Get The App

લગ્ન સમયે આ 7 વચન વર આપે છે કન્યાને

Updated: Nov 24th, 2019

GS TEAM


Google News
Google News
લગ્ન સમયે આ 7 વચન વર આપે છે કન્યાને 1 - image


નવી દિલ્હી, 24 નવેમ્બર 2019, રવિવાર

લગ્નસરા શરૂ થઈ ચુકી છે. તેવામાં તમે લગ્નમાં મહેમાન તરીકે જતા હોય તો જોયું હશે કે વર અને કન્યા એકબીજાને લગ્ન વિધિ દરમિયાન સાત વચન આપે છે. વર અને કન્યા એકબીજાને મંત્રોચ્ચાર વચ્ચે આ સાત વચન આપે છે. તો ચાલો જાણીએ આ સાત વચન કયા કયા હોય છે. 

1. કન્યા આ વચનમાં કહે છે કે જો તેના પતિ કોઈ તીર્થયાત્રામાં જાશે તો તેને સાથે લઈ જશે. કોઈ વ્રત, ઉપવાસ કે પુણ્યકાર્ય કરશે તો પણ તેમાં તેની પત્નીને ભાગીદાર બનાવશે. જો આ વાત સ્વીકાર્ય હોય તો તમારી વામાંગના બનવાનું સ્વીકાર કરું છું. આ વચનના કારણે જ લગ્ન પછી સ્ત્રી અને પુરુષ એક સાથે જ પૂજામાં બેસે છે. 

2. કન્યા બીજા વચનમાં માંગે છે કે જે રીતે પુરુષ તેના માતાપિતાનું સમ્માન કરે છે તેવી જ રીતે પત્નીના માતાપિતાનું સમ્માન કરશે. આ વચનથી સ્પષ્ટ થાય છે કે લગ્ન બાદ વર અને કન્યા બંને એકબીજાના માતાપિતાને પોતાના ગણી સ્વીકારશે. 

3. ત્રીજા વચનમાં યુવતી વર પાસેથી વચન માંગે છે કે જીવનની દરેક અવસ્થામાં દરેક વચનનું પાલન કરશે. આમ કરશો તો તમારી વામાંગના બનવા સ્વીકાર કરું છું.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

4. કન્યા ચોથા વચનમાં કહે છે કે લગ્ન પૂર્વે જવાબદારીઓમાંથી મુક્ત રહ્યા પરંતુ લગ્ન બાદ પરિવારની જવાબદારીનું દાયિત્વ લેવું પડશે.  આ વચન આપી કન્યા વરને આવનાર જીવનની જવાબદારીથી અવગત કરાવે છે. 

5. આ વચન આજના સમયમાં મહત્વનું સાબિત થાય છે. આ વચનમાં વર પાસેથી કન્યા વચન માંગે છે કે તે ઘર કાર્યોમાં, ખર્ચમાં કે અન્ય વ્યવહારોમાં તેનો પરામર્શ લેશે. આ વચન લઈ પતિની ગૃહસ્થી પર અધિકાર માંગે છે.

6. છઠ્ઠા વચનમાં કન્યા માંગે છે કે વર તેની સખી કે અન્ય સ્ત્રી સામે તેનું અપમાન કરશે નહીં. આ ઉપરાંત અન્ય અવગુણોથી પણ દૂર રહેશે. આ વચનમાં કન્યા પરિવારમાં તેનું માન જાળવવા માટેનું વચન માંગે છે. 

7. સાતમા વચન તરીકે કન્યા માંગે છે તેનો પતિ પરસ્ત્રીથી દૂર રહેશે અને પતિપત્ની વચ્ચે અન્ય વ્યક્તિનો પ્રવેશ થશે. આ વચન વડે સ્ત્રી પોતાના ભવિષ્યને સુરક્ષિત રાખવાનું વચન માંગે છે. 


Tags :