Holashtak 2026 and Horoscope: હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક બને છે. હોળાષ્ટકને અશુભ માનવામાં આવે છે. કારણ કે આ આઠ દિવસમાં ગ્રહ ઉગ્રરૂપ ધારણ કરે છે. આ સાથે હોળાષ્ટક દરમિયાન નકારાત્મક શક્તિ સક્રિય થઈ જાય છે. એટલાં માટે હોળાષ્ટક દરમિયાન કોઈપણ શુભ-માંગલિક કાર્ય કરવામાં આવતા નથી. વર્ષ 2026માં હોળાષ્ટક 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન ચાલશે. આ આઠ દિવસમાં 5 રાશિના જાતકોના જીવનમાં સંકટના વાદળ છવાઈ શકે છે. ચાલો જાણીએ કઈ રાશિ માટે હોળાષ્ટક અશુભ છે.
મેષ રાશિ
મેષ રાશિના સ્વામી મંગળ ગ્રહ છે, જે હોળાષ્ટકના એક દિવસ પહેલા એટલે કે 23 ફેબ્રુઆરીએ શનિની રાશિ કુંભમાં જઈને રાહુ-સૂર્ય જેવા ઉગ્ર ગ્રહ સાથે યુતિ કરશે. જેના કારણે આ રાશિના જાતકોને ધન-સંપત્તિ સંબંધિત નુકસાન થઈ શકે છે. આ સાથે તણાવ, વિવાદની સ્થિતિ ઉભી થવાની શક્યતા છે. તેમજ સ્વાસ્થ્યની સમસ્યા સંભવિત છે.
કર્ક રાશિ
હોળાષ્ટક દરમિયાન કર્ક રાશિના જાતકોને સ્વસ્થ્ય સંબંધિત સમસ્યા ઉભી થઈ શકે છે. એટલે તબિયતનું ધ્યાન રાખવું. આ સાથે કોઈ મોટો નિર્ણય લેવાથી બચવું. કરિયરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને હોળાષ્ટકમાં જોખમ લેવું ભારી પડી શકે છે. કરિયર સંબંધિત બેદરકારી ન કરવી. ધંધામાં સમજી વિચારીને નિર્ણય લેવો. અચાનક ખર્ચ વધશે, જેના કારણે બજેટ ખોરવાશે. કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાથી નુકસાન થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
હોળાષ્ટક દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોને ધીરજ રાખવી અને સંભાળીને કામ કરવું આવશ્યક છે. આર્થિક સમસ્યા આવશે. સંબંધમાં મતભેદ ઉભા થશે.
આ પણ વાંચો: 3 દિવસ બાદથી બુધની ઉલટી ચાલ, 4 રાશિના જાતકોના ભાગ્યમાં ઉથલપાથલ મચાવશે
કુંભ રાશિ
કુંભ રાશિમાં સૂર્ય, મંગળ, રાહુ જેવા ઉગ્ર ગ્રહ રહેશે અને આ રાશિના જાતકોને મોટું નુકસાન થઈ શકે છે. દુર્ઘટના થઈ શકે છે, પૈસા ફસાઈ શકે છે, તબિયત બગડી શકે છે. આ સમયે રોકાણ ન કરો.


