Holashtak 2026: રંગોના તહેવાર હોળીની લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે લોકો એક-બીજાને રંગ-ગુલાલ લગાવે છે અને શુભકામના પાઠવે છે. હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક લાગી જાય છે. આ સમય દરમિયાન શુભ, માંગલિક કાર્ય વર્જિત હોય છે. સનાતન પરંપરામાં હોળાષ્ટકને અશુભ સમય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ સમય દરમિયાન કરવામાં આવતા શુભ કાર્યોનું સારું ફળ નથી મળતું. તેથી હોળાષ્ટક દરમિયાન કેટલાક ખાસ કાર્યો ન કરવા જોઈએ. ચાલો જાણીએ કે, આ વખતે હોળાષ્ટક ક્યારે શરુ થાય છે અને આ સમય દરમિયાન કયા કાર્યો ન કરવા જોઈએ.
હોળાષ્ટક 2026 ક્યારથી શરુ થશે?
હોળાષ્ટક હંમેશા ફાલ્ગુન શુક્લ પક્ષની આઠમની તિથિથી શરુ થાય છે. હોળાષ્ટક હોળીના બરાબર આઠ દિવસ પહેલા શરુ થાય છે. આ વર્ષે હોલિકા દહન 3 માર્ચે થશે અને રંગ વાળી હોળી (ધૂળેટી) 4 માર્ચે ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં આ વર્ષે 24 ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરુ થઈ જશે. આ આઠ દિવસ દરમિયાન ઘરમાં કોઈ શુભ-માંગલિક કાર્ય કરવામાં નથી આવતા.
હોળાષ્ટકમાં શુભ કાર્યો કેમ નથી થતા?
એવી માન્યતા છે કે, ભક્ત પ્રહ્લાદ પર તેમના પિતા હિરણ્યકશ્યપે ભગવાન વિષ્ણુની ભક્તિનો ત્યાગ કરાવવા માટે 8 દિવસ સુધી ખૂબ જ અત્યાચાર કર્યો હતો. પરંતુ ભક્ત પ્રહ્લાદ ક્યારેય પોતાના પિતાની જિદ સામે ન ઝૂક્યો. પ્રહ્લાદ સતત ભગવાન વિષ્ણુની ઉપાસના કરતો રહ્યો. આ જોઈને હિરણ્યકશ્યપ ખૂબ જ ગુસ્સામાં આવી ગયો અને તેણે પોતાના જ પુત્ર પર અત્યાચાર કરવાનું શરુ કર્યું. હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકા સાથે મળીને પ્રહ્લાદના પ્રાણ લેવાનું કાવતરું ઘડ્યું. પરંતુ ભગવાન વિષ્ણુએ એવી લીલા રચી કે હોલિકા પોતે અગ્નિમાં ભસ્મ થઈ ગઈ અને ભક્ત પ્રહ્લાદનો વાળ પણ વાંકો ન થયો.
આ પણ વાંચો: સરકારી પરીક્ષાની તૈયારી કરનારા માટે બજેટમાં બે એલાન, કુલ 4500 નવી જગ્યાઓ ઉભી કરાશે
હોળાષ્ટકમાં આ 7 કામ ન કરવા જોઈએ
1. હોળાષ્ટક દરમિયાન સગાઈ, લગ્ન અથવા માંગલિક કાર્યો ન કરવા જોઈએ.
2. હોળાષ્ટકમાં પુત્રવધુ-દીકરીની વિદાઈ પણ ન કરવી જોઈએ.
3. આ દરમિયાન ગૃહ પ્રવેશ, મકાન બાંધકામ, ભૂમિપૂજન જેવા કાર્યો કરવાનું ટાળવું જોઈએ.
4. હોળાષ્ટકમાં બાળકોનું મુંડન, નામકરણ વિધિ અને બાળકોના જનોઈ સંસ્કાર ટાળવા જોઈએ.
5. હોળાષ્ટકમાં કોઈ નવું કામ કે બિઝનેસ ન શરુ કરવો. આ સમયગાળા દરમિયાન શરુ કરવામાં આવેલા કાર્યોનું સારું ફળ નથી મળતું.
6. હોળાષ્ટકમાં સોનું-ચાંદી અથવા પ્રોપર્ટી જોવી કોઈ પણ કિંમતી વસ્તુઓની ખરીદી કરવામાં નથી આવતી.
7. હોળાષ્ટક દરમિયાન હવન અને યજ્ઞ જેવા ધાર્મિક અનુષ્ઠાનો પર પણ રોક રહે છે.


