા વધશે. કોઈ પણ કાર્યમાં સફળતા માટે પ્રયાસ વધારવા પડશે. 

2026માં હોળીના દિવસે જ ચંદ્રગ્રહણ: આ 5 રાશિના જાતકોએ ખાસ સાચવવું! 3 - image